તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:ઝડપી કામ પૂર્ણ કરવા અધિકારીઓને 10 વાગ્યે ઓફિસે હાજર રહેવા આદેશ

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિ.પં.ના સભાખંડમાં યોજાઇ કારોબારીની બેઠક. - Divya Bhaskar
જિ.પં.ના સભાખંડમાં યોજાઇ કારોબારીની બેઠક.
  • પ્રથમ કારોબારીમાં જિ.પં. ના પ્રમુખ રહ્યા ઉપસ્થિત
  • કારોબારીમાં કુલ 590 લાખના કામ મંજૂર કરાયા

રાજકોટ જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ કારોબારી યોજાઈ હતી, જેમાં એજન્ડાના 17 મુદ્દા અને અધ્યક્ષ સ્થાનેથી લેવાયેલા 7 મુદ્દા એટલે કુલ 24 મુદ્દા પર ચર્ચા કરવામાં આવેલી હતી, જેમાંથી 23 મુદ્દાને બહાલી આપવામાં આવેલી હતી. જ્યારે આરોગ્ય વિભાગનું એક કામ ઊંચું ટેન્ડર હોવાના કારણે રદ કરવામાં આવ્યું હતું. સામે 590 લાખનું કામ મંજૂર કરવામાં આવેલું હતું. બેઠકમાં કારોબારી ચેરમેને સમિતિના સભ્યો અને અધિકારીઓને તાકીદ કરતા જણાવ્યું હતું કે, જે કોઈ વ્યક્તિ રજા લેવા માગતા હોય તો તેઓએ રજા રિપોર્ટ ફરજિયાત આપવો પડશે.

સામે વિકાસના મંજૂર થયેલા કામો અધિકારીઓની બેદરકારીથી પૂર્ણ થઇ શકતા નથી, ઘણી વખત અધિકારીઓ આવવાના સમય કરતા એક કલાક મોડા આવે છે અને જવાના સમય કરતા એક કલાક વહેલા ચાલ્યા જાય છે, જો આ ગાળો ઘટાડવામાં આવે તો ઘણી પેન્ડિંગ ફાઈલનું કામ પૂર્ણ થઇ શકે છે અને નિયત સમયે કામ પણ પૂર્ણ થઇ શકે છે. પરંતુ અધિકારીઓની આળસના પગલે આ કાર્ય શક્ય બનતું નથી. ત્યારે વધુમાં ચેરમેને મિટિંગ દરમિયાન અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે, જો કર્મચારીઓ 10 વાગ્યે હાજર નહિ રહે અને વિઝિટ દરમિયાન તેઓ કચેરીમાં હાજર નહીં દેખાઈ તો તેમના પર કાયદાકીય પગલાં લેવામાં આવશે.

બીજી તરફ સિંચાઈ,બાંધકામ વિભાગના અધિકારીઓને પણ સૂચના અપાઇ હતી અને જણાવ્યું હતું કે, જે નવા કામ હાથ ધરવામાં આવશે તેમાં અધિકારીઓની પૂર્ણ જવાબદારી રહેશે, અને જો કોઈ કામમાં ગેરરીતિ જોવા મળશે તો તેમના જવાબદાર પણ અધિકારીઓ જ રહેશે. સાથે જે પાર્ટી દ્વારા નીચા ભાવે ટેન્ડર ભર્યા છે, તેમની લાયકાતની પણ ચકાસણી કરવા અધિકારીઓને સૂચવ્યું હતું. બેઠકમાં પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...