તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:સતત બીજા દિવસે પણ કોરોના મૃત્યુઆંકમાં ઘટાડો, 24 કલાકમાં 3 દર્દીના મોત,આજે નવા 82 કેસ નોંધાયા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • રાજકોટ શહેરમાં કુલ કેસની સંખ્યા 41987 પર પહોંચી

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને 150 નીચે આવી ગઇ છે. આજે નવા 82 કેસ નોંધાયા છે. શહેરમાં ગઇકાલે રવિવારે 114 કેસ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્યમાં 51 કેસ મળી કુલ 165 કેસ નોંધાયા હતા. શહેરમાં કુલ કેસની સંખ્યા 41987 પર પહોંચી છે અને ગ્રામ્યમાં કુલ કેસની સંખ્યા 14485 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 537 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં સતત બીજા દિવસે પણ કોરોના મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. 24 કલાકમાં 3 દર્દીના મોત નીપજ્યા છે.રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 8844 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1282 સહિત કુલ 10126 નાગરિકોએ રસી લીધી હતી

104 હેલ્પલાઇન નંબર પર ગઇકાલે માત્ર 11 લોકોનો ફોન આવ્યો
રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસના ઘટાડાની સાથોસાથ મોતી સંખ્યામાં ઘટાડો થયો છે. ગઇકાલે 3 દર્દીના મોત થયા હતા. આથી કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં 542 સર્વેલન્સની ટીમે 36966 લોકોનો સર્વે કરતા માત્ર 99 લોકોમાં જ લક્ષણો જોવા મળ્યા હતા. કોરોના ટેસ્ટિંગ માટે શરૂ કરવામાં આવેલી 104 હેલ્પલાઇનમાં રાજકોટ શહેરમાં 11 લોકોના ફોન આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાંથી એક વ્યક્તિએ ફોન કર્યો નથી.

રવિવારે શહેરમાં 18123 લોકોને વેક્સિન અપાઇ
રાજકોટમાં રવિવારે 18123 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં 18થી 45 વર્ષના 17287 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જ્યારે 45થી વધુ ઉંમરના 826 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.