અકસ્માતના લાઈવ દ્રશ્યો:રાજકોટમાં જામનગર રોડ પર ટેન્કરમાંથી ઓઇલ ઢોળાયું, વાહનચાલકો સ્લિપ થતા ઇજાગ્રસ્ત થયા

રાજકોટ4 મહિનો પહેલા
ઓઇલ ઢોળાવવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી - Divya Bhaskar
ઓઇલ ઢોળાવવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી
  • હાલ પોલીસ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો

શહેરના જામનગર રોડ પર સાંઢિયા પુલ નીચે આજે સવારે એક ટેન્કરમાંથી ઓઇલ ઢોળાવવાના કારણે અનેક વાહન ચાલકો સ્લિપ થયા હતાં. હાલ પોલીસ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

1 કિ.મી. સુધીનો રોડ ઓઇલવાળો થઇ ગયો
જામનગર રોડ પર આજે સવારે એકાએક ઓઇલ ઢોળાતા 1 કિ.મી. સુધીનો રોડ ઓઇલવાળો થઇ ગયો હતો. ઓઇલ રસ્તા પર ઢોળાવાથી અને વાહન વ્યવહાર ચાલુ હોવાથી બે રીક્ષા સ્લીપ થઇ હતી. તો એક એકટીવા સવાર મહિલા પણ સ્લીપ થયા હતા.

વાહન ચાલકને વધુ ઇજા પહોંચી નથી
આજે સવારે ટેન્કરમાંથી મોટી માત્રામાં ઓઇલ ઢોળાવવાના કારણે રોડ સ્લિપી બની ગયો હતો. જેના કારણે રિક્ષા, એક્ટીવા સહિતના અનેક વાહન ચાલકો રોડ પર સ્લિપ થયા હતા. ફાયર બ્રિગેડ શાખાના અધિકારીઓને જાણ કરવામાં આવતા તેઓએ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા કોઇ વાહન ચાલકને વધુ ઇજા પહોંચી હોવાના સમાચારો પ્રાપ્ત થયા નથી.