લાપરવાહી:ગોંડલ નજીક પોસ્ટ ઓફિસના મહત્વના દસ્તાવેજો રોડ પર ઉડતા જોવા મળ્યાં, વાહનમાં લઇ જતી વખતે ડ્રાઇવરની બેદરકારી?

ગોંડલ10 મહિનો પહેલા
નેશનલ હાઇવે પર દસ્તાવેજો ઉડતા જોઇ જાગૃત નાગરિકે વીડિયો ઉતારી લીધો હતો.
  • કેશોદ તરફના લોકોના આ દસ્તાવેજો હોય તેવું માનવા આવી રહ્યું છે

આજે શુક્રવારે વહેલી સવારે રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર આવેલી આશાપુરા ચોકડી પાસે પોસ્ટ ઓફિસના મહત્વના દસ્તાવેજો રોડ પર ઉડતા જોવા મળ્યા હતા. પોસ્ટ ઓફિસ સેવિંગ બેન્ક લખેલા કાગળો રસ્તા પર ઉડતા જોવા મળતા ત્યાંથી પસાર થતા વાહનચાલકો આશ્ચર્યમાં મુકાયા હતા.

કેશોદ તરફના લોકોના દસ્તાવેજો હોવાનું અનુમાન
કેશોદ તરફના લોકોના આ દસ્તાવેજો હોય તેવું માનવા આવી રહ્યું છે. કોઈ જાગૃત નાગરિક દ્વારા આ દસ્તાવેજોનો વીડિયો ઉતારવામાં આવ્યા છે. આ અંગે અધિકારીને પણ જાણ કરવામાં આવી છે. આ પહેલા પણ બોર્ડની પરીક્ષાના પેપરો પણ હાઈવે પર પડી ગયા હતા ત્યારે પણ એક જાગૃત નાગરિક દ્વારા તે પેપર અધિકારીને સહી સલામત પરત કર્યા હતા. સમગ્ર મામલામાં ક્યાંકને ક્યાંક ડ્રાઈવરની બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ મળી આવેલા દસ્તાવેજો અગત્યના છે કે શું તે એક તપાસનો વિષય છે.

હાઇવે પર દસ્તાવેજો ઉડતા જોવા મળ્યાં.
હાઇવે પર દસ્તાવેજો ઉડતા જોવા મળ્યાં.

પોસ્ટ ઓફિસના અધિકારીઓ ઘટનાસ્થળે રવાના
આ અંગે જાણ પોસ્ટ ઓફિસના અધિકારીઓને કરવામાં આવતા અધિકારીઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે. પોસ્ટ ઓફિસમાં સેવિંગ કરનારા લોકોના અગત્યના દસ્તાવેજો આ રીતે રોડ પર ઉડતા જોઇ લોકોમાં ચર્ચા ઉઠી હતી કે, લોકો કાળી મજૂરી કરીને પોતાની કમાણી સેવિંગ કરે છે ત્યારે વાહનમાં જઇ જતી વખતે ડ્રાઇવરની બેદરકારીને કારણે દસ્તાવેજો આ રીતે રોડ પર રઝળી પડે છે ત્યારે આનો જવાબ અધિકારીઓ પાસે છે કે નહીં.

(દેવાંગ ભોજાણી, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...