તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન મંદ પડ્યું:રાજકોટમાં રસી મુકવામાં લોકોની ઉદાસીનતા, પુરતી સંખ્યા ન થતા રોજ વેક્સિનના 150થી 200 ડોઝનો બગાડ

રાજકોટ9 દિવસ પહેલા
ફાઇલ તસવીર.
  • આરોગ્ય કેન્દ્ર પર 200ના સ્લોટ સામે 125થી 150 લોકો જ વેક્સિન લેવા આવે છે

રાજ્યભરમાં વેક્સિનેશન ઝડપી બનાવવા માટે સરકાર દ્વારા તમામ ક્ષેત્રની મદદ લઇ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં પણ વેક્સિનેશન માટે આરોગ્ય વિભાગની સાથે સાથે વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને મનોવિજ્ઞાન ભવન સહિતના વિભાગોની મદદ લેવામાં આવી રહી છે. પરંતુ હજુ રાજકોટ શહેરમાં પણ ક્યાંક લોકોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. જેમાં ખાસ કરી આરોગ્ય કેન્દ્ર પર 45વર્ષથી વધુ ઉંમરના એવરેજ 50થી 60 અને 18થી 44 વર્ષની ઉંમરના એવરેજ 125થી 150 લોકો વેક્સિન લેવા આવતા હોવાનું સામે આવ્યું છે. આથી અંદાજે 2 ટકા વેક્સિનનો બગાડ થાય છે. એટલે કે રાજકોટમાં રોજ વેક્સિન મુકાવનારની પુરતી સંખ્યા ન થતા 150થી 200 ડોઝનો બગાડ થાય છે.

રાજકોટમાં અલગ અલગ 100 સેન્ટર ઉપર વેક્સિનેશન
રાજકોટના રામનાથપરા આરોગ્ય સેન્ટર સ્થિત મેડિકલ ઓફિસર ડો.તોરલ શાહે જણાવ્યું હતું કે, રાજકોટમાં અલગ અલગ 100 સેન્ટર ઉપર વેક્સિનેશન પ્રક્રિયા ચાલુ છે. જે પૈકી રામનાથપરા સેન્ટરની વાત કરવામાં આવે તો તેમાં કુલ 3 સેન્ટરનો સમાવેશ થાય છે. જે પૈકી એક સેન્ટર પર 45થી વધુ ઉંમરના અને જ્યારે બાકીના બે સેન્ટર પર 18થી 45 વર્ષ સુધીના લોકોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોઇને કોઇ કારણોસર લોકોમાં વેક્સિનેશન અંગે ઉદાસીનતા હોય તેવું લાગી રહ્યું છે. તેવું ખુદ મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું.

5થી વધુ ઉંમરના 2.45 લાખથી વધુ લોકોએ રસી લઈ લીધી
5થી વધુ ઉંમરના 2.45 લાખથી વધુ લોકોએ રસી લઈ લીધી

એક વાયલમાંથી 10 લોકોને વેક્સિન અપાઇ છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, એક વાયલમાંથી કુલ 10 લોકોને વેક્સિન આપવામાં આવે છે. જો સેન્ટર પર કોઇ સમયે 10થી ઓછા લોકો આવે તો બાદમાં વાયલનો બગાડ થઇ જતો હોય છે. વેક્સિનનો બગાડ ન થાય તે માટે તકેદારી રાખવા સૂચના જરૂર આપવામાં આવે છે. પરંતુ તેમ છતાં કોઇ સમય એક સાથે 4થી 5 લોકો આવે તો વાયલ ખોલવી પડે છે. અને એકંદરે રાજકોટ શહેરમાં રોજ અંદાજે 2 ટકા એટલે કે 150થી 200 ડોઝ બગાડ થઇ જતો હોય છે.

અત્યાર સુધીમાં કુલ 42 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા
રાજકોટ શહેરની વસ્તી હાલ આશરે 15 લાખ છે, તે પૈકી 18થી 44 વર્ષના 6.40 લાખ લોકો અને 45 વર્ષથી મોટી ઉંમરના 3.26 લાખ લોકોને રસીકરણનો લક્ષ્યાંક છે. આ પૈકી 60 ટકા લોકોને રસી અપાઈ ગઈ છે અને હાલ અમે ડિલિવરી બોય રસી લે તે માટે ભારપૂર્વક અપીલ કરી છે, ફેરિયાઓ સહિત સુપર સ્પ્રેડર્સને રસી માટે સમજાવાય રહ્યાં છે અને આજે રસીકરણમાં છેલ્લા બે દિવસથી આંશિક વધારો જોવા મળે છે. 45થી વધુ ઉંમરના 2.45 લાખથી વધુ લોકોએ રસી લઈ લીધી છે. જ્યારે કે 18,707 હેલ્થ વર્કર અને 30,000થી વધુ કર્મચારીઓ,અધિકારીઓએ રસીથી સુરક્ષિત થયા છે. અત્યાર સુધીમાં કૂલ 42 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે જેમાં પણ એન્ટીબોડી જનરેટ થાય છે.

45થી વધુ ઉંમરના 2.45 લાખથી વધુ લોકોએ રસી લઈ લીધી.
45થી વધુ ઉંમરના 2.45 લાખથી વધુ લોકોએ રસી લઈ લીધી.

ક્યાં જૂથમાં કેટલું રસીકરણ
હેલ્થ કેર વર્કર (પ્રથમ ડોઝ)- 18707
હેલ્થ કેર વર્કર (બીજો ડોઝ)- 14921
ફ્રન્ટલાઇન વર્કર (પ્રથમ ડોઝ)- 31258
ફ્રન્ટલાઇન વર્કર (બીજો ડોઝ)- 18107
60 કરતા વધુ ઉંમર (પ્રથમ ડોઝ)- 1,25,094
60 કરતા વધુ ઉંમર (બીજો ડોઝ)- 63610
45 કરતા વધુ ઉંમર (પ્રથમ ડોઝ)- 1,33,867
45 કરતા વધુ ઉંમર (બીજો ડોઝ)- 46848
18 કરતા વધુ ઉંમર (પ્રથમ ડોઝ)- 2,96,155

અન્ય સમાચારો પણ છે...