અનોખા ગરબા:પહેલા નોરતે રાજકોટમાં અસહ્ય બફારામાં પણ પવનપુત્ર ગરબી મંડળની દીકરીઓએ અને બ્રહ્મસમાજ ચોકમાં યંગસ્ટરે PPE કિટમાં ગરબાની રમઝટ બોલાવી

રાજકોટ13 દિવસ પહેલા
કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવા પવનપુત્ર ગરબી મંડળની દીકરીઓ પીપીઈ કિટમાં ગરબે ઘૂમી.
  • દીકરીઓએ પીપીઈ કિટ પહેરી કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવતી કૃતિ રજૂ કરી
  • બ્રહ્મ સમાજ ચોકમાં યંગસ્ટરનો ગરબા પણ રમીશું અને કોરોનાથી પણ બચીશુંનો અભિગમ

નવરાત્રિમાં ચણિયાચોળી અને કેડિયા સહિતના ડ્રેસ પહેરેલા ખેલૈયાઓને રાસે રમતા જોયા હશે, પરંતુ રાજકોટમાં નવરાત્રિમાં પ્રથમ વખત પીપીઈ કિટ પહેરીને દીકરીઓએ જુદા જુદા રાસ રજૂ કર્યા હતા. રાજકોટના પવનપુત્ર ગરબી મંડળ દ્વારા દર વર્ષે અલગ-અલગ થીમ પર રાસની કૃતિ રજૂ કરવામાં આવે છે. બીજી તરફ બ્રહ્મસમાજ ચોકમાં યંગસ્ટરે પીપીઈ કિટ પહેરી ગરબાની રમઝટ બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે અસહ્ય બફારો પણ હતો. આથી પીપીઈ કિટ પહેરી ગરબા રમવા મુશ્કેલ હતા. તેમ છતાં કોરોનાની જાગૃતિનો મેસેજ આપવા દીકરીઓ અને યુવાનોએ પીપીઈ કિટ પહેરી ગરબાની રમઝટ બોલાવી હતી.

પવનપુત્ર ગરબી મંડળીની દીકરીઓએ પીપીઈ કિટ પહેરી ગરબે ઘૂમી.
પવનપુત્ર ગરબી મંડળીની દીકરીઓએ પીપીઈ કિટ પહેરી ગરબે ઘૂમી.

દીકરીઓએ કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવી
દર વર્ષે પવનપુત્ર ગરબી મંડળ દ્વારા અવનવા રાસનું આયોજન થાય છે. 2019માં બેટી બચાવો બેટી પઢાવોની થીમ પર રાસ રજૂ કરવામાં આવ્યો હતો. આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને લઈ કોરોનાની થીમ પર એક રાસની કૃતિ રજૂ કરવામાં આવી હતી. જેમાં કોરોના વોરિયર્સની કામગીરીની વાત કરવામાં આવી તેમજ આગામી દિવસોમાં કોરોનાને લઈ રાખવામાં આવતી કાળજી અંગે પણ એક હકારાત્મક સંદેશો સમાજને આપવામાં આવ્યો હતો.

અસહ્ય બફારો છતાં દીકરીઓ પીપીઈ કિટ પહેરી ગરબે ઘૂમી.
અસહ્ય બફારો છતાં દીકરીઓ પીપીઈ કિટ પહેરી ગરબે ઘૂમી.

ગરબા રમીશું અને કોરોનાથી પણ બચીશુંનો અભિગમ
કોરોનાની મહામારી હળવી થતા સરકારે શેરી-ગરબાને મંજૂરી આપી છે. અને શહેરમાં ઠેર-ઠેર ગરબાનાં આયોજનો ધમધમતા થયા છે. દરમિયાન શહેરનાં બ્રહ્મસમાજ ચોક નજીક યુવાનોએ ‘ગરબા પણ રમીશું અને કોરોનાથી પણ બચીશું’નો અનોખો અને પ્રશંસનીય અભિગમ અપનાવ્યો છે. જેમાં આ વિસ્તારમાં રહેતા યુવક-યુવતીઓ દ્વારા નવરાત્રિમાં પીપીઈ કિટ પહેરીને ગરબા રમવામાં આવી રહ્યા છે. કોરોનાથી બચવાની સાથે ગરબે ઘૂમવાનાં યુવાઓનાં આ અનોખા પ્રયોગને લોકો વખાણી રહ્યા છે.

પીપીઈ કિટમાં ગરબે ઘૂમી દીકરીઓએ કોરોના પ્રત્યે જાગૃતિનો મેસેજ આપ્યો.
પીપીઈ કિટમાં ગરબે ઘૂમી દીકરીઓએ કોરોના પ્રત્યે જાગૃતિનો મેસેજ આપ્યો.

નવરાત્રિ માટે ભાડે લીધેલા ડ્રેસ કોરોના ફેલાવી શકેઃ યુવાન
આ અંગે પીપીઈ કિટ પહેરીને ગરબે ઘૂમનાર રાહુલ મકવાણા નામના યુવાને જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકો નવરાત્રિમાં ટ્રેડિશનલ કપડાં પહેરતા હોય છે. આ કપડાં ઘણા મોંઘા હોવાથી લોકો ભાડે લેવાનો આગ્રહ રાખે છે. પરંતુ કોરોનાકાળમાં આવા જ ભાડે લીધેલા કપડાં ત્રીજી લહેરને નોતરી શકે છે. આ વિચાર અમારા ગ્રુપ સમક્ષ રજૂ કરતા સૌએ સાથે મળીને પીપીઈ કિટ પહેરીને ગરબે રમવાનો નિર્ણય લીધો છે. જેથી ગરબે રમવાનો આનંદ માણવાની સાથે કોરોનાને ફેલાતો પણ અટકાવી શકાય.

બ્રહ્મસમાજ ચોકમાં યંગસ્ટરે પણ પીપીઈ કિટમાં ગરબા લીધા.
બ્રહ્મસમાજ ચોકમાં યંગસ્ટરે પણ પીપીઈ કિટમાં ગરબા લીધા.

ભાડે લીધેલા ડ્રેસ વોશ કરી પહેરવા અપીલ
વધુમાં તેમણે કહ્યું હતું કે, પીપીઈ કિટ પહેરીને ગરબે ઘૂમવામાં ગરમી અને પરસેવો વધુ થાય છે. પણ જો કોરોનાથી બચવું હોય અને ગરબાનો આનંદ પણ લેવો હોય તો આનાથી સારો બીજો કોઈ રસ્તો નથી. જેને લઈને અમારા વિસ્તારનાં યુવાનોએ આ નિર્ણય કર્યો છે. સાથે જ અન્ય લોકોને સલાહ આપતા તેમણે કહ્યું હતું કે, કોરોનાની મહામારી વચ્ચે ભાડે લીધેલા ટ્રેડિશનલ કપડાં પહેરવા જોઈએ નહીં. છતાં જો આવા કપડાં પહેરવા જરૂરી લાગે તો વોશ કરીને પહેરવાની અપીલ પણ તેમણે કરી છે.

યંગસ્ટરના પીપીઈ કિટમાં અનોખા ગરબા.
યંગસ્ટરના પીપીઈ કિટમાં અનોખા ગરબા.
કોરોનામાં સુરક્ષિત રહેવા આ યંગસ્ટરનું ગ્રુપ પીપીઈ કિટમાં રોજ ગરબા ઘૂમશે.
કોરોનામાં સુરક્ષિત રહેવા આ યંગસ્ટરનું ગ્રુપ પીપીઈ કિટમાં રોજ ગરબા ઘૂમશે.