બજેટ માટે તૈયારી:બજેટમાં અધિકારીઓ વેરા વધારશે, શાસકો તેને નામંજૂર કરી જશ ખાટશે

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનપાના બજેટને તૈયાર કરવા અધિકારીઓ લાગ્યા, દર વખત જેવું જ થશે
  • સપનાઓના વાવેતર વચ્ચે મિલકત અને પાણીવેરાની વધ-ઘટ પણ દેખાશે

રાજકોટ મહાનગરપાલિકા બજેટ માટે તૈયારી કરી રહી છે અને માસાંતે રજૂ કરવામાં આવશે. આ વખતે પણ અધિકારીઓ કરબોજ વધારવાના મૂડમાં છે જ્યારે પદાધિકારીઓ આ કરબોજમાં વધારો રદ કરવા અથવા તો હળવો કરીને જશ ખાટવાના પ્રયાસો કરી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા જ્યારે પણ બજેટ તૈયાર કરે છે ત્યારે સમયાંતરે મ્યુનિસિપલ કમિશનર પાણી વેરો અને મિલકત વેરો વધારવા માટેની દરખાસ્ત મૂકે છે. આ દરખાસ્ત મુકાય એટલે પદાધિકારીઓ એ દરખાસ્ત રદ કરી નાખે છે અને બાદમાં શહેરીજનોને વધારાના કરબોજમાંથી મુક્તિ આપ્યાનો જશ ખાટે છે. આ વખતે પણ તેવી જ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.

મનપાની તિજોરી માત્રને માત્ર રાજ્ય સરકારની ગ્રાન્ટ આધારિત થઈ ગઈ છે. વેરાની આવકો મર્યાદિત છે અને તમામ વેરાની ઉઘરાણી થાય તેના કરતા પણ મનપાનો પગાર ખર્ચ વધારે છે. આ કારણે કંગાળ બનેલી મનપાની તિજોરી પોતાના જોરે ભરીને સ્વનિર્ભર કરવી તેને અધિકારીઓ મોટી વાત માને છે અને તે માટે કરબોજ વધારવો પડે. અધિકારીઓ માટે સૌથી મોંઘો પડતો કર પાણીવેરો છે કારણ કે જેટલી રકમ વેરા તરીકે વસૂલાય છે તેના કરતા 20 ગણી રકમ તે ઘર સુધી પાણી પહોંચાડવા થઈ રહી છે.

તો બીજી તરફ મનપાના પદાધિકારીઓ વેરાના દરમાં વધારાની દરખાસ્ત આવે એટલે સુધારાના ભાગરૂપે આ દરખાસ્ત રદ કરી નાખે છે અને લોકો પર વધારાનો વેરો પડવા ન દઈ ખર્ચ અટકાવ્યાનો જશ ખાટી જાય છે. આ રીતે અધિકારી અને પદાધિકારી વચ્ચે બજેટને લઈને રસ્સાખેંચ ચાલ્યા કરે છે. આ વર્ષે પણ બજેટમાં આ રસ્સાખેંચ અને કદી ન પૂરા થતા પ્રોજેક્ટના સપનાના વાવેતરજોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...