તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈ-લોકાર્પણ:રાજકોટમાં 232 કરોડના કામોનું ઈ-લોકાર્પણ, CMએ કહ્યું- એઇમ્સનું કામ ઝડપી ચાલે છે, 50%થી વધુ વેક્સિનેશન જરૂરી, રોજ 3 લાખને રસી મૂકાઈ છે

રાજકોટ12 દિવસ પહેલા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં 232 કરોડના કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું.
  • કોરોનાની ત્રીજી લહેરની પણ સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે- રૂપાણી

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે આજે સવારે 10 વાગ્યે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં 232.50 કરોડના વિકાસ કામોનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત અને આવાસ યોજનાઓના ડ્રો કરવામાં આવ્યા હતા. જેમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, એઇમ્સનું કામ ઝડપી ચાલી રહ્યું છે. 50 ટકાથી વધુ વેક્સિનેશન થવું જરૂરી છે. વેક્સિનેશનને ઝડપી બનાવવા માટે રોજ 3 લાખ લોકોને રસી મૂકવામાં આવી રહી છે.

ત્રીજી લહેરની પણ સરકારે તૈયારીઓ શરૂ કરી
વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. ત્રીજી લહેરની પણ સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ વડાપ્રધામ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. વડાપ્રધાને સમીક્ષા કરતા ગુજરાત જ એક એવું રાજ્ય છે કે આપણે કામ પૂર્ણ કર્યુ છે. અનેક રાજ્યએ તો લાઇટ હાઉસ પ્રોજેક્ટનું કામ ચાલુ પણ કર્યુ નથી.

232 કરોડના કામનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું.
232 કરોડના કામનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું.

ભારતના નકશામાં ખંઢેરી રેલવે સ્ટેશનને સ્થાન
વધુમાં જણાવ્યું હતું કે, એઇમ્સનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. ખંઢેરી રેલવે સ્ટેશનને વિકસાવવામાં આવશે. ભારતના નકશામાં ખંઢેરી રેલવે સ્ટેશનને સ્થાન આપવામાં આવશે, એઇમ્સ હોસ્પિટલે દર્દીઓને પહોંચવા રેલવે સ્ટેશન મહત્વનું રહેશે. તેમજ એઇમ્સ હોસ્પિટલ સાથેની કનેક્ટીવિટી માટે વિકાસ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મેયર ડો. પ્રદીપ ડવ, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટના સાંસદ મોહન કુંડારીયા, ધારાસભ્યો, કોર્પોરેટરો, અધિકારીઓ અને આવાસ યોજનાના લાભાર્થી ઉપસ્થિતિ રહ્યાં હતા.

વિજય રૂપાણીએ આવાસ યોજનાના આવાસોનું ઈ-લોકાર્પણ કર્યુ.
વિજય રૂપાણીએ આવાસ યોજનાના આવાસોનું ઈ-લોકાર્પણ કર્યુ.

40 લાખના ફ્લેટ 11 લાખમાં-મેયર
રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં આવાસ યોજનાનો ડ્રો કરવામાં આવ્યો હતો તેમાં જે ફ્લેટ 40 લાખના છે તેની 11 લાખ છે. જેમાં દોઢ લાખ રાજ્ય અને દોઢ લાખ કેન્દ્ર સરકાર આપી રહી છે. વધારાની 4 લાખ છે તે કેન્દ્ર સરકાર સહાય આપે છે. રૂડા દ્વારા આવાસ બનાવવામાં આવ્યા છે તેનો પણ સાથે ડ્રો યોજવામાં આવ્યો હતો. એઇમ્સ હોસ્પિટલને જોડતા બે ડીપી રોડ અને એક ઓવરબ્રિજના કામને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.
રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.
અન્ય સમાચારો પણ છે...