તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં કોરોનાના 311 કેસ, 24 કલાકમાં 16નાં મોત

રાજકોટ13 દિવસ પહેલા
ફાઇલ તસવીર.
  • હોસ્પિટલમાં બેડની સંખ્યા વધી તેના કરતા હોસ્પિટલાઈઝેશન વધ્યું : 15 જ દિવસમાં કોરોનાએ દૈનિક કેસના ત્રણ-ત્રણ રેકોર્ડ તોડી નાખ્યા

રાજકોટમાં કોરોનાએ વધુ એક વખત નવો ઉછાળ બતાવ્યો છે. રાજકોટ શહેરમાં નવા 283 અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 28 કેસ આવતા કુલ 311 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંક 28083 થયો છે. રાજકોટમાં ધુળેટીના દિવસે કોરોનામાં સૌથી વધુ નવા કેસ નોંધાયા હતા અને ત્યારબાદથી આ સતત ત્રીજી વખત કોરોનાએ નવી ટોચ બનાવી છે તેથી આ રીતે કેસની સંખ્યા હજુ પણ વધે અને નવી ટોચ બનાવી શકે છે.

બીજી તરફ તંત્ર દરરોજ નવી હોસ્પિટલ શરૂ કરવા માટે દબાણ કરી બેડ વધારે છે પણ બેડ વધે છે તેની બમણી ગતિએ હોસ્પિટલાઈઝેશન વધી રહ્યું છે. રાજકોટમાં હાલ 1900 બેડની ક્ષમતા થઈ હોવા છતાં માત્ર 444 બેડ ખાલી રહ્યા છે. જ્યારે એક્ટિવ કેસની વાત કરીએ તો શહેર અને જિલ્લામાં 1735 એક્ટિવ કેસ છે જોકે જે લોકોએ 10 દિવસ પૂરા કર્યા છે તેમને એક્ટિવ કેસમાંથી બહાર તો કાઢી દે છે પણ 14 દિવસ ન થાય ત્યાં સુધી ક્વોરન્ટાઈન રાખે છે. ક્વોરન્ટાઈનનો પણ કોઇ આંક રાખવામાં આવતો નથી.

મોરબીમાંથી રાજકોટ આવેલા સેમ્પલમાંથી 25 ટકા પોઝિટિવ
રાજકોટ આસપાસના વિસ્તારોમાંથી આરટીપીસીઆર ટેસ્ટ માટેના સેમ્પલ રાજકોટની લેબમાં તપાસાર્થે આવી રહ્યા છે. આ પૈકી મોરબીના સેમ્પલનો પોઝિટિવિટી રેશિયો વધુ આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર દરરોજ 2500 સેમ્પલના ટેસ્ટિંગ થઇ રહ્યા છે. આ પૈકી રાજકોટ જિલ્લામાંથી જે સેમ્પલ આવી રહ્યા છે તેનો પોઝિટિવિટી રેશિયો 8થી 10 ટકા જેવો છે જ્યારે મોરબીથી આવતા સેમ્પલનો રેશિયો 20થી 25 ટકા છે એટલે કે દર 100 સેમ્પલમાંથી 25 જેટલા પોઝિટિવ આવી રહ્યા છે જે રેશિયો ખૂબ જ ઊંચો કહેવાય. બીજી તરફ જે લોકોને ખરેખર કોરોનાના લક્ષણો છે અને સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવી રહ્યા છે તેવાના સેમ્પલ લેવાય તેમાંથી 40 ટકા જેટલા પોઝિટિવ આવી રહ્યા છે. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 3 દિવસમાં રાજકોટમાં 2900 સેમ્પલ મોકલવામાં આવ્યા છે. પોઝિટિવિટી રેશિયો જોતા ત્યાં માત્ર 3 જ દિવસમાં 500 કરતા વધુ આવે પણ તંત્રએ હજુ સુધી દૈનિક કેસ 100 પણ જાહેર કર્યા નથી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો