કૌભાંડની શંકા:મંત્રીના સંબંધીને ગેરબંધારણીય રીતે પ્રમોશન આપ્યાનો આક્ષેપ, જેતપુર PGVCLના કાર્યપાલક ઈજનેરે PMO અને CMOમાં લેખિત રજૂઆત કરી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 10 જેટલા સિનિયર ઇજનેરોને યોગ્યતા ધરાવતા હોવા છતાં ઇન્ટરવ્યુ આપવામાંથી બાકાત રખાયા હતા

રાજ્યના જાણીતા મંત્રીના સંબંધી આર.સી.પટેલને PGVCLના MD દ્વારા પ્રમોશન આપી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ખુદ PGVCLના કાર્યપાલક ઈજનેર દ્વારા કરવામાં આવ્યો છે. આ માટે યોગ્ય કાર્યવાહી કરવા રાજકોટ જિલ્લાના જેતપુર એલ.એમ.યુ. PGVCLના કાર્યપાલક ઇજનેર દ્વારા PMO અને CMOમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે.

PMO અને CMOમાં લેખિત રજૂઆત કરવામાં આવી
તાજેતરમાં PGVCLમાં ગેરવહીવટી અને ગેરબંધારણીય રીતે પ્રમોશન આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ ખુદ PGVCLના કાર્યપાલક ઇજનેર દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં PMO અને CMO ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં કરેલી રજૂઆત મુજબ ગત તારીખ 24 માર્ચ 2021ના રોજ અધીક્ષક ઈજનેર તરીકેના પ્રમોશન અન્વયે રખાયેલા ઇન્ટરવ્યુ વખતે જેતપુરના કાર્યપાલક ઇજનેર સહિત 10 જેટલા સિનિયર ઇજનેરોને યોગ્યતા ધરાવતા હોવા છતાં ઇન્ટરવ્યુ આપવામાંથી બાકાત રખાયા હતા.

15 મે 2021ના રોજ ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યો હતો
પરંતુ ત્વરિત એજીવીકેએસ અને જીબિયા યુનિયાનો દ્વારા સામૂહિક રજૂઆતો થવાથી ઉપરોક્ત તારીખે ઇન્ટરવ્યુ કેન્સલ કરાવામાં આવ્યો હતો,. આથી ફરીથી 28 એપ્રિલ 2021ના રોજ રખાયેલા ઇન્ટરવ્યુમાં અગાઉ બાકાત કરાયેલા બધા જ ઇજનેરોનો સમાવેશ કરાતાં મંત્રીના સંબંધી ઈજનેરનો ઇન્ટરવ્યુમાં સમાવેશ થયો નહોતો, જેને કારણે 28 એપ્રિલના રોજ રખાયેલા ઇન્ટરવ્યુને પણ કેન્સલ કરવાની ફરજ પડી હતી અને ફરીથી તેનો સમાવેશ કરી 15 મે 2021ના રોજ ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યો હતો, જે કંપનીના રેકોર્ડ પર છે.

પત્ર લખનાર કાર્યપાલક ઇજનેર.
પત્ર લખનાર કાર્યપાલક ઇજનેર.

પૂર્વ આયોજિત રીતે નામો નક્કી જ થયાં હતાં
વધુમાં, તેમણે ઉલ્લેખ કરતાં લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે 25 માર્ચ 2021ના રોજ રખાયેલા ઇન્ટરવ્યુમાં બાકાત કરાયેલા બધા જ ઇજનેરો અધીક્ષક ઇજનેરના પ્રમોશન માટે લાયકાત ધરાવતા હતા, એટલે કે 25 માર્ચ 2021 પહેલાં જ અધીક્ષક ઇજનેરોના પ્રમોશન અન્વયે પૂર્વ આયોજિત રીતે નામો નક્કી જ થયાં હતાં અને જે બાબતે ત્યારે જ પીજીવીસીએલમાં જગ જાહેર થઈ ગયું હતું.

અન્ય ઇજનેરો સાથે અન્યાય થયો
મંત્રીના સંબંધીને યેન કેન પ્રકારેણ ગેરવહીવટ અને ગેરબંધારણીય રૂપે પ્રમોશન અપાયું હોય તેવો આક્ષેપ કરી ઘણા સમૂહમાં ઇજનેરો સાથે અન્યાય થયો હોવાનું જણાવ્યું હતું અને ન્યાયની વિરુદ્ધ થયેલા પ્રમોશનના ઓર્ડરો રદ કરી ન્યાયિક કાર્યવાહીઓ હાથ ધરવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...