તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રરક્ષક દંપતી:રાજકોટનું તબીબ દંપતી 13-13 કલાક સતત કોવિડ દર્દીઓની વચ્ચે રહી જીવના જોખમે સારવાર કરે છે, ક્યારેક તો જમવાનો સમય રહેતો નથી

રાજકોટ5 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • કૉપી લિંક
  • દર્દીની સારવાર કરતા નહીં, પરંતુ એક-બે પોઝિટિવ આવેલા મિત્રોના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયો હતો: ડો. ભંડેરી

કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને આ બીજી લહેર ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. પ્રથમ લહેરની તુલનામાં બીજી લહેર 5 ગણી ગંભીર હોવાનું તબીબો માની રહ્યા છે. આ બીજી લહેર દરમિયાન તબીબોને પણ માનસિક થાકનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે. સતત 13-13 કલાકો સુધી તબીબો કોવિડ દર્દીઓની સારવારમાં વ્યસ્ત રહે છે અને કોઈપણ સંજોગોમાં દર્દીઓના જીવ બચાવવા મહેનત કરી રહ્યા છે. જોકે સરકાર દ્વારા કરવામાં આવેલા ચેન બ્રેક માટે મીનિ લોકડાઉન વહેલું કરવાની જરૂર હોવાનું તબીબો માની રહ્યા છે. આજે યોગ્ય સમયસર સારવાર ન મળવાથી દર્દીઓનાં મોત થઇ રહ્યાં છે. ત્યારે રાજકોટનું એક તબીબ દંપતી 13-13 કલાક કોવિડ દર્દીઓની વચ્ચે રહી જીવના જોખમે સારવાર કરી રહ્યું છે. ક્યારેક તો બપોરે કે સાંજે જમવાનો પણ સમય રહેતો નથી.

ડો.મિલન ભંડેરી ખાનગી હોસ્પિટલમાં MD તરીકે ફરજ બજાવે છે
ડો. મિલન ભંડેરી અને તેમનાં પત્ની બન્ને ડોક્ટર છે. તેઓ ખાનગી હોસ્પિટલમાં MD ડોક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે, જ્યારે તેમનાં પત્ની ડો. મેઘા ગેવરિયા સિવિલ હોસ્પિટલ ખાતે લેબમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી રહ્યાં છે. તેમના ઘરમાં એકપણ વ્યક્તિને કોરોના નથી થયો, પરંતુ તેમની એક ભૂલને કારણે ડો.મિલન ભંડેરીને કોરોના થોડા સમય પહેલાં થયો હતો. તેમણે જણાવ્યું હતું કે દર્દીની સારવાર કરતા નહિ, પરંતુ તેઓ તેમના મિત્રો સાથે બેઠા હતા એ સમયે માસ્ક પહેર્યું ન હતું અને તેમને સંક્રમણ લાગ્યું હતું. બાદમાં માઇલ્ડ સિમ્પ્ટોમ્સથી કોરોના થયો હતો, જોકે સમય સૂચકતા દાખવી તરત આઇસોલેટ થઇ જતાં તેઓ 10 દિવસમાં સ્વસ્થ થઇ ગયા હતા.

ડો. મિલન કોઠારી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે.
ડો. મિલન કોઠારી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે.

છેલ્લા 1 વર્ષથી તેઓ કોરોના દર્દીઓને સારવાર આપી રહ્યા છે
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. મિલન ભંડેરી સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે આમ તો સતત છેલ્લા 1 વર્ષથી તેઓ કોરોના દર્દીઓને સારવાર આપી રહ્યા છે, પરંતુ ખાસ આ બીજી ઘાતક લહેરમાં તેઓ છેલ્લા 1 મહિનાથી સતત 13-13 કલાક સુધી OPDમાં સમય આપી કોવિડ દર્દીઓને સારવાર આપી રહ્યા છે. દિવસ દરમિયાન 100 જેટલા દર્દીને OPDમાં સારવાર આપે, જે પૈકી 95 દર્દી કોરોના પોઝિટિવ હોય છે. સવારથી રાત સુધી સતત 13 કલાકથી વધુ સમય OPDમાં કોવિડ દર્દીને તપાસે છે, જેમાં વચ્ચે માત્ર જમવા માટે થોડો સમય મળતો હોય છે, ક્યારેક તો આ સમય પણ નથી મળી રહ્યો.

પત્ની ડો. મેઘા સિવિલમાં ફરજ બજાવે છે.
પત્ની ડો. મેઘા સિવિલમાં ફરજ બજાવે છે.

દંપતીને કરવામાં આવેલા સવાલો
સવાલ:
હાલની પરિસ્થિતિ કેવી છે ? અને આ પરિસ્થિતિ પાછળ જવાબદાર કોણ ?

જવાબ: હાલની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, જેની સામે બચવા અને લડવા માટે એકમાત્ર ઉપાય છે તકેદારી અને સાવચેતી. લોકો હજુ પણ બેદરકાર રાખે છે, પૂરતી સાવચેતી નથી દાખવી રહ્યા, જેના કારણે સંક્રમણ વધી રહ્યું છે. આ ઘાતક લહેર પાછળ જવાબદાર કોઇ હોય તો તે માણસ પોતે જ છે, કારણ કે લોકોએ કોવિડ પ્રથમ લહેર થોડી ઓછી થતાંની સાથે તકેદારી અને સાવચેતી રાખવાની છોડી દીધી હતી અને બેદરકાર થઇ ગયા હતા, જેને કારણે આ બીજી લહેર ઘાતક બની છે. એમાં યુવાનો એટલે કે 25થી 50 વર્ષના લોકો સંક્રમણ વધુ થઇ રહ્યા છે.

સવાલ: શું તકેદારી તમે રાખી રહ્યા છો અને લોકોએ શું રાખવી જોઇએ?

જવાબ: બીજી લહેરમાં એક વાત ચોક્કસ સામે આવી રહી છે કે કોઇ વસ્તુને સ્પર્શ કરવાથી નહીં, પરંતુ જાહેરમાં થૂંકવાથી અને જાહેરમાં ઉધરસ કે છીંક ખાવાથી આ વાયરસ વધુ આગળ ફેલાય રહ્યો છે. આજે એવા ઘણા તબીબો છે કે જે કોવિડ દર્દીઓની સારવાર કરી રહ્યા છે, પરંતુ તેમને કોરોના નથી થયો. જાહેરમાં માસ્ક સતત પહેરી રાખવાથી કોરોના થવાના ચાન્સ નહિવત છે. હું મારા ચહેરા પરથી માસ્ક ઉતારતુો નથી, જ્યારે મારી આસપાસ કોઇ હોય તો.

ડો.મિલન ભંડેરી કોરોના સંક્રમિત થયા હતા.
ડો.મિલન ભંડેરી કોરોના સંક્રમિત થયા હતા.

સવાલ: કોરોનાવાયરસ આવ્યો ત્યારથી પરિવારમાં કેવો માહોલ.? પરિવારજનોને આપને કોઇ ડર હતો?

જવાબ: છેલ્લા એક વર્ષથી કોરોના ચાલી રહ્યો છે. શરૂઆતના સમય એટલે કે માર્ચ 2020માં મને અને પરિવારજનોને ડર હતો. પરિવારજનોમાં બીક હતી કે કેમ કરીશું, કેવી રીતે કરીશું એ ચિંતા હતી, પરંતુ એક મહિના બાદ સ્થિતિ માલૂમ થતાં પ્રિકોશન સાથે દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. હાલ કોરોનાનો ડર નથી, 1 ટકા ડર પણ તેમને નથી લાગતો, કારણ કે તેઓ પૂરતી સાવચેતી રાખી દર્દીઓને સારવાર આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...