કોરોના રાજકોટ LIVE:24 કલાકમાં 3ના મોત, નવા 24 કેસ નોંધાયા, વિદેશ ભણવા ઇચ્છુક વિદ્યાર્થીઓને વેક્સિન મૂકવા માટે મનપાએ વેબસાઇટ જાહેર કરી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
  • રાજકોટ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42361 પર પહોંચી

રાજકોટમાં રોજની કોરોના કેસની સંખ્યા ઘટીને 50 નીચે આવી ગઈ છે. આથી શહેરમાં કોરોનાનો આંક ઘટીને માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહની સ્થિતિએ પહોંચી ગયો છે. રાજકોટ જિલ્લામાં કોરોનાની ગતિ મંદ પડતા લોકો અને આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાકમાં 3 દર્દીના મોત નીપજ્યા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમીટી દ્વારા લેવામાં આવશે.શહેરમાં આજે નવા 24 કેસ નોંધાયા છે.

મનપાએ વેબસાઇટ જાહેર કરી
રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે વધુને વધુ લોકો વેક્સિન મેળવી સુરક્ષિત થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર લિંક મુકવામાં આવી છે, જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી ભરવાની રહેશે, માહિતી ભર્યા બાદ સરકારની ગાઈડલાઈન મુજબ વેક્સિન આપવાની કાર્યવાહી કરવામાં આવશે.રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર માહિતી ભરવા માટેની લીંક-http://www.rmc.gov.in/rmcwebsite/frm_inform_student_vaccine.aspx છે. જેના પર વિદેશ ભણવા જવા વિદ્યાર્થીએ જરૂરી માહિતી અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ સરકાર તરફથી આવતી ગાઈડલાઈન વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવશે.

ગામડામાં વેક્સિન અંગે ખોટી ભ્રમણા દૂર કરવા સૌ.યુનિ.ના મનોવિજ્ઞાન ભવનની ટીમનો સાથ
સૌરાષ્ટ્ર યુનિવર્સટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ વેક્સિનેશન ઝડપથી ગુજરાતમાં થાય તે માટે લોકોને જાગૃત કરવા જિલ્લા વહીવટી તંત્રને સહકાર આપીને લોક જાગૃતિની જવાબદારી સ્વીકારી છે. ગ્રામ્ય લોકોમાં ખૂબ જ અંધશ્રદ્ધા અને વેક્સિન વિશે ખોટી ભ્રમણાને દૂર કરવા જુદી જુદી મનોવિજ્ઞાનની ટેકનિકનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થીઓ વેક્સિનેશન જાગૃતિ માટે વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં મૂકીને લોકોને સતત વેક્સિન વિશેની સાચી હકીકત જણાવી રહ્યા છે.

શહેરમાં કુલ કેસની સંખ્યા 42372 પર પહોંચી
રાજકોટ શહેરમાં કુલ કેસની સંખ્યા 42372 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 650 દર્દી સારવાર હેઠળ છે. આજે 14 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આજે રાજકોટ શહેરમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 4138 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1001 સહિત કુલ 5139 નાગરિકોએ રસી લીધી હતી.

જિલ્લામાં પોઝિટિવ રેશિયો 1.6 ટકા
કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રવિવારે રાજકોટ શહેર અને જિલ્લામાં 49 નવા કેસ નોંધાયા હતા, અને 24 કલાકમાં 3 દર્દીનાં મોત થયા હતા. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, રવિવારે રાજકોટ શહેરમાં 27 અને જિલ્લામાં 22 કોરોનાના નવા કેસ નોંધાયા હતા, શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 57064 લોકો કોરોનાગ્રસ્ત થયા છે અને નવા કેસ સાથે 953 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1306 સેમ્પલ લેવાયા હતા. જેમાં શહેર જિલ્લામાં 49 કેસ પોઝિટિવ આવ્યા હતા. પોઝિટિવ રેશિયો 1.6 ટકા થતાં આરોગ્ય વિભાગે પણ રાહતનો દમ લીધો હતો, જોકે હજુ પણ એક સપ્તાહથી દરરોજના 2 થી 3 મૃત્યુ નોંધાય છે તે બાબત ચિંતાનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...