તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષાની તૈયારી:સૌ.યુનિ.માં 8 અને 22 જુલાઇથી બે તબક્કામાં 29 હજારથી વધુ વિદ્યાર્થીની ઓફલાઇન પરીક્ષા લેવાશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • પરીક્ષા સમયે કોઈ સંક્રમિત ન થાય તેની તકેદારી રખાશે

હાલ કોરોના કાબૂમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા યોજાશે. જેમાં આગમી 8 અને 22 જુલાઇથી બે તબક્કામાં સ્નાતક, અનુસ્નાતકની રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીની ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે. જેમાં અંદાજીત 29,914 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

પરીક્ષા સમયે કોઈ સંક્રમિત ન થાય તેની તકેદારી રખાશે
પરીક્ષા સમયે કોઈ સંક્રમિત ન થાય તે માટે પરીક્ષા કેન્દ્ર પર દરેક વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રવેશ અપાશે. કેન્દ્ર પર વિદ્યાર્થીઓને માસ્ક પહેર્યા વિના પ્રવેશ નહીં મળે, પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીનું થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટાઈઝ કરાશે. એક બેંચમાં એક જ વિદ્યાર્થી બેસાડાશે. બે વિદ્યાર્થી વચ્ચે ડિસ્ટન્સ જળવાશે, સુપરવાઈઝર પણ માસ્ક અને ગ્લોઝ પહેરીને કામગીરી કરશે.

સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ નીતિન પેથાણી (ફાઈલ તસ્વીર )
સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ નીતિન પેથાણી (ફાઈલ તસ્વીર )

17 એજન્ડા સાથે સિન્ડિકેટની બેઠક મળી હતી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 4 દિવસ પહેલા 17 એજન્ડા સાથે સિન્ડિકેટની બેઠક મળવા પામી હતી જેમાં એક મુખ્ય મુદાની ચર્ચા બાકી રહેતા આજે ખાસ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં આજની બેઠક પૂર્ણ થયા બાદ નિર્ણય કરવામાં આવ્યો છે UGC દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્ર એક વર્ષ માટે મોકૂફ રાખવો.

સતત બીજા વર્ષે આ પરિપત્ર રદ કરવા યુનિવર્સિટીને ફરજ પડી
સેમેસ્ટર 1 થી 4 માં કેટી હોય તેમને સેમેસ્ટર 5 માં પ્રવેશ ન આપવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેને રદ કરવા રાજકોટ શહેર NSUI દ્વારા 2 વખત ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓના હિત માં નિર્ણય કરવા યુનિવર્સિટીને સૂચન કરવામાં આવ્યું હતું. 4 દિવસ પહેલા યુનિવર્સિટી દ્વારા પરિપત્ર એક વર્ષ માટે મોકૂફ રાખવા સિન્ડિકેટની બેઠકમાં નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે સતત બીજા વર્ષે આ પરિપત્ર રદ કરવા યુનિવર્સિટીને ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે...