તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:રાજકોટમાં ગ્રેડ પે મુદ્દે નર્સિંગ સ્ટાફ દ્વારા થાળી અને ઘંટડી વગાડી વિરોધ, સરકાર આવતીકાલ સુધીમાં નિર્ણય લે તેવી માંગ

રાજકોટ3 મહિનો પહેલા
દર્દીની સારવારમાં કોઈ વિક્ષેપ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું
  • માંગણી નહીં સંતોષાય તો કાલે હડતાળની ચિમકી

સિવિલ હોસ્પિટલમાં જાણે કે હડતાળની મોસમ ખીલી હોય તેવી રીતે તબીબી શિક્ષકોની હડતાળનો અંત આવ્યો ત્યાં હવે નર્સિંગ સ્ટાફમાં વિરોધનો વંટોળ ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે. રાત-દિવસ જોયા વગર કોવિડની સારવાર કરી રહેલા નર્સિંગ સ્ટાફની માગણી છેલ્લા ઘણા સમયથી પડતર જ રહી હોવાથી અંતે આંદોલનનો માર્ગ પસંદ કરવામાં આવ્યો છે. આંદોલનના ભાગરૂપે આજે સિવિલના તમામ નર્સિંગ સ્ટાફે થાળી અને ઘંટડી વગાડીને વિરોધ દર્શાવ્યો હતો. અને સરકાર આવતીકાલ સુધીમાં નિર્ણય લે તેવી માગ કરી હતી. જો માંગણી નહીં સંતોષાય તો કાલે એક દિવસની હડતાળ પર ઉતરવાની ચિમકી પણ આપી હતી.

વિરોધ પ્રદર્શન વિવિધ કાર્યક્રમોરૂપે ચાલુ રાખવામાં આવશે
આ અંગે યુનાઈટેડ નર્સિંગ ફોરમના હોદ્દેદારોએ જણાવ્યું કે, રાજ્યમાં કોવિડ સારવારમાં વ્યસ્ત નર્સિંગની કોઈ જ સમસ્યાઓનું નિરાકરણ ન આવવાને પરિણામે રાજ્યના નર્સિંસ દ્વારા નાછૂટકે આંદોલનનું શસ્ત્ર ઉઠાવવાની ફરજ પડી રહી છે. આ અંતર્ગત તા.12થી શરૂ કરેલું વિરોધ પ્રદર્શન આગામી દિવસોમાં પણ વિવિધ કાર્યક્રમોરૂપે ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત અન્ય કાર્યક્રમો પણ આવશે અને જો મંગળવાર સુધીમાં તેમની માંગણીનો યોગ્ય ઉકેલ નહીં આવે તો એક દિવસની હડતાલ પાડવામાં આવશે.

થાળી અને ઘંટડી વગાડીને વિરોધ દર્શાવ્યો હતો
થાળી અને ઘંટડી વગાડીને વિરોધ દર્શાવ્યો હતો

માંગણી નહીં સંતોષાય તો મંગળવારે હડતાળની ચિમકી
2 દિવસ પહેલા શનિવારે સવારે 8 વાગ્યે તમામ નર્સે સમૂહ