તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંગીત થેરપી:રાજકોટની સમરસ હોસ્ટેલમાં કાઉન્સિલર ટીમની અનોખી સેવા, ભજન, કીર્તન અને ગરબાના તાલે દર્દીઓને રોગ ભૂલાવવા પ્રયાસ

રાજકોટ2 મહિનો પહેલા
સમરસ હોસ્ટેલમાં સારવારની સાથોસાથ સંગીત પીરસાય છે.
  • દર્દીઓ માનસિક તણાવ ન અનુભવે તે માટે ખાસ કાઉન્સિલર ટીમ મૂકવામાં આવી

રાજકોટની સમરસ હોસ્ટેલમાં હાલ કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં હાલ દર્દીઓને ઓક્સિજન સાથે સારવાર તો આપવામાં આવી રહી છે. પરંતુ આ સાથે મોટી ઉંમરના દર્દીઓ રોગને ભૂલી અને ભજન કીર્તનમાં વ્યસ્ત રહે તે માટે કાઉન્સિલરની ટીમ અનોખી સેવા કરી રહી છે. જેમાં કાઉન્સિલર ઘરના સભ્ય જેવું વર્તન કરી દર્દીને રોગ ભૂલાવી પ્રેમ અને હૂંફભર્યુ વર્તન કરતા વીડિયો હાલ સામે આવ્યા છે. ભજન, કીર્તન અને ગરબાના તાલે દર્દીઓ ઝુમી ઉઠે છે.

સમરસ હોસ્ટેલની સરાહનીય કામગીરી સામે આવી
રાજકોટની સમરસ હોસ્ટેલમાં હાલ કોવિડ સેન્ટર ચાલી રહ્યું છે. અહીં દર્દીઓને ઓક્સિજન સહિતની તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે. હાલ કોરોનાની બીજી લહેર એટલી ઘાતક છે કે જેમાં કોરોના પોઝિટિવ હોવાનું સાંભળતા જ કેટલાક દર્દીના હૃદયના ધબકારા વધી જાય છે. જોકે આ બધા વચ્ચે સમરસ હોસ્ટેલની સરાહનીય કામગીરી સામે આવી છે. રાજકોટ સમરસ હોસ્ટેલમાં દાખલ કોરોના પોઝિટિવ દર્દીની તબીબો તો સારવાર આપી જ રહ્યા છે. પરંતુ સાથેસાથે દર્દીઓ માનસિક તણાવ ન અનુભવે તે માટે ખાસ કાઉન્સિલર ટીમ મૂકવામાં આવી છે. આ ટીમ દર્દીઓનું કાઉન્સિલિંગ કરે છે.

કાઉન્સિલર ટીમ પોઝિટિવ દર્દીઓને ભજન-કીર્તનમાં મગ્ન રાખે છે.
કાઉન્સિલર ટીમ પોઝિટિવ દર્દીઓને ભજન-કીર્તનમાં મગ્ન રાખે છે.

કાઉન્સિલર ટીમના ઉત્સાહને જોઇ દર્દી રોગ ભૂલી જાય છે
જે રીતે વીડિયો સામે આવ્યા છે તેમાં કાઉન્સિલર ટીમ દ્વારા દર્દી સાથે ખૂબ પ્રેમાળ અને હૂંફાળી અને લાગણીસભર વાતચીત કરવામાં આવે છે. તેમજ તેમના પરિવારજનો સાથે પણ એક પોઝિટિવ ઊર્જાસભર વાતચીત વીડિયો કોલ માધ્યમથી કરાવી આપે છે. આ સમયે કાઉન્સિલર એક રૂમમાં વૃદ્ધ દર્દીઓ પાસે ભજન કીર્તન કરતા અને ગરબે ઘૂમતા વીડિયો સામે આવ્યા છે. જેમાં કાઉન્સિલર ટીમના ઉત્સાહને જોઇ દર્દી રોગ ભૂલી અને ભજન અને કીર્તનમાં મગ્ન થઇ જાય છે.

પરિવારજનો સાથે વીડિયો કોલથી વાત કરાવે છે.
પરિવારજનો સાથે વીડિયો કોલથી વાત કરાવે છે.
દર્દીઓ પણ કાઉન્સિલર ટીમ સાથે તાલ મિલાવી ભજનમાં મગ્ન રહે છે.
દર્દીઓ પણ કાઉન્સિલર ટીમ સાથે તાલ મિલાવી ભજનમાં મગ્ન રહે છે.
અન્ય સમાચારો પણ છે...