હાલ ગુજરાતમાં કોરોનાના કેસો ઘટવા લાગ્યા છે, પરંતુ એક મહિના પહેલાં બીજી લહેર એટલી ઘાતક સાબિત થઈ હતી કે અનેકના પરિવારો વેરવિખેર કરી નાખ્યા છે. રાજ્યમાં અનેક પરિવારના બે કે ત્રણ સભ્યો એકસાથે કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં પણ આવી જ વધુ એક કરુણાંતિકા બની છે. શહેરમાં ૫ન્નાલાલ ફ્રૂટ્સવાળા ૫રિવારની જેમ જ શહે૨ના એક વધુ જાણીતા એવા '૨મેશ જન૨લ સ્ટો૨' ૫રિવા૨ના ત્રણ સગા ભાઇનો કોરોનાએ જીવ લીધો છે. યોગાનુ યોગ રમેશ જનરલ સ્ટોરીના માલિક એવા ત્રણેયભાઈ પણ પન્નાલાલ ફ્રૂટ્સવાળાની જેમ સિંધી સમાજના છે. આ આઘાતજનક ઘટનાથી સમગ્ર સૌરાષ્ટ્રમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
વેપારક્ષેત્રે જાણીતા આ બંધુઓના સંબંધો ફક્ત સિંધી સમાજ પૂરતા મર્યાદિત ૨હેવાના બદલે તમામ સમાજમાં તેમની નામના હતી, પરંતુ કુદરતની આ કારમી થપાટને કા૨ણે સિંધી સમાજ સહિતના સમગ્ર સમાજને બહુ મોટી ખોટ ૫ડી છે.
એક બાદ એક કુંદનાની પરિવારના ત્રણભાઈનાં મોત
આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ, પન્નાલાલ ફ્રૂટ્સવાળા ત્રણેયભાઈઓનાં મૃત્યુના શોકમાંથી સિંધી સમાજ હજુ બહાર આવ્યો નથી, ત્યાં જ સિંધી સમાજના કુંદનાની પરિવારના ત્રણેય ભાઈનાં મૃત્યુ થયાં છે. રાજકોટના એસ્ટ્રોન રોડ ઉ૫૨ આવેલા કુંદનાની પરિવા૨ના જાણીતા '૨મેશ જન૨લ સ્ટો૨' ગ્રુપના માલિક એવા અર્જુનભાઇ કુંદનાની, ૨મેશભાઇ કુંદનાની અને કૈલાસભાઇ કુંદનાનીનો કોરોનાએ ભોગ લેતાં જ પરિવાર સહિત નજીકના લોકોને ભારે આઘાત લાગ્યો છે.
યોગાનુયોગ ૫ન્નાલાલ ફ્રૂટ્સવાળા ૫રિવા૨ની જેમ જ કુંદનાની પરિવાર ૫ણ પાકિસ્તાનથી નિરાશ્રિત થઇ રાજકોટમાં કાયમી વસવાટ કરવા આવ્યા હતા. આ પરિવાર પોતાના ઉમદા સ્વભાવ અને ધંધાની ઇમાનદારીને કા૨ણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો સાથે તેઓ દૂધમાં સાકર ભળે એ રીતે ભળી ગયા હતા.
કોરોના એક બાદ એક ત્રણેય ભાઈઓને ભરખવા લાગ્યો
સ્વ. ૨મેશભાઇ કુંદનાની કોરોના થવાને કારણે સિવિલ હોસ્પિટલમાં સા૨વા૨ હેઠળ હતા, પરંતુ 8 એપ્રિલ 2021ના રોજ તેમનું મૃત્યુ થયું. કાળમુખા કોરોનાને જાણે આટલેથી સંતોષ ન હોય તેમ ત્રણ દિવસ પછી રાજકોટ સિવિલમાં જ સારવાર હેઠળ રહેલા તેમના ભાઈ અર્જુનભાઇ કુંદનાનીનું 11 એપ્રિલના રોજ મોત થઈ ગયું હતું. કુંદનાની પરિવા૨ પ૨ જાણે કોરોનાની કુદૃષ્ટિ પડી હોય તેમ ત્યા૨ બાદ એક માસમાં તેમના ત્રીજા ભાઈ કૈલાસભાઇ કુંદનાનીનું 13 મેના રોજ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આમ, ત્રણ-ત્રણ ભાઇઓને કાળમુખા કોરોના માત્ર એક માસમાં ભરખી ગયો હતો.
મૃતક અર્જુનભાઈનાં પત્ની મ્યુકોરમાઈકોસિસનો ભોગ બન્યાં
વિધિની વક્રતા તો જુઓ, કુંદનાની પરિવારના ત્રણેય સગા ભાઇનો કોરોના મહામારીએ ભોગ લીધા બાદ સ્વ. અર્જુનભાઇ કુંદનાનીનાં ધર્મ૫ત્ની નીતાબેન કુંદનાની કે જેમને આ અગાઉ કોરોના થતાં પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ ક૨વામાં આવ્યાં હતાં, પરંતુ કોરોનાએ જાણે ત્રણેય ભાઈનો ભોગ લીધા ૫છી કૃપાદૃષ્ટિ કરી હોય એમ તેઓ કોરોનાથી તો સાજા થઇ ગયેલા, પરંતુ બ્લેક ફંગસ (મ્યુકો૨માઇકોસિસ) નામના ગંભી૨ રોગનો ભોગ બન્યાં છે. હાલમાં તેમને એમ્ફોટેરેસિન-બી નામનાં ઈન્જેક્શનની જરૂર છે.
આવા વિપરીત સંજોગોમાં જો તેમને એ ઇન્જેકશન મળી જાય તો તેમનું જીવન ઉગરી જાય એમ હોવાથી કુંદનાની પરિવારને મદદરૂ૫ બનવા માટે હ૨હરેશભાઈ કુંદનાનીએ અપીલ કરી છે.
20 દિવસ પહેલાં પન્નાલાલ ફ્રૂટ્સવાળાના ત્રણ ભાઈના કોરોનાથી મોત
20 દિવસ પહેલાં રાજકોટના જાણીતા પન્નાલાલ ફ્રૂટ્સવાળા જસાણી પરિવારના ત્રણ-ત્રણ પુત્રોના કોરોનાએ જીવ લેતાં પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઇ ગયો હતો. 3 એપ્રિલના રોજ સૌથી મોટા પુત્ર ઓમપ્રકાશ લક્ષ્મણદાસ જસાણી સંક્રમિત થયા હતા. ધીમે ધીમે ઓક્સિજન પ્રમાણ ઘટતાં 13 એપ્રિલના રોજ 60 વર્ષની ઉંમરે તેમનું કોરોના સામે જિંદગી હારી ગયા હતા અને નિધન થયું હતું. ત્યાર બાદ 8 એપ્રિલના રોજ તેમના નાના ભાઇ ગિરીશભાઇ લક્ષ્મણભાઇ જસાણી કોરોના સંક્રમિત થયા હતા અને 22 એપ્રિલના રોજ 47 વર્ષની ઉંમરે તેમને કોરોના સામે દમ તોડી આખરી શ્વાસ લીધા હતા.
જ્યારે પરિવારની આંખમાં આંસુ સુકાયાં ન હતાં ત્યાં સૌથી નાના ભાઇ યશવંતભાઇ જસાણીની 20 એપ્રિલના તબિયત લથડી હતી, પરંતુ પરિવાર તેમને પણ બચાવી શક્યો ન હતો અને 3 મેના રોજ 45 વર્ષની ઉંમરે કોરોના સામે જંગ હારી ગયા હતા. આમ, 20 દિવસના ટૂંકા સમયમાં પરિવારે આધારસ્તંભ સમાન 3 પુરુષ ગુમાવતાં સમગ્ર પરિવાર શોકમય થઇ ગયો છે અને આજે પણ તેમની આંખનાં આંસુ સુકાયાં નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.