રાજકોટ એઇમ્સનું A TO Z:માત્ર 10 રૂપિયામાં દર્દીની તપાસ થઇ જશે,એક દિવસના બેડનું ભાડું રૂ.35 પ્રતિદિન રહેશે, ઓક્ટોબર 2023 સુધીમાં સંપૂર્ણ પ્રોજેક્ટ તૈયાર

રાજકોટ15 દિવસ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
 • ગળા, ગર્ભાશય અને ફેફસાંના કેન્સરમાં વપરાતા Carboplatinનો ભાવ રૂ. 1316.25
 • હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજમાં MBBS માટે 100 બેઠક ફાળવવામાં આવી
 • 50 કિમીની ત્રિજ્યામાં રિયલ એસ્ટેટ, હોટેલ, રેસ્ટોરાં અને અન્ય ક્ષેત્રમાં તેજી આવશે

ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલ રાજકોટના ખંઢેરી પાસે 200 એકર જમીનમાં 1200 કરોડના ખર્ચે આકાર લઈ રહી છે. હાલ સંપૂર્ણપણે હોસ્પિટલનું બિલ્ડીંગ તૈયાર થયું નથી પરંતુ 31 ડિસેમ્બરથી પૂજા વિધિ સાથે 12 વિભાગની OPD શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ એઈમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર સી.ડી.એસ. કટોચે જણાવ્યું હતું કે, પ્રથમ ફેઝમાં એઈમ્સનાં બિલ્ડિંગનું 40 ટકા પૂર્ણ થયું છે. જૂન 2022થી હોસ્પિટલ સંપૂર્ણપણે ધમધમવા લાગશે, તેમજ ઓક્ટોબર 2023 સુધીમાં સંપૂર્ણ પ્રોજેક્ટ તૈયાર થઈ જશે તેવી શક્યતા છે. હાલ દરરોજ સવારે 9 વાગ્યાથી 2 વાગ્યા સુધી ઓપીડી શરૂ કરવામાં આવી છે.

40-40 જુનિયર અને સિનિયર રેસિડન્ટ્સ ડોક્ટરો સાથે ઓપીડી શરૂ
31 ડિસેમ્બરથી આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ ઉદઘાટનનો આગ્રહ ટાળીને સાદાઈથી ઓપીડી શરુ કરી દેવામાં આવી છે, જેમાં જનરલ મેડિસિન, ગાયનેક, સર્જરી, આઈ, ઈએનટી, પીડિયાટ્રિક, ડેન્ટલ, ઓર્થોપેડિક અને પલ્મનરી ડિસીઝની સારવારનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સિસ્ટમ મુજબનાં ચાર્જીસ રાખવામાં આવ્યા છે અને ભવિષ્યમાં ઈન્ડોર ડિપાર્ટમેન્ટ્સ શરુ થઈ જાય પછી આયુષ્યમાન ભારત યોજના ઉપરાંત મેડિક્લેઈમ હેઠળ કેશલેસ ટ્રીટમેન્ટ પણ મળતી થઈ જશે. 40-40 જુનિયર અને સિનિયર રેસિડન્ટ્સ ડોક્ટર અને 60 નર્સના સ્ટાફ સાથે હોસ્પિટલ ધમધમતી થશે. હાલ 17 નોન એકેટેમિક રેસિડેન્ટ ડોક્ટરો સાથે ઓપીડી શરૂ થઈ ગઈ છે.

જૈન બસેરા બિલ્ડિંગમાં ઓપીડી શરૂ કરવામાં આવી
દિલ્હી એઈમ્સ મારફત કોરોનાકાળને લઈને વેર-વિખેર થઈ ગયા બાદ હવે હાલ તુરંત તો એઈમ્સનાં ડઝનેક બિલ્ડિંગો પૈકી જૈન બસેરા બિલ્ડિંગનો કબ્જો વહેલી તકે સંભાળીને તેમાં 31 ડિસેમ્બરથી ઓપીડી શરુ કરાવી દીધી છે. જ્યારે આગામી સમયમાં અહીં ચેસ્ટ સ્પેશ્યાલિટી માટેનું સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાની નેમ ભવિષ્યમાં રિસર્ચ પર મુખ્ય ફોકસ, એ પછી યુજી અને પીજી ડોક્ટર્સ તૈયાર કરવા અને પેશન્ટ્સ કેર એ પ્રમાણેની એઈમ્સની પ્રાયોરિટી રહેતી હોય છે. પરંતુ દર્દીઓ ઓપીડી શરુ કરવા પૂરતા ઈન્સ્ટ્રુમેન્ટ્સ પૈકી કેટલાંક સાધનો આવી ગયા છે અને બાકીનાંની ડિલિવરી કરવામાં આવી છે.

આગામી સમયમાં નર્સિંગ કોલેજ શરૂ કરવામાં આવશે
આવનારા સમયમાં અહીં જ નર્સિંગ કોલેજ શરુ કરી દેવામાં આવશે, ઉપરાંત ડેન્ટલ કોલેજ, આયુષ અને પેરા મેડિકલ કોલેજ પણ તબક્કાવાર શરુ કરાશે. ઓપીડી પછીનાં નિદાન-ડિપાર્ટમેન્ટ્સ શરુ થાય ત્યારબાદ સુપર પણ વન સ્ટોપ સોલ્યુશન માટે ભવિષ્યમાં સ્પેશિયાલિટી તરફ અને પછીથી સેન્ટર જરુરત સગવડ મુજબ અને ઓફ એક્સલન્સ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. એઈમ્સનાં ડાયરેક્ટર કટોચે જણાવ્યું હતું કે, રાજકોટમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન પણ શરુ કરાશે. ક્ષારવાળાં પાણીને લઈને સૌરાષ્ટ્રમાં જેનું પ્રમાણ સવિશેષ છે એવા કિડનીનાં રોગોની સારવાર માટે એઈમ્સમાં પણ વિશેષ સગવડો રાખવાની ફરજ પડે તેમ છે. સરકારી અને ટ્રસ્ટની હોસ્પિટલોમાં ડાયાલિસીસની સુવિધા સૌરાષ્ટ્રમાં મર્યાદિત છે એવામાં એઈમ્સ ખાતે ભવિષ્યમાં ડાયાલિસીસ પણ થઈ શકશે.

ડેન્ટલ, આયુષ, નર્સિંગ, પેરામેડિકલ કોર્સીસની કોલેજો પણ ખૂલશે
ચેસ્ટ સ્પેશિયાલિટીમાં સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપીને સિટી સ્કેનથી માંડીને એન્ડોસ્કોપી, બ્રોન્કોસ્કોપી સહિત તમામ સારવાર અહીં એક જ સ્થળે તબક્કે મલ્ટી સ્પેશ્યાલિટી ઈન્ડોર ઉપલબ્ધ બનાવાશે. અન્ય સ્પેશ્યાલિટીમાં આયોજન પણ ઘડાશે. આવનારા સમયમાં રાજકોટમાંથી દેશને શ્રેષ્ઠ ડોક્ટરો મળી રહે એ માટે એઈમ્સમાં ફેકલ્ટીઝને ગ્રુપ કરવા, દેશભરની એઈમ્સમાંથી ખ્યાતનામ ડોક્ટરોને અહીં વિઝિટીંગ લેક્ચરર તરીકે બોલાવવા, રીસર્ચ વધારવું વગેરે ICMR, IIM, IIT સાથે MOU કરવાની પણ તૈયારી કરવામાં આવી છે. ડેન્ટલ, આયુષ, નર્સિંગ, પેરામેડિકલ કોર્સીસની કોલેજો પણ ખુલશે.

ઓપરેશન હાલના સમયે શરૂ નહીં થઇ શકે
તબીબો પૂરતા ફર્નિચર સાથે કામ કરવા તૈયાર થયા છે. હવે આવતીકાલે એઈમ્સના ડાયરેક્ટર શ્રમદીપસિંહા અને કોચ દ્વારા એઈમ્સની ઓપીડી ખુલ્લી મૂકશે અને ત્યાર બાદ દર્દીઓને તપાસી નિદાન કરી જરૂરી દવાઓ આપવામાં આવશે. જોકે ઓપરેશન હાલના સમયે શરૂ નહીં થઇ શકે પરંતુ ઓપરેશન થિયરેટર તૈયાર થયા બાદ જરૂરી ઓપરેશનો કરવામાં આવશે.

