સંક્રમણ અટકાવવા પ્રયાસ:રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને અટકાવવા જિ.પં.નો એક્શન પ્લાન, ગ્રામ પંચાયતદીઠ અલગ અલગ 3 ટીમ બનાવી, ડોર ટુ ડોર સર્વે કરાશે

રાજકોટ6 મહિનો પહેલા
રાજકોટ જિલ્લાના ગામડાઓમાં સંક્રમણ અટકાવવા પ્રયાસ.
  • બહારથી આવતા વ્યક્તિને કોરોના છે કે નહીં?, વેક્સિનેશન કંઇ રીતે વધારવું સહિતની કામગીરી કરાશે

ગ્રામ્ય વિસ્તારમાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા વધુ એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. કોરોનાની બીજી લહેરમાં રાજકોટ જિલ્લાના મોટાભાગના ગામોમાં કોરોનાનું સંક્રમણ ફેલાય ચૂક્યું છે. માટે જિલ્લા પંચાયત દ્વારા કોરોનાના સંક્રમણને અંકુશમાં મેળવવા માટે ગ્રામ પંચાયત દીઠ અલગ અલગ ત્રણ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા કોરોનામાં અંકુશ કંઇ રીતે મેળવવો સાથે જ બહારથી આવતા વ્યકિત કોરોના સંક્રમણ છે કે નહીં? વેક્સિનેશન કંઇ રીતે વધારવું સહિત કામગીરી માટે ડોર ટુ ડોર સર્વે કામ કરવામાં આવશે.

ટીમ- 1 બહારથી આવતા વ્યક્તિઓ પર નજર રાખવી અને ગામમાં પ્રસંગો પર અંકુશ મેળવવો
ગ્રામ્ય વિસ્તારોમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે ડીડીઓ દ્વારા ટીમ બનાવવામાં આવી છે. જેમાં ગામમાં બહારથી આવતી વ્યકિતઓ કોરોના સંક્રમિત છે કે નહીં? તેમને તપાસવું. તેમજ ગામમાં લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગોમાં કેટલા લોકો ઉપસ્થિત છે. તેમજ ગામમાં કંઇ રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે સહિતની સમિતી દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

ડોર ટુ ડોર સર્વે કરાશે.
ડોર ટુ ડોર સર્વે કરાશે.

ટીમ- 2 ગામમાં કંઇ રીતે ડોર ટુ ડોર સર્વે અને કંઇ રીતે ટેસ્ટિંગ વધારવું
ડીડીઓ અનિલ રાણાવસીયાએ જણાવ્યું હતું કે, મોટાભાગના ગામોમાં ખોટી રીતે ટેસ્ટ મોટા પ્રમાણમાં લોકો કરતા હોય છે. જેને લઇ કોરોના ટેસ્ટમાં ઉપયોગ થતી કીટમાં ઘટાડો આવે છે. જેને લઇ ગામમાં પહેલા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે. જેમાં કોરોનાના લક્ષણો જણાશે તેઓના કોરોના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવશે. આ સર્વે માત્ર 10 દિવસમાં રાજકોટ જિલ્લામાં પૂર્ણ કરવામાં આવશે. અત્યાર સુધી ગામના લોકો કોરોના લક્ષણો ન જણાતા લોકો પણ ટેસ્ટ કરાવવા ઉમટતા જેને લીધે ટેસ્ટિંગ કીટમાં ઘટાડો આવતો જેને લઇ ખાસ ટીમ તૈયાર કરવામાં આવી.

ટીમ- 3 કોરોના વેક્સિશન કંઇ રીતે વધારવું
રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 45થી વધુની ઉંમરના લોકોને 2.5 લાખ જેટલું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. જ્યારે હવે ટૂંક સમયમાં 18થી મોટી ઉંમરના લોકોનું વેક્સિનેશન કરવામાં આવશે. ત્યારે તેમના માટે ખાસ એક ટીમ બનાવવામાં આવી છે અને ગામમાં ઘરે ઘરે જઇ લોકોને વેક્સિનેશન લેવા માટે જાગૃત કરશે અને જિલ્લામાં કંઇ રીતે વધુમાં વધુ વેક્સિનેશન થાય તેના પર ભાર આપશે.

ગામડાઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ.
ગામડાઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ.

રાજકોટ જિલ્લામાં 600માંથી 500 જેટલા ગામડામાં સ્વૈચ્છિક લોકડાઉન
જિલ્લામાં કોરોનાને અંકુશમાં લેવા માટે ડીડીઓ દ્વારા ગામ દીઠ અલગ - અલગ ત્રણ ટીમો બનાવવામાં આવી છે. આ ત્રણેય ટીમોમાં દશ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ સર્વે માત્ર દશ દિવસમાં કોરોના સર્વે પૂર્ણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે , કોરોના પર અંકુશ મેળવવા માટે અત્યાર સુધી રાજકોટ જિલ્લામાં 600માંથી 500 જેટલા ગામડાઓ સ્વૈચ્છીક લોકડાઉન પાળી રહ્યાં છે.