નિવેદન:રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ, NSUIના પ્રમુખે કહ્યું- વિદ્યાર્થીઓનુ સ્વાસ્થ્ય ન જોખમાય તેની પણ કાળજી લેવી અનિવાર્ય

રાજકોટ5 મહિનો પહેલા
વિદ્યાર્થીઓનુ સ્વાસ્થ્ય ન જોખમાય તે બાબતે ટેલીફોનિક રજુઆત કરી
  • છેલ્લા એકાદ અઠવાડીયાથી ઓફલાઈન શિક્ષણ ચાલુ છે

હાલ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓને મહોલ્લા શાળાઓ શરૂ કરી શિક્ષણકાર્ય શરુ કર્યું છે. આ અંગે NSUIના પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને મહોલ્લા શાળાઓ શરૂ કરી શિક્ષણકાર્ય આપે તે કાર્ય આવકારદાયક છે. પરંતુ વિદ્યાર્થીઓનુ સ્વાસ્થ્ય ન જોખમાય તેની પણ કાળજી લેવી અનિવાર્ય છે.

છેલ્લા એકાદ અઠવાડિયાથી ઓફલાઈન શિક્ષણ ચાલુ
વધુમાં તેણે જણાવ્યું હતું કે, કોરાનાકાળને લીધે શાળાઓ બંધ હોવાથી માત્ર ઓનલાઈન શૈક્ષણિકકાર્ય ચાલુ હોવાથી વિદ્યાર્થીઓને મોબાઇલના પ્રોબ્લેમ અને નેટવર્કના વાંધાઓ તેમજ બાળકો ઓનલાઈન શિક્ષણમાં રસ દાખવતા ન હોવાની સમસ્યાઓથી તેઓ શિક્ષણથી વંચિત કે દૂર ન રહે તે માટે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓને મહોલ્લા શાળાઓ, શેરી કે ફળિયા શાળાઓ છેલ્લા એકાદ અઠવાડિયાથી ચાલુ છે. જે કાર્ય ખૂબ જ આવકારદાયક છે.

શેરી કે ફળિયા શાળાઓ છેલ્લા એકાદ અઠવાડિયાથી ચાલુ છે
શેરી કે ફળિયા શાળાઓ છેલ્લા એકાદ અઠવાડિયાથી ચાલુ છે

ત્રીજી લહેર નાના બાળકો માટે જોખમી
વધુમાં તેણે જણાવ્યું હતું કે, બીજી તરફ સરકારના કોરાનાકાળના જાહેરનામા મુજબ હાલ સ્કૂલો, કોલેજો કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓને વિદ્યાર્થીઓને ફિઝિકલી (રૂબરૂ) બોલાવી ન શકે કારણ કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની બાબતો ધ્યાનમા રાખતા તે હિતાવહ નથી. કારણ કે તબીબોની આગાહીને ધ્યાનમા લેતા કોરોનાની ત્રીજી લહેર નાના બાળકો માટે જોખમી થઈ શકે છે.

વિદ્યાર્થીઓનુ સ્વાસ્થ્ય ન જોખમાય તે બાબતે ટેલીફોનિક રજુઆત કરી
વિદ્યાર્થીઓનુ સ્વાસ્થ્ય ન જોખમાય તે બાબતે ટેલીફોનિક રજુઆત કરી

તબીબોની સલાહ પ્રમાણે શાળા ચાલુ રાખવા ધ્યાન દોર્યુ હતું
આ બાબતે NSUIના જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતે રાજકોટ ગ્રામ્ય વિસ્તારના શિક્ષણ અધિકારીને આ તમામ બાબતો ધ્યાનમાં દોરી વિદ્યાર્થીઓનુ સ્વાસ્થ્ય ન જોખમાય તે બાબતે ટેલીફોનિક રજુઆત કરી હતી. ગ્રામ્ય વિસ્તારોના ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણકાર્ય બગાડવાનો કોઈ હેતુથી નહી પંરતુ નાના બાળકોના સ્વાસ્થ્યની બાબત ધ્યાનમા રાખી સાવચેતીઓ રાખવી અતિ આવશ્યક છે. ​​​​​​તેમજ આ મહોલ્લા શાળાઓમાં નાના બાળકોની સંખ્યા તેમજ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોનુ પાલન કરવા તાકીદ પણ કરી હતી. જો શક્ય હોય તો હાલ પુરતા અઠવાડિયામા વિદ્યાર્થીઓને માત્ર ત્રણ દિવસ જ બોલાવીને સુદ્રઢ રીતે આયોજન કરી તબીબોની સલાહ પ્રમાણે ચાલુ રાખવા ધ્યાન દોર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...