તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરમ કરો:ગોંડલના જનસેવા કેન્દ્રમાં ભાજપના નેતાઓનું જલ્સા કેન્દ્ર, શહેર ભાજપ પ્રમુખનો બર્થ ડે સોશિયલ ડિસ્ટન્સના ભંગ સાથે ઉજવ્યો

રાજકોટ9 દિવસ પહેલા
જન્મ દિવસની ઉજવણીમાં સરકારની ગાઈડલાઈન ભૂલાઇ.
  • શું પોલીસ આ ભાજપની જલ્સા પાર્ટીને દંડ આપશે? લોકોમાં સવાલ ઉઠ્યો

ગોંડલના જેલચોક વિસ્તારમાં આવેલું જનસેવા કેન્દ્ર ભાજપના નેતાઓ માટે જલ્સા કેન્દ્ર બની ગયું હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. ગોંડલ શહેર ભાજપ પ્રમુખ અને શહેર ભાજપ મંત્રીના જન્મદિવસની ઉજવણી જનસેવા કેન્દ્રમાં કેક કાપીને કરવામાં આવી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોની ઐતીતૈસી કરી નાખી હતી. તેમજ ભાજપના નેતાઓ માસ્ક વગર જોવા મળ્યા હતા.

સરકારની ગાઈડલાઇનનો ઉલાળિયો કર્યો
ગોંડલ નગરપાલિકાના જેલચોકના જનસેવા કેન્દ્રમાં શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધત્રા અને શહેર ભાજપ મંત્રી બીપીનભાઈ નિમાવતનો જન્મદિવસ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવવાની સાથે દબદબાભેર ઉજવાયો હતો. જેમાં શોકબકોર સાથે કેક કપાય હતી અને ગિફ્ટો આપવામાં આવી હતી. છેલ્લા બે મહિનામાં કોરોનાથી હજારથી પણ વધુ લોકોના મોત થયા છે અને ઘરે ઘરે શોકનું વાતાવરણ છે ત્યારે ભાજપના નેતાઓએ જન્મદિવસની ઉજવણી કરી કરી છે સરકારની ગાઈડલાઇનનો ઉલાળિયો કર્યો હતો.

જન્મદિવસની ઉજવણીમાં ભાજપના કાર્યકરો માસ્ક પહેરવાનું ભૂલી ગયા.
જન્મદિવસની ઉજવણીમાં ભાજપના કાર્યકરો માસ્ક પહેરવાનું ભૂલી ગયા.

વિકટ પરિસ્થિતિમાં નેતાઓ ગાયબ હતા
આ જલ્સા કેન્દ્રમાં જલ્સો કરતા પાલિકાના સદસ્યો અને ભાજપના હોદેદારો પણ હાજર રહ્યાં હતા. આવા જલસે જલસા કરનાર આગેવાનોને લોકો પૂછી રહ્યાં છે કે, કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ક્યાં ખોવાઈ ગયા હતા. માસ્ક ન પહેર્યા હોય એને પોલીસ હજાર-હજાર રૂપિયાના દંડ આપે છે. શું આ ભાજપની જલ્સા પાર્ટીને દંડ આપશે? તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે. કોરોના સમયે લોકો ઓક્સિજન અને બેડ માટે રઝળપાટ કરી રહ્યા હતા ત્યારે ભાજપના નેતાઓ બહાર નીકળ્યા નહોતા. હવે કોરોના હળવો થતા જ નેતાઓ દેખા આપી રહ્યા છે.

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ.
સોશિયલ ડિસ્ટન્સનો ભંગ.

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...