તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફળની રાણી ‘કેસર’ કેરીનું આગમન:ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરીના 1500 બોક્સની હરાજી, 1 બોક્સના 800થી 1400 રૂપિયા ભાવ બોલાયો

રાજકોટ9 દિવસ પહેલા
ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન.
  • કંટાળા, જસાધાર, ઉના, તાલાલા સહિતના પંથકમાંથી કેસર કેરીની આવક થઇ રહી છે

સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ શાકભાજી અને ફ્રૂટ માર્કેટ યાર્ડમાં છેલ્લા બે ત્રણ દિવસથી મીઠી મધુર અને ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થઇ રહ્યું છે. આ વર્ષે બજારમાં કેસર કેરીનું આઠથી દસ દિવસ વહેલુ આગમન થયું છે. યાર્ડમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેરીના 1200થી 1500 બોક્સની આવક થઇ છે. આ સાથે જ કેરીની હરાજીમાં 10 કિલો કેસર કેરીના બોક્સના ભાવ રૂપિયા 800થી લઈને 1400 સુધીના ભાવ બોલાયા હતા.

કેરીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ઉત્સાહ
કેસર કેરીની સિઝનની શરૂઆતથી જ સ્વાદ પ્રેમીઓ માટે કેરીની સારી આવક જોવા મળી છે. હાલમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં કંટાળા, જસાધાર, ઉના, તાલાલા સહિતના પંથકમાંથી કેસર કેરીની આવક થઇ રહી મળી છે. ખેડૂતો અને વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે કેસર કેરીની સિઝન વહેલી શરૂ થવાની સાથે લાંબી ચાલે તેમ છે. બીજી તરફ સિઝનના પ્રારંભની સાથે કેસર કેરી પકવતા ખેડૂતોને કેરીના સારા એવા ભાવ મળી રહ્યાં છે.

કેસર કેરીની આવક થતા જ સ્વાદપ્રેમીઓ ઉમટી પડ્યા.
કેસર કેરીની આવક થતા જ સ્વાદપ્રેમીઓ ઉમટી પડ્યા.

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું ધીમી ગતિએ આગમન
ઉનાળાની ગરમી વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં ભલે ધીમી ગતિએ કેસર કેરીનું આગમન થવા પામ્યું છે. તેમ છતાં સ્વાદ પ્રેમીઓ માટે કેસર કેરીની સિઝન કેટલી લાંબી ચાલશે અને ફળોની રાણી કેવો અને કેટલો સમય સુધી સ્વાદ પીરસશે એ તો આગામી દિવસો જ બતાવશે.

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીની હરાજી થઇ.
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીની હરાજી થઇ.

કેરીનો પાક આ વર્ષે સારો- વેપારી
વેપારી સુનિલભાઇ કાછડિયાએ જણાવ્યું હતું કે, આજે કેરીની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થઇ ગયું છે. આજે એક બોક્સનો ભાવ 800થી 1400 રૂપિયા બોલાયો હતો. કેરીનો પાક આ વર્ષે સારો હોવાથી ખેડૂતોને પણ ભાવ સારો મળશે. કેરી આવક જેમ જેમ વધશે તેમ તેમ ભાવ પણ સારો રહેશે. આવક સારી હોવાથી ખેડૂતોને યાર્ડમાં સુવિધા પુરી મળશે.

એક બોક્સના 800થી 1400 રૂપિયા ભાવ બોલાયો.
એક બોક્સના 800થી 1400 રૂપિયા ભાવ બોલાયો.

(દેવાંગ ભોજાણી-હિમાંશુ પુરોહિત, ગોંડલ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો