તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:નવા 4 કેસ નોંધાયા, આજે કોવિશિલ્ડના 7400 ડોઝ 23 કેન્દ્ર પર અપાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ગઇકાલે 12 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને તળિયે આવી ગઈ છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 42723 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 92 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 12 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે કોવિશિલ્ડના 7400 ડોઝ 23 કેન્દ્ર પર આપવામાં આવશે. તંત્ર પાસેથી તમામ વિગતો મેળવતા રસી આપવાની પદ્ધતિ મુજબ હવે 50 ટકા ઓનલાઈન અને 50 ટકા જથ્થો સ્પોટ રજિસ્ટ્રેશન માટે રાખવાનો નિર્ણય લેવાયો છે. આજે નવા 4 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં આજે સાંજ સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના 3131 અને 45 વર્ષથી મોટી ઉંમરના 6939 સહિત કુલ 10070 નાગરિકોએ રસી લીધી છે.

18 વર્ષથી વધુ ઉંમરના લોધિકાના 55 ટકાથી વધુ નાગરિકોએ કોરોના વિરોધી રસી લીધી
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના 18 વર્ષથી વધુ ઉંમરના 55.29 ટકા નાગરિકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મુકાવી લીધો છે. 30 જુન સુધીમાં રસીનો પ્રથમ ડોઝ મુકાવેલ નાગરિકો પૈકી 18 વર્ષથી વધુ ઉંમરના ધોરાજીના 36.19 ટકા, ગોંડલના 39.43, જામકંડોરણાના 41.16, જસદણના 31.81, જેતપુરના 35.96, કોટડાસાંગાણીના 43.12, પડધરીના 41.97, રાજકોટ(તાલુકો)ના 28.17, ઉપલેટાના 34.65 અને વીંછિયાના 18.92 ટકા નાગરિકોએ કોરોના વિરોધી રસીનો પહેલો ડોઝ લઇ લીધો છે.

50 ટકા ઓનલાઈન અને 50 ટકા સ્પોટ પર રજિસ્ટ્રેશન પર અપાશે
ગુરુવારે શહેર માટે કોવિશિલ્ડના 7400 ડોઝ ફાળવવામાં આવ્યા છે જે આજે 23 કેન્દ્ર પર અપાશે. 7400માંથી 60 ટકા બીજા ડોઝ માટે જ્યારે 40 ટકા પ્રથમ ડોઝ માટે અનામત રહેશે. આ બંને જથ્થા માટે 50 ટકા રસી ઓનલાઈન સ્લોટ બુકિંગ માટે જ્યારે 50 ટકા સ્પોટ રજિસ્ટ્રેશન પર અપાશે. ઓનલાઈન સ્લોટ બુકિંગ એક દિવસ અગાઉ ખૂલે છે અને ગુરુવાર સાંજે જ 3700 ડોઝ બુક થઇ ચૂક્યા છે અને બીજા 3700 સ્પોટ રજિસ્ટ્રેશન માટે રહેશે. જે લોકોએ સ્લોટ બુક કરાવ્યા છે તેમણે ફક્ત લાઈનમાં ઊભા રહેવાનું છે.

ગુરુવારે 6000 ડોઝ હતા, બીજા 2500 મોકલાયા
ગુરુવારના રસીકરણ માટે રાજકોટ મહાનગરપાલિકાને 6000 ડોઝ ફાળવાયા હતા. જોકે બાદમાં સવારે વધુ 2500 ડોઝ મોકલાતા 8500 થયા હતા. પણ અગાઉથી સ્લોટ બુક થયા હોવાથી બપોરના સમયે ફરી સેશન સાઈટ બનાવવામાં સમય ગયો હતો જેથી તમામ જથ્થાનો ઉપયોગ પૂરો ન થઈ શકતા 7703ને રસી અપાઈ હતી જેમાં 18થી 44માં 3027 અને 45 પ્લસમાં 4676 હતા.

અન્ય સમાચારો પણ છે...