તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવાર પર આભ ફાટ્યું:રાજકોટના પન્નાલાલ ફ્રુટવાળાના પરિવારનો માળો પીંખાયો, 20 દિવસમાં 3 ભાઇને કોરોના ભરખી ગયો, વયોવૃદ્ધ માતા-પિતાએ દિકરાઓની અર્થી ઉઠતા જોઇ

રાજકોટ3 મહિનો પહેલા
મૃતક ત્રણેય ભાઇની ફાઇલ તસવીર.
  • સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં રહેતા જસાણી પરિવારની આંખોમાંથી આજે પણ આંસુ સરે છે
  • રાજકોટમાં મોટાભાગના લોકો ફ્રૂટ ખરીદતા હોવાથી પેઢીના ત્રણેય ભાઇને લોકો ઓળખતા

‘કુદરત તારે શું જોઇએ છે? હેરાન શા માટે કરશ? જે જોઇ તે સામે આવીને માગ છૂપાયને વ્રજ ઘા ન કર’. આ શબ્દ છે અશ્રુભીની આંખે ઈશ્વર સામે ભાંગી પડેલા એક પિતાના, એક પત્નીના અને એક પુત્ર-પુત્રીના છે. એક ઘરમાંથી જ્યારે જ્યારે ત્રણ-ત્રણ આધારસ્તંભની અર્થી ઉઠે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય તે તો જેના પર વિતે તેજ જાણી શકે છે. રાજકોટના જાણિતા પન્નાલાલ ફ્રૂટવાળા જસાણી પરિવારના ત્રણ-ત્રણ પુત્રોના માત્ર 20 દિવસમાં કોરોનાએ જીવ લેતા પરિવાર ઉંડા શોકમાં ગરકાઉ થઇ ગયો છે. વયોવૃદ્ધ માતા-પિતાએ દિકરાની અર્થીઓ ઉઠતા જોઇ.

પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ
રાજકોટના જાગનાથ વિસ્તારમાં પન્નાલાલ ફ્રુટવાળા નામથી વર્ષો જૂની પેઢી ધરાવતા અને સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં રહેતા જસાણી પરિવારમાં છેલ્લા 20 દિવસમાં પરિવારના સ્તંભ સમાન ત્રણ ત્રણ દિકરાના કોરોનાથી મૃત્યુ થતા પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. વયોવૃદ્ધ માતા-પિતાએ ત્રણ-ત્રણ પુત્રોની અર્થી ઉઠતા જોઇ છે. આ સ્થિતિ કદાચ પથ્થર પણ ભાંગીને ભૂક્કો થાય તેવી બની હતી.

એક પછી એક ભાઇ કોરોનામાં સપડાતા ગયા અને દુનિયાને અલવિદા કહી દીધું
3 એપ્રિલના રોજ સૌથી મોટા પુત્ર ઓમપ્રકાશ લક્ષ્મણદાસ જસાણી સંક્રમિત થયા હતા. ધીમે ધીમે ઓક્સિજન પ્રમાણ ઘટતા 13 એપ્રિલના રોજ 60 વર્ષની ઉંમરે તેઓનું કોરોના સામે જિંદગી હારી ગયા હતા અને નિધન થયું હતું. ત્યારબાદ 8 એપ્રિલના રોજ તેમના નાના ભાઇ ગિરીશભાઇ લક્ષ્મણભાઇ જસાણી કોરોના સંક્રમિત થયા હતા અને 22 એપ્રિલના રોજ 47 વર્ષની ઉંમરે તેમને કોરોના સામે દમ તોડી આખરી શ્વાસ લીધા હતા. જ્યારે પરિવારની આંખમાં આંસુ સુકાયા ન હતા ત્યાં સૌથી નાના ભાઇ યશવંતભાઇ જસાણીની 20 એપ્રિલના તબિયત લથડતા તેમનો જીવ બચાવવા પરિવારે તમામ પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેઓ તેમને પણ બચાવી શક્યા ન હતા અને 3 મેના રોજ 45 વર્ષની ઉંમરે કોરોના સામે જંગ હારી ગયા હતા. આમ 20 દિવસના ટૂંકા સમયમાં પરિવારે આધારસ્તંભ સમાન 3 પુરુષ ગુમાવતા સમગ્ર પરિવાર શોકમય થઇ ગયો છે અને આજે પણ એમની આંખના આંસુ સુકાયા નથી.

પન્નાલાલ ફ્રૂટવાળાનું રાજકોટમાં જાણિતું નામ છે.
પન્નાલાલ ફ્રૂટવાળાનું રાજકોટમાં જાણિતું નામ છે.

રાજકોટમાં મોટાભાગના લોકો આ પેઢી પરથી ફ્રૂટ ખરીદે છે
પન્નાલાલ ફ્રૂટવાળા રાજકોટનું એક જાણિતું નામ જે લોક મોખેરે રહેતું હોય છે. તેઓ રાજકોટના ન્યૂ જાગનાથ અને વિરાણી ચોક ખાતે પેઢી ધરાવે છે જે છેલ્લા 40 વર્ષથી કાર્યરત છે. રાજકોટમાં મોટાભાગના લોકો આ પેઢી પરથી ફ્રૂટ ખરીદે છે. જેના કારણે પેઢીના ત્રણેય ભાઇને લોકો ઓળખે છે. દુઃખદ સમાચાર સાંભળી લોકોના મનમાં પણ દુઃખની લાગણી પ્રસરી ઉઠી છે. વળી એવું પણ થતું કે જરૂરિયાતમંદ લોકોને તેઓ નિઃશુલ્ક ફ્રૂટ આપી સેવા પણ કરતા. કોરોનાના અનેક દર્દીઓના સ્વજનો તેમના પેઢીના ફ્રૂટ આરોગી સાજા થયા હશે. પણ કોને ખબર હતી કે દર્દી સુધી ફ્રૂટ પોંહચાડનાર આ દુનિયાને અલવિદા કહી દેશે.

પરિવારના ત્રણ મોભી એકસાથે જતા રહેતા લોકોને પણ આઘાત લાગ્યો.
પરિવારના ત્રણ મોભી એકસાથે જતા રહેતા લોકોને પણ આઘાત લાગ્યો.

પન્નાલાલ ફ્રૂટવાળાને લેન્ડમાર્ક તરીકે પ્રસ્થાપિત કરી દીધું
પન્નાલાલ પેઢી શાયદ જ કોઈ હશે જેને નહીં ખબર હોય. ન્યૂ જાગનાથ વિસ્તારના લોકો તેમના પન્નાલાલ ફ્રૂટવાળાને લેન્ડમાર્ક તરીકે પ્રસ્થાપિત કરી દીધું છે. ત્યારે પન્નાલાલ ફ્રૂટવાળા પરિવારના ત્રણ લોકોનું અવસાન થતા કુટુંબની સાથે વિસ્તારના વેપારીઓ અને ગ્રાહકોમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...