તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:રાજકોટમાં નર્સિંગના વિદ્યાર્થીઓની ન્યાયની માંગ, કહ્યું - 22 હજાર પગાર આપવાનો લેખિત આદેશ છતાં મળ્યો નથી, ટીંગાટોળી સાથે અટકાયત

રાજકોટ2 મહિનો પહેલા
જીલ્લા કલેકટરે વિદ્યાર્થીઓને રુ 22,000 જ પગાર આપવા લેખિત કર્યો હતો
  • પગાર મુદ્દે ન્યાયની માંગ સાથે સિવિલ સુપ્રિટેન્ડન્ટ પાસે રજુઆત કરવા પહોંચ્યા

રાજકોટ શહેરમાં જાણે સરકારી તંત્ર દ્વારા કોવિડમાં કાર્યરત ફ્રન્ટલાઈન વોરિયર્સ સાથે અન્યાય થતો હોય તેવા દ્રશ્યો છેલ્લા 2 અઠવાડિયાથી સર્જાય રહ્યા છે. જેમાં તબીબી શિક્ષકો, એટેન્ડન્ટે, નિષ્ણાત તબીબો બાદ હવે કોવિડ સેન્ટરોમાં કાર્યરત નર્સિંગના વિદ્યાર્થીઓએ ન્યાયની માંગ સાથે વિરોધનો વંટોળ ફૂંકાવાનું શરૂ કર્યું છે. આજે સરકારી કોવીડ હોસ્પિટલોમાં ફરજ બજાવતા B.sc. નર્સિંગ, GNM ફેકલ્ટીના ફાઈનલ વર્ષના 70થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પગાર મુદ્દે સિવિલ હોસ્પિટલ ખાતે સુપ્રિટેન્ડન્ટ પાસે રજુઆત કરવા પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ રજુઆત કરે એ પહેલા જ પોલીસ દ્વારા ટિંગાટોળી કરી તેમની અટકાયત કરવામાં આવી હતી.

જીલ્લા કલેકટરે વિદ્યાર્થીઓને રુ 22,000 જ પગાર આપવા લેખિત કર્યો હતો
જીલ્લા કલેકટરે વિદ્યાર્થીઓને રુ 22,000 જ પગાર આપવા લેખિત કર્યો હતો

400થી વધુ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયાનો આક્ષેપ
આ અંગે વાત કરતા વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, હાલ સરકારી કોવીડ હોસ્પિટલોમાં ફરજ બજાવતા B.sc. નર્સિંગ, GNM ફેકલ્ટીના ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓ ફરજ બજાવે છે જે કોરાનાની અતિ ગંભીર પરિસ્થિતિ સમયે તંત્રના આદેશથી આ તમામ વિદ્યાર્થીઓને ફરજિયાત ડ્યુટી પર રહેવા આદેશ કર્યા હતા. તે સમયે જીલ્લા કલેકટરે તમામ ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓને રુ 22,000 જ પગાર આપવા લેખિત કર્યો હતો. અંદાજે 400થી વધુ વિદ્યાર્થીઓ પોતાના સ્વાસ્થ્યની અને પરિવારની ચિંતા કર્યા વગર દિવસ-રાત જોયા વગર કોવીડ કાર સેન્ટરો પર ફરજ બજાવી છે.બે મહીનાથી વધુ સમયથી નોકરી કર્યો છતા હજુ સુધી એકપણ રુપીયા પગારની ચુકવણી તંત્ર તરફથી કરવામા આવી નથી. તેમજ વિદ્યાર્થીઓ દ્રારા પગારની માંગણીઓ કરવામા આવી તો સિવિલ તંત્ર તરફથી વિદ્યાર્થીઓને રુ.12000 જ આપવામા આવશે તેમ કહેવામાં આવ્યું છે.

45થી વધુ વિદ્યાર્થીનીઓ અને 20થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી
45થી વધુ વિદ્યાર્થીનીઓ અને 20થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી

અમને 2 મહિનાનો પગાર પણ મળ્યો નથી
વધુમાં વિદ્યાર્થીની એ જણાવ્યું હતું કે, અમને અમે લેખિત આદેશની વાત કરી તો તેઓ અમને એમ કહે છે કે હવે 12 હજાર રૂપિયા પગાર આપવામાં આવશે. તો જુના ઠરાવ અનુસાર અમને બે મહિના લેખે 22 હજાર મળવા જોઈએ. પણ અમારી વાત કોઈ માનતું નથી. અમને 2 મહિનાનો પગાર પણ મળ્યો નથી. આ રજુઆતમાં NSUIના કાર્યકરો પણ જોડાયા હતા

ન્યાય નહી મળે તો NSUI વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે
ન્યાય નહી મળે તો NSUI વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે

NSUI વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે
NSUIના જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોરાનાની ખરાબ પરિસ્થિતિ સમયે વિદ્યાર્થીઓને લાલચ આપી હતી હવે સ્થિતી સુધરતા મુર્ખ બનાવામાં આવે છે. આ તમામ વિદ્યાર્થીઓને પોતાની હક્કનો પગાર મળવો જોઈએ. કલેકટર તંત્ર અને સિવિલ હોસ્પિટલ તંત્ર એકબીજાને ખો આપી મુર્ખ બનાવે છે જો ન્યાય નહી મળે તો NSUI વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે.આ રજુઆતમા NSUIના પ્રમુખ રોહિતસિંહ રાજપુત સહીત 45થી વધુ વિદ્યાર્થીનીઓ અને 20થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.

. અમને 2 મહિનાનો પગાર પણ મળ્યો નથી - વિદ્યાર્થી
. અમને 2 મહિનાનો પગાર પણ મળ્યો નથી - વિદ્યાર્થી
અન્ય સમાચારો પણ છે...