તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેતાઓ ઘરમાં અને અધિકારીઓ મેદાનમાં:અધિકારીનું રાજકોટ, ડે. કમિશનર હોકી લઈ ચેકિંગમાં નીકળ્યા, ગંદકી કરતા 116 ધંધાર્થીઓને દંડ ફટકાર્યો

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

14 ડિસેમ્બરથી રાજકોટમાં વહીવટદાર નિમાય ગયા છે. નેતાઓ હાલ હળવાશના મૂળમાં આવી ગયા છે. તો બીજી તરફ અધિકારીઓ િફલ્ડમાં વધુ સમય આપી રહ્યા છે. બુધવારે સોલિડ વેસ્ટની ટીમને સાથે રાખીને ડેપ્યુટી કમિશનર એ.આર. સિંહ સવારે 8થી 10 હોકી લઈને રાજમાર્ગો પર નીકળી પડ્યા હતા અને જાહેરમાં ગંદકી કરતા 116 ધંધાર્થીઓને દંડો બતાવી 44 હજારનો દંડ કર્યો હતો. નેતાઓ ઘરમાં છે ત્યારે કદાચ હવે અધિકારીઓને છૂટોદૌર મળ્યો હોય તેવું પણ આ દૃશ્ય પરથી લાગે છે. તમામ સ્તરે ચેકિંગ પણ ઈચ્છનીય છે.

લાકડી હોય તો લોકોના મગજમાં વાત ઉતરે
અમુક લોકો અને ધંધાર્થીઓને સ્વચ્છતા જાળવવાની વાત અનેક વખત કહેવા છતાં સમજતા નથી. તાજેતરમાં એક રેંકડીધારકે મનપાના દબાણ હટાવ શાખાના ઇન્સ્પેક્ટર પર હુમલો પણ કર્યો હતો. સમાજમાં તમામ પ્રકારના લોકો રહેતા હોય છે. અમુક લોકોના કારણે ઘર્ષણ થાય છે તે અટકાવવા અને આવા લોકોમાં ધાક રહે તે માટે હાથમાં લાકડી કે હોકી હોવી જરૂરી છેે. - એ.આર. સિંહ, ડેપ્યુટી કમિશનર રાજકોટ મનપા

અન્ય સમાચારો પણ છે...