તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બજેટ મંજૂર:રૂડાનું 287.06 કરોડનું બજેટ, AIIMS હોસ્પિટલ ખાતે ફોરલેન રોડ અને ફોરલેન બ્રિજ બનાવવા 11.81 કરોડની જોગવાઇ

રાજકોટ3 મહિનો પહેલા
રૂડા ઓફિસની ફાઇલ તસવીર.
  • રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની 163મી બોર્ડ બેઠક મળી હતી

રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (RUDA)ની આજે બોર્ડ બેઠક મળી હતી. આ બોર્ડ બેઠકમાં એઇમ્સ માટે નવો ફોરલેન રોડ, બે નવી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂર કરવા સરકારમાં મોકલવા તથા વર્ષ 2021-22નું 287.06 કરોડનું બજેટ મંજૂર કરવા સહિતના એજન્ડાઓ પર ઠરાવ કરવામાં આવ્યો હતો. AIIMS હોસ્પિટલ ખાતે ફોરલેન રોડ અને ફોરલેન બ્રિજ બનાવવા 11.81 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

રજૂઆતો માટે નિર્ણય કરવામાં આવ્યો
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજે 163મી બોર્ડ બેઠકનું ચેરમેન ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ બોર્ડ બેઠકમાં આજે સર્વાનુમતે નાણાકીય વર્ષ 2021-22નું 287.06 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ સાથે રેકોર્ડબ્રેક સમયમાં તૈયાર થયેલી ટી.પી. સ્કીમો નં.-38/2 (મનહરપુર-રોણકી) તથા નં.-41 (માલીયાસણ-સોખડા)માં કુલ-2 સુચિત યોજનાની અધિનિયમ-1976ની કલમ-47 હેઠળ મળેલા વાંધા સૂચનો અને રજૂઆતો માટે નિર્ણય કરવામાં આવ્યો હતો.

એક–દોઢ વર્ષમાં તૈયાર થતી ટી.પી. સ્કીમ 100 દિવસમાં
સામાન્ય રીતે એક–દોઢ વર્ષમાં તૈયાર થતી ટી.પી. સ્કીમ રૂડા દ્વારા માત્ર 100 દિવસ જેટલા સમયમાં તૈયાર કરી સરકારમાં મોકલવા આજ રોજ બોર્ડની મંજૂરી લેવામાં આવી હતી. આ ઉપરાંત ખંઢેરી રેલવે સ્ટેશન તથા ખંઢેરી અને પરા પીપળીયા ગામને AIIMS સુધી પહોંચવાના મુખ્ય રસ્તા સાથે જોડતો 1.02 કિલોમીટરનો ફોરલેન રસ્તો અને ફોરલેન બ્રિજનું કામ રૂપિયા 11.81 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે.

રૂડાના સીઇએ ચેતન ગણાત્રાએ બજેટ અંગે માહિતી આપી.
રૂડાના સીઇએ ચેતન ગણાત્રાએ બજેટ અંગે માહિતી આપી.

વર્ષ 2021-22 નાં બજેટની મુખ્ય બાબતો

  • રૂ. 51.45 કરોડની રોડ અને બ્રિજ માટે જોગવાઇ.
  • રિંગરોડ-2, ફેઝ-2 કાલાવડ રોડથી ગોંડલ રોડ સુધીના હૈયાત રસ્તાનું વાઇડનિંગ
  • રિંગરોડ-2, ફેઝ-3 ગોંડલ રોડથી ભાવનગર રોડ સુધીનાં રસ્તાનું કામ.
  • ​​​​​​​રિંગરોડ-2, ફેઝ-4 ભાવનગર રોડથી અમદાવાદ રોડ સુધીનાં રસ્તાનું કામ.
  • ​​​​​​​રાજકોટ શહેરથી AIIMS હોસ્પિટલ સુધીનો ફોરલેન અને સિક્સ લેન રસ્તાનું કામ.
  • ખંઢેરી રેલવે સ્ટેશનથી AIIMS હોસ્પિટલનાં મુખ્ય રસ્તાને જોડતા ફોરલેન રસ્તાનું કામ.
  • રૂ. 191 કરોડની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અંદાજે 4500 મકાનો બાંધવા માટેની જોગવાઇ.​​​​​​​
  • રૂડામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ માટે રૂ. 5 કરોડની જોગવાઈ
અન્ય સમાચારો પણ છે...