નોન-એકેડેમિક સિનિયર રેસિડન્ટ તબીબનું લિસ્ટ
1. ડો.ઋશાંગ દવે (પેથોલોજી વિભાગ)
2. ડો. ટ્વિન્કલ પરમાર (માઇક્રોબાયોલોજી વિભાગ)
3. ડો. રાહુલ ખોખર (સર્જરી વિભાગ)
4. ડો.રિદ્ધિ પરમાર (પેથોલોજી)
5. શિવા પેનતાપતિ (કોમ્યુનિટી એન્ડ ફેમિલી મેડિસન)
6. ડો.જય મોઢા (ડર્મેટોલોજી)
7. ડો. અનુરાગ મોદી (રેડિયોલીજી)
8. ડો.પાયલ વાઢેર (ઇએનટી)
9. ડો.મિલન દવે (એનેસ્થેસિયોલોજી)
10. ડો.મેઘાવી શર્મા (ઓબસ્ટેટ્રીક્સ એન્ડ ગાયનેકોલોજી)
11. ડો.અનેરી પારેખ (પલ્મોનરી મેડિસીન)
12. ડો.રાહુલ ખોખર (જનરલ સર્જરી)
13. ડો.ઉમંગ વડેરા (ઓર્થોપેડીક્સ)
14. ડો.કરણ વાછાણી (જનરલ મેડિસીન)
15. ડો.દેવહુતી ગોધાણી (પીડિયાટ્રીક્સ)
16. ડો. દિશા વસાવડા (સાઇકિયાટ્રિસ્ટ)
17. ડો. હિરલ કારિયા અને ડો.પ્રલ પૂજારી (ડેન્ટિસ્ટ)

રાજકોટ એઈમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર સી.ડી.એસ. કટોચ.
રાજકોટ એઈમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર સી.ડી.એસ. કટોચ.

માત્ર 10 રૂપિયામાં દર્દીઓની તપાસ કરાશે
રાજ્યના કોઇ પણ શ્રેષ્ઠી પછી તે મુખ્યમંત્રી હોય કે પછી સાંસદો અને ધારાસભ્યો તમામને તબીબી સારવારની જરૂર હશે તો બધા મુંબઇ અને દિલ્હી જવાના બદલે સીધા રાજકોટની એઈમ્સમાં આવશે. એવું નથી કે એઇમ્સને કારણે ગરીબ દર્દીઓને ફાયદો થશે જ. કારણ કે માત્ર 10 રૂપિયામાં તેમની તપાસ થઇ જશે અને પછી નિદાન માટે નિમ્ન શુલ્કમાં રિપોર્ટ કરાશે. આ ઉપરાંત જો દાખલ થવાની નોબત આવે તો માત્ર 375 રૂપિયામાં દસ દિવસ જનરલ વોર્ડ અને બે લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે. આ સિવાય અનેક સુવિધાઓ મળશે. ગરીબો માટે આશીર્વાદરૂપ એક દિવસના બેડનું ભાડું રૂ.35 પ્રતિદિન રહેશે.

BPL કાર્ડધારકો માટે સેવાઓ નિ:શુલ્ક
જે લોકો બીપીએલ કાર્ડ ધરાવે છે તેમને એઈમ્સમાં સારવાર, સર્જરી સાવ વિનામૂલ્યે કરાશે. આ કારણે અત્યારે બીપીએલ કાર્ડ લઇને સિવિલ હોસ્પિટલમાં હડધૂત થતા લોકોને સારી સારવાર મળી રહેશે.

બિલ્ડિંગનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.
બિલ્ડિંગનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

એઈમ્સની સાથે આવશે ‘અમૃત’, 13000 રૂપિયાના ઈન્જેક્શન માત્ર 800માં મળશે
કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા એફોર્ડેબલ મેડિસિન્સ એન્ડ રિલાયેબલ ઈમ્પ્લાન્ટ્સ ફોર ટ્રીટમેન્ટ કે જેને ટૂંકમાં અમ્રિત એટલે અમૃત નામ આપવામાં આવ્યું છે તે સ્કીમ લોન્ચ કરી હતી. આ યોજના હેઠળ એઈમ્સની સાથે જ નવું ફાર્મા સ્ટોર સ્થાપવામાં આવશે જ્યાં કેન્સર અને હૃદયના દર્દીઓ માટે ખાસ પ્રકારની દવાઓ મળશે. કેન્સરમાં કિમોથેરાપીમાં વપરાતી દવાઓ અને ઈન્જેક્શન કે જેનો ભાવ 13000 રૂપિયા હોય છે તે માત્ર 888માં મળશે આવી રીતે ઘણા બ્રાન્ડેડ ડ્રગ્સના ભાવમાં 50થી 93 ટકા સુધીનો ભાવ ઘટાડો રહેશે. આ ઉપરાંત ઈમ્પ્લાન્ટસ પણ સસ્તા ભાવે મળી રહે તેની વ્યવસ્થા સરકાર કરી રહી છે. રાજકોટમાં એઇમ્સ સ્થપાયા બાદ અમૃત સ્ટોર શરૂ થશે જેથી સારવાર બાદ થતા ખર્ચમાં પણ મોટો ઘટાડો આવશે.

ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવામાં આવશે
જે કોઇને એઇમ્સમાં તપાસ કરાવવાની થાય તો લાઈનમાં ઊભા રહેવાની કડાકૂટ નહીં રહે તેને બદલે ઓનલાઈન જ એપોઇન્ટમેન્ટ લઇ શકાશે અને તેમાં આપેલા સમયે પહોંચી જવાનું રહેશે. જો કોઇ દર્દી તે ન કરી શકે તો તેમની સહાય માટે એઈમ્સમાં ઘણા બધા કાઉન્સેલર રાખ્યા હોય છે જે ફાઈલ કાઢી આપે અને દાખલ પણ કરી આપે છે. દર્દીઓને તપાસવામાં વાર લાગે તેવા કિસ્સામાં લાઈનમાં ઊભા નહિ રહેવાનું પણ વેઇટિંગ લોન્જમાં સારી એવી બેઠક વ્યવસ્થા હશે.

એઈમ્સ હોસ્પિટલમાં મળનારી સુવિધાઓ અને સારવાર.
એઈમ્સ હોસ્પિટલમાં મળનારી સુવિધાઓ અને સારવાર.

એઈમ્સ વિશે તમે જે જાણવા માગો છે એ બધું જ અહીં

 • અમૃત સ્ટોરનું સંચાલન સરકારી કંપની HLL લાઈફ કેરના હાથમાં
 • માત્ર એઈમ્સ નહિ, કોઇ પણ હોસ્પિટલના દર્દીને દવા મળી શકશે
 • કેન્સરના 202 અને હૃદયરોગના 186 પ્રકારના ડ્રગ મળશે
 • Docetaxel કે જેનો ભાવ 13000 રૂપિયા છે અને કિમોથેરાપીમાં વપરાય છે તે 888.75 રૂપિયામાં મળશે
 • Carboplatin કે જેનો ભાવ 2561 છે અને ગળા, ગર્ભાશય અને ફેફસાના કેન્સરમાં વપરાય તેનો ભાવ 1316.25 રૂપિયા
 • હૃદયરોગ સંબંધી 148 ઈમ્પ્લાન્ટસ મળી રહેશે
 • રાજકોટ નજીક ખંઢેરી પાસે 200 એકર એઈમ્સ માટે જમીન ફાળવવામાં આવી, રૂ. 1200 કરોડના ખર્ચે 2023માં બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવશે.
 • હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજમાં એમબીબીએસ માટે 100 બેઠકો ફાળવવામાં આવી છે. આથી ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે તક વધશે.
 • એઈમ્સને લીધે સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને આરોગ્ય સેવાઓ માટે બહુ મોટો લાભ મળી શકશે.
 • એઈમ્સના કારણે હાર્ટ ડિસિઝ, કેન્સર, ન્યુરોસર્જરી જેવી મુશ્કેલ સારવાર હવે રાજકોટમાં ઉપલબ્ધ.
 • મેડિકલ ટુરિઝમને વેગ મળશે. આથી 50 કિલોમીટરની ત્રિજ્યામાં રિઅલ એસ્ટેટ, હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને અન્ય ક્ષેત્રમાં તેજી આવશે.
 • રોજગારીની નવી તકો ઊભી થશે.
31 ડિસેમ્બરે ઓપીડી પૂજાવિધિ કરી સાદાઈથી શરૂ કરવામાં આવી હતી.
31 ડિસેમ્બરે ઓપીડી પૂજાવિધિ કરી સાદાઈથી શરૂ કરવામાં આવી હતી.

સેલિબ્રિટી અને શ્રેષ્ઠીઓ માટે પ્રાઈવેટ વોર્ડની સુવિધા
કોઇ સેલિબ્રિટી, નેતાઓ કે શ્રેષ્ઠીઓ ધારે તો જનરલ વોર્ડમાં રહેવાને બદલે ખાસ પ્રાઈવેટ વોર્ડમાં દાખલ થઇ શકે છે. અહિં બે પ્રકારના રૂમ હોય છે જે તમામ સાધન સજ્જ હોય છે અને અત્યંત લક્ઝુરિયસ હોય છે છતાં તેનું ભાડું બેથી ત્રણ હજાર રૂપિયા પ્રતિદિન એટલે સાવ સામાન્ય ખાનગી હોસ્પિટલ જેટલું જ હોય છે.

કેવી રીતે એઈમ્સ પહોંચી શકાય
રાજકોટથી જામનગર રોડ પર 17 કિમી દૂર ખંઢેરી ગામ પાસે એઈમ્સ આવે છે, બસસ્ટેશનથી સીધી બસ અને રેલવે સ્ટેશનથી સીધી ટ્રેન ખંઢેરી રેલવે સ્ટેશન સુધી જાય છે. ખાનગી વાહન મારફતે માધાપર ચોકડીથી જામનગર હાઇવે જઇ શકાય છે

અન્ય સમાચારો પણ છે...