રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં 26 ટીમ દ્વારા સીરો સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એક ક્લસ્ટરમાંથી 5થી 9 વર્ષના 4, 10થી 18 વર્ષના 8 અને 18 વર્ષથી ઉપરના 12 પુરુષ અને 12 સ્ત્રી એમ કુલ મળીને 36 સેમ્પલ લેવામાં આવશે. આ તમામ પ્રક્રિયા 4 દિવસમાં પૂર્ણ થશે અને 4 દિવસના અંતે કુલ 50 કલસ્ટરમાંથી 1800 સેમ્પલ એકત્ર કરવામાં આવશે. લેવામાં આવેલા દરેક સેમ્પલની માહિતી કોબો ટુલ્સ નામના સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવશે.
દર્દીઓમાં કેટલા પ્રમાણમાં એન્ટીબોડી વિકસિત થઇ તે જાણી શકાશે
રાજકોટ મહાનગરપાલિકાના મેયર મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીના પડકારમાં મક્કમતાથી અને સફળતાપૂર્વક સામનો કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રની માર્ગદર્શિકા અનુસાર ગત જાન્યુઆરી-2021થી વેક્સિનેશન મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતમાં વેક્સિનેશનના પગલે કોરોના મહામારીથી સંક્રમિત ન થયેલા હોય તેવા લોકોમાં તેમજ કોરોના મહામારીમાંથી સાજા થઇ ગયેલા દર્દીઓમાં કેટલા પ્રમાણમાં એન્ટીબોડી(રોગપ્રતિકારક શક્તિ) વિકસિત થઇ ચૂકી છે તેની માહિતી એકત્ર કરવા સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
દરેક ટીમમાં 1 લેબ ટેકનિશિયન, 1 MPHW, 1 આશા વર્કર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારી મેડિકલ કોલેજ પી.એસ.એમ. ડિપાર્ટમેન્ટના સહયોગથી તા.6 ઓગસ્ટથી મેડિકલ ટીમની તાલીમ અને નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા દરેક સેમ્પલ રેન્ડમ 50 ક્લસ્ટર(પોલીયો બુથ પ્રમાણે) નક્કી કરવામાં આવ્યા છે. શહેરમાં સીરો સર્વેલન્સની આ કામગીરી માટે આરોગ્ય શાખાની 26 ટીમની રચના કરવામાં આવી છે. દરેક ટીમમાં 1 લેબ ટેકનિશિયન, 1 MPHW, 1 આશા વર્કર કામગીરી કરશે તથા 1 સુપરવાઈઝર સુપરવિઝન કરશે. સેમ્પલ એકત્ર કરી, પ્રોસેસ કર્યા બાદ તેને PDU મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં પહોંચાડવામાં આવશે. શહેરભરમાં 10 ઓગસ્ટથી સીરો સર્વેલન્સ સેમ્પલિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગામી 5થી 6 દિવસમાં સેમ્પલ લેવાની કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે.
1 આરોગ્ય કેન્દ્ર પર કરવામાં આવતી કામગીરી
2. ધન્વંતરી રથ
3. સંજીવની રથ
4. 104 ટીમ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.