કાર્યવાહી:એકી-બેકી પધ્ધતિના નિયમનો ભંગ કરનાર 7 વેપારી સામે ગુનો

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહાનગરપાલિકાએ એક-બેકી પધ્ધતિનો ઉપયોગ કરી દુકાનો પર સ્ટિકર લગાવી દુકાનો ખોલવાનો આદેશ કર્યો છે. છતાં કેટલાક વેપારીઓ આ પધ્ધતિનો ભંગ કરી રહ્યા છે. ત્યારે પોલીસે નિયમોનો ભંગ કરનાર સાત વેપારીને પકડી પાડી ગુનો નોંધ્યો છે. તેમજ ચાર વાગ્યા પછી દુકાન ખુલ્લી રાખનાર બે વેપારી સામે કાર્યવાહી કરી છે. આ ઉપરાંત ટુ વ્હીલ પર ડબલ સવારીમાં નીકળવા પર પ્રતિબંધ હોવા છતા શુક્રવારે 8 ચાલકો ડબલ સવારીમાં નિકળતા તેમની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. તદઉપરાંત શુક્રવારે માસ્ક પહેર્યા વગર નિકળતા 97 લોકો તંત્રની નજરે ચડી જતા 19,400નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ઇસ્ટ ઝોનમાં 31, સેન્ટ્રલ ઝોનમાં 14 અને વેસ્ટ ઝોનમાં 52 લોકો પકડાયા છે.

અન્ય સમાચારો પણ છે...