એજ્યુકેશન:યુનિ.ની પરીક્ષામાં ઑબ્ઝર્વરે એક કલાક પહેલા પહોંચવું પડશે

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેપર સીલબંધ કવરમાં છે, પેપર કોણ ખોલે છે, ઉત્તરવહી સીલપેક કરવી સહિતની બાબતોનું ધ્યાન રાખવું પડશે

તાજેતરમાં જ યુનિવર્સિટીની પરીક્ષામાં બાબરાની સરદાર પટેલ લો કોલેજમાં પરીક્ષા શરૂ થવાના પોણો કલાક પહેલા જ પેપર ફૂટી જવાની ઘટનાને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઓબ્ઝર્વર માટેના નિયમો નક્કી કરતી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં ઓબ્ઝર્વરે પરીક્ષા શરૂ થયાના એક કલાક પહેલા કેન્દ્ર પર પહોંચી જવું પડશે. પ્રશ્નપત્રના પેકેટ ક્યારે અને કોની હાજરીમાં ખોલવામાં આવે છે તેની ચકાસણી કરવી, પરીક્ષા પૂર્ણ થયા બાદ ઓબ્ઝર્વરની હાજરીમાં જ તમામ ઉત્તરવહીઓ સીલબંધ પેકેટમાં મુકાઇ છે કે કેમ તેની ચકાસણી કરવાની રહેશે.

યુનિવર્સિટીએ માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે, દરેક સેશનમાં પરીક્ષા શરૂ થવાના 60 મિનિટ પહેલા અચૂક પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી જવું, નિરીક્ષણ દરમિયાન કોઇ વિદ્યાર્થી ગેરરીતિ કરતા માલૂમ પડે તો પરીક્ષાનું નામ, જે તે વિદ્યાર્થીનો સીટનંબર, વિષય, સમયની નોંધ તથા વિદ્યાર્થી ક્યા પ્રકારની ગેરરીતિ કરે છે તેની ફરજ પરના સિનિયર -જુનિયર સુપરવાઇઝરના ધ્યાન પર તે કેસ બાબતે આગળની કાર્યવાહી કરવાની રહેશે.

ઓબ્ઝર્વરે સીધા વિદ્યાર્થીને પકડીને કોઇ કેસ કરવાનો નથી, પરંતુ કેસ યુનિવર્સિટીના લીગલ વિભાગને રિપોર્ટ થાય તે માટે સિનિયર સુપરવાઇઝરને સ્પષ્ટ અને લેખિત સૂચના અપાય તેમ વ્યવસ્થા કરવાની રહેશે. કેન્દ્રની મુલાકાત દરમિયાન પરીક્ષાના સંચાલનમાં કોઇ ગેરરીતિ ચાલે છે કે કેમ તે તપાસ કરવાની અને ચાલતી હોય તો અટકાવવાની છે.

અન્ય સમાચારો પણ છે...