તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘હમ સાથ સાથ હૈ’:રાજકોટમાં 22 લોકોના પરિવારમાં 1થી 68 વર્ષના 15 સભ્ય એકસાથે સંક્રમિત, પરસ્પરની હૂંફ અને હકારાત્મકતાથી સાથે મળીને કોરોનાને હરાવ્યો

રાજકોટ12 દિવસ પહેલા
22 સભ્યોના પરિવારમાં 15 સભ્યો સંક્રમિત થતા હિમ્મત રાખી કોરોનાને હરાવ્યો.
  • 4 દર્દી તો ડાયાબિટીસ, અસ્થમા અને કેન્સરથી પણ પીડિત હતા
  • એક તબક્કે 3 BHKનું કોવિડ સેન્ટર પણ ભાડે લેવું પડ્યું હતું

રાજકોટના પ્રવીણ વૈદ્યના પરિવારના 15 સભ્ય એકસાથે સંક્રમિત થયા હતા. દર બીજા-ત્રીજા દિવસે એક પછી એક સભ્યના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. 22 વ્યક્તિના પરિવારમાં 15 સભ્ય સંક્રમિત બનતા ડરનો માહોલ હતો. 1 વર્ષના બાળકથી લઇ 68 વર્ષના વડીલ પણ સંક્રમિત બન્યા હતા. 15માંથી 4 દર્દી તો ડાયાબિટીસ, અસ્થમા અને કેન્સરથી પણ પીડિત હતા. એક તબક્કે 3 BHKનું કોવિડ સેન્ટર પણ ભાડે લેવું પડ્યું હતું. છતાં પરસ્પરની હૂંફ, હાકારાત્મક અભિગમથી બધા સાજા થઇ ગયા છે.

પોઝિટિવ વિચાર સાથે ઘરમાં જ સારવાર લેવાનું શરૂ કર્યુ
રાજકોટમાં જેમ્સ એન્ડ જ્વેલરીમાં મોટુ નામ ધરાવતા પ્રવીણભાઇ વૈદ્યનો 22 સભ્યનો પરિવાર છે. પરંતુ કોરોનાની બીજી લહેરમાં 15 સભ્ય ઝપટે ચડી ગયા હતા. પરંતુ પરિવારજનો હિમ્મત હાર્યા નહીં અને પોઝિટિવ વિચાર સાથે ઘરમાં જ સારવાર લેવાનું શરૂ કર્યુ હતું. એકમેકનો સાથ અને સહકાર આપીને તમામ સભ્યએ કોરોનાને હરાવ્યો અને ફરી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારનું મનોબળ તૂટ્યું નહીં અને કોરોના સામે જીત મેળવી.

અમૃતા વૈદ્ય અને તેમની એક વર્ષની પુત્રીને કોરોના થયો હતો.
અમૃતા વૈદ્ય અને તેમની એક વર્ષની પુત્રીને કોરોના થયો હતો.

અમે પહેલા તો ખૂબ જ ગભરાયાઃ ઘરની મહિલા
ઘરના સભ્ય અમૃતાબેન વૈદ્યએ જણાવ્યું હતું કે, પહેલા તો કોરોના એવી મહામારી છે કે, તમને શારીરિક, માનસિક અને આર્થિક રીતે તોડી નાખે છે. પરંતુ હા આ પરિસ્થિતિમાં તમારે ગભરાવાની બિલકૂલ જરૂર નથી. અમે પહેલા તો ખૂબ જ ગભરાયા. બાદમાં પોઝિટિવ રહેવાનું ચાલુ કર્યુ, પ્રોપર ગાઇડલાઇન, ડોક્ટરની સલાહ પ્રમાણે ચાલો તો તમને કંઇ જ નહીં થાય. માનસિક રીતે તમે મજબૂત રહેશો તો તમને કંઇ જ નહીં થાય.

કોરોના સામે જીત બાદ ઘરમાં ફરી ખુશીનો માહોલ.
કોરોના સામે જીત બાદ ઘરમાં ફરી ખુશીનો માહોલ.

પ્રોટીન અને ફાયબર મળે તેવી વસ્તુઓ ખાવીઃ અમૃતા
અમૃતા વૈદ્યએ વધુમાં જણાવ્યું હતું કે, આમાં ડાયેટ ખૂબ જ મહત્વનું છે. જેમાં પ્રોટીન અને ફાયબર મળે તેવી વસ્તુઓ ખાવી. કારણ કે પ્રોટીન અને ફાયબરથી તમારા ઇન્ટરનલ સેલ વધે છે અને કોરોનાને મ્હાત કરવામાં આસાની રહે છે. હું લોકોને એટલી જ અપીલ કરીશ કે તમારે ગભરાવાની જરૂર નથી. ચિંતા કરવાથી જ આ રોગ વધારે ગંભીર બનાવે છે. હું પોતે આમાંથી નીકળી છું. મારા અનુભવ પ્રમાણે તમે પ્રોપર આમા ડાયેટ આપો અને સાથે મેડિસીન આપો જે ડોક્ટર સજેસ્ટ કરે તે.

ચાર સભ્યને ડાયાબિટીસ, અસ્થમાં જેવી બિમારી છતાં કોરોનાને હરાવ્યો.
ચાર સભ્યને ડાયાબિટીસ, અસ્થમાં જેવી બિમારી છતાં કોરોનાને હરાવ્યો.

પ્રારંભિક તબક્કેથી જ આની ગંભીરતા નોંધી લીધી હતીઃ પ્રવીણભાઇ
પ્રવીણભાઇએ જણાવ્યું હતું કે, અમારો 22 વ્યક્તિનો પરિવાર છે. અમે પ્રારંભિક તબક્કેથી જ આની ગંભીરતા નોંધી લીધી હતી. પરંતુ કોઇ પણ વસ્તુનો વિલંબ કર્યા વિના નિયમોનું પાલન કરીને હોમ ક્વોરન્ટીન થઇ ગયા હતા. અમારા પરિવારમાં 1 વર્ષના બાળકને પણ કોરોના થયો હતો. કારણ કે તેની માતા કોરોના સંક્રમિત હતા આથી બાળક તેની સાથે રહેતું હોવાથી કોરોના ડિટેક્ટ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો