બે વર્લ્ડ રેકોર્ડ:રાજકોટના ઉદ્યોગપતિના દીકરાના લગ્નમાં 65 ફ્લેવરની ચા પીરસાઈ, વરઘોડિયાને વિશ્વનું સૌથી મોટું ગિફ્ટ બોક્સ આપતા વર્લ્ડ રેકોર્ડ નોંધાયો

રાજકોટ2 મહિનો પહેલા
વિશ્વનું સૌથી મોટુ ગિફ્ટ બોક્સ (ડાબી બાજુ) અને 65 ફ્લેવરની ચા પીરસવામાં આવી.
  • દુનિયાના સૌથી મોટા ગિફ્ટ બોક્સની સાઇઝ 12x12x12 ફૂટ
  • પહેલા દિવસે મહેંદી રસમ અને રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી અને સોનલબેન ઉકાણીના પુત્ર જયના જાજરમાન લગ્ન મોરબીની જાણીતી એવી આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની પુત્રી હિમાંશી સાથે રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે યોજાઇ રહ્યા છે. ગઇકાલથી શરૂ થયેલા શાહી લગ્નોત્સવનો આજે બીજો દિવસ છે. ગઇકાલે પહેલા દિવસે આ જાજરમાન લગ્નમાં બે વર્લ્ડ રેકોર્ડ નોંધાયા હતા. જેમાં 65 ફ્લેવરની ચા પીરસવામાં આવતા અને વિશ્વનું સૌથી મોટુ ગિફ્ટ બોક્સ વરઘોડિયાને આપવામાં આવતા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

દુનિયાનું સૌથી વિશાળ ગિફ્ટ બોક્સ
ગઇકાલે બાન લેબ્સ દ્વારા દુનિયાનું સૌથી મોટુ ગિફ્ટ બોક્સ જય અને હિમાંશીને આપવામાં આવ્યું હતું. જેની સાઇઝ 12x12x12 ફૂટ હતી. આ ગિફ્ટ બોક્સ વિશ્વનું સૌથી મોટુ જાહેર થતા જ તેને પણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ બંને વર્લ્ડ રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની સિનિયર જુરી મેમ્બરની ટીમ જોધપુરના ઉમેદભવન પેલેસ હોટેલ ખાતે ઉપસ્થિત રહી હતી અને બંને રેકોર્ડના સર્ટિફિકેટ મૌલશ ઉકાણીને એનાયત કરવામાં આવ્યા હતા.

બંને વર્લ્ડ રેકોર્ડના સર્ટિફિકેટ આપવામાં આવ્યા.
બંને વર્લ્ડ રેકોર્ડના સર્ટિફિકેટ આપવામાં આવ્યા.
રાત્રે રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી.
રાત્રે રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી.

ઐશ્વર્યા મજમુદારે સંગીતના સૂર રેલાવ્યા હતા
જાજરમાન લગ્નોત્સવમાં આજે પ્રથમ દિવસે, એટલે કે ગઈકાલે સાંજે મહેંદી અને સંગીત સેરેમની યોજાવાની છે, જેને રાજસ્થાની રજવાડી લુક આપવામાં આવ્યો હતો. ગઈકાલે બપોરે 3.15થી 6.15 વાગ્યા સુધી ઉમેદભવન પેલેસના લાન્સર લોન્સ ખાતે મહેંદી રસમ યોજાઈ હતી અને બાદમાં સાંજના 6.15 વાગ્યે ફ્રન્ટ લોન્સ ખાતે દ્વારિકાધીશની આરતી તથા બાદમાં રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ગુજરાતની જાણીતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારે પોતાના સૂર રેલાવ્યા હતા.

સાંજે શ્રીનાથજીની આરતી કરવામાં આવી હતી.
સાંજે શ્રીનાથજીની આરતી કરવામાં આવી હતી.

આજે સચિન-જિગર સહિતના કલાકારો ધૂમ મચાવશે
ત્રિ- દિવસીય ફંક્શનનો ગઈકાલથી પ્રારંભ થયો છે. શનિવારે ઉકાણી પરિવાર અને આમંત્રિત મહેમાનો રાજસ્થાનના ઉમેદભવન પેલેસ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમનું રજવાડી સ્ટાઇલથી વાજતેગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગઇકાલે મહેંદી રસમ તેમજ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઐશ્વર્યા મજમુદાર સાથે રાસની રમઝટ જામી હતી. જ્યારે આજે 15મી નવેમ્બરે સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રિએ બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સચિન જિગર સહિતના કલાકારો ધૂમ મચાવશે.

રાસ-ગરબાની ડ્રોન કેમેરાથી લેવામાં આવેલી તસવીર.
રાસ-ગરબાની ડ્રોન કેમેરાથી લેવામાં આવેલી તસવીર.

રાજસ્થાની ડાન્સ અને ગરબા રમ્યા
શનિવારે સવારે રાજકોટ એરપોર્ટ પરથી ચાર્ટર પ્લેન મારફત જય ઉકાણી અને પરિવાર તેમજ આમંત્રિત મહેમાનો રાજસ્થાન જવા રવાના થયા હતા, જ્યાં પહોંચતાં ઉમેદભવન પેલેસ ખાતે તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એમાં મહેમાનોનું સ્વાગત પ્રથમ પતિયાલા બેન્ડ પછી રોયલ નગારાં અને બ્યૂગલથી કરવામાં આવ્યું હતું, સાથે જ પેલેસની અંદર પ્રવેશ કરતાં રોયલ રાજસ્થાની ડાન્સ અને ગરબા રમ્યા હતા.

ભાવિ દંપતીએ શ્રીનાથજીની આરતી કરી.
ભાવિ દંપતીએ શ્રીનાથજીની આરતી કરી.
વિશ્વનું સૌથી મોટુ ગિફ્ટ બોક્સ.
વિશ્વનું સૌથી મોટુ ગિફ્ટ બોક્સ.
ઉમેદભવન પેલેસ રંગબેરંગથી શણગારવામાં આવ્યો.
ઉમેદભવન પેલેસ રંગબેરંગથી શણગારવામાં આવ્યો.
ઐશ્વર્યા મજમુદારે ગરબાની રમઝટ બોલાવી.
ઐશ્વર્યા મજમુદારે ગરબાની રમઝટ બોલાવી.
આજે મંડપ મુહૂર્ત વિધિમાં રજવાડી સ્ટાઇલમાં વરઘોડિયાનું સ્વાગત કરાયું હતું.
આજે મંડપ મુહૂર્ત વિધિમાં રજવાડી સ્ટાઇલમાં વરઘોડિયાનું સ્વાગત કરાયું હતું.
જય અને હિમાંશી.
જય અને હિમાંશી.
ઉકાણી પરિવારે શ્રીનાથજીની આરતી ઉતારી.
ઉકાણી પરિવારે શ્રીનાથજીની આરતી ઉતારી.
ઉમેદભવન પેલેસમાં શ્રીનાથજીની આરતી.
ઉમેદભવન પેલેસમાં શ્રીનાથજીની આરતી.
ઉકાણી પરિવારમાં ખુશીનો માહોલ.
ઉકાણી પરિવારમાં ખુશીનો માહોલ.
રાજસ્થાની લૂકમાં મૌલેશ ઉકાણી અને જય-હિમાંશી
રાજસ્થાની લૂકમાં મૌલેશ ઉકાણી અને જય-હિમાંશી
અન્ય સમાચારો પણ છે...