કોરોનાનું ગ્રહણ:કોરોના મહામારીમાં રાજકોટમાં હનુમાન જયંતીની સાદગીપૂર્વક ઉજવણી, બાલાજી હનુમાન મંદિરે હવન અને પ્રસાદીનો કાર્યક્રમ રદ

રાજકોટએક વર્ષ પહેલા
રાજકોટના બાલાજી હનુમાન મંદિર�
  • ઓક્સિજનની ઘટ ન થાય તેવી પ્રાર્થના ભક્તો દ્વારા કરવામાં આવી

રાજકોટમાં બાલાજી હનુમાન મંદિરે આજે હનુમાન જયંતીની ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી હતી. પવન પુત્ર હનુમાનજીને ઓક્સિજનની ઘટ ન થાય તેવી પ્રાર્થના ભક્તો દ્વારા કરવામાં આવી હતી. ઓક્સિજનના કારણે દેશમાં કોરોના દર્દીઓના મોત થયા છે તેના લીધે પવન પુત્રને પ્રાર્થના કરવામાં આવી હતી. બાલાજી મંદિરના હવન અને ભોજન પ્રસાદના કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે અને માસ્ક પહેરીને ભાવિકો દર્શને આવ્યા હતા.

હનુમાનજી આપ હવામાં ફેલાયેલા વાયરસનો નાશ કરો-પુજારી
બાલાજી હનુમાન મંદિરના પુજારીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં આજના દિવસે જ નહીં પણ સામાન્ય દિવસોમાં પણ હજારો ભાવિકોથી મંદિર ઉભરાય છે. માત્ર દર્શન જ રાખવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી ભાવિકો દર્શને આવી રહ્યાં છે. હનુમાનજી આપ તો પવનપુત્ર છો. તમે હવામાં ફેલાયેલા વાયરસનો નાશ કરો. આજે કોરોનાના દર્દી ઓક્સિજન માટે વલખા મારે છે તો આપ હવામાં ઓક્સિજન પુરો પાડો એવી પ્રાર્થના કરીએ છીએ.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઉજવણી
આજે હનુમાન જયંતી હોવાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના હનુમાનજી મંદિર ખાતે સાદગીપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ ભાવિકો દ્વારા હનુમાનચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યાં છે. મોટાભાગના મંદિરોએ પ્રસાદના કાર્યક્રમો રદ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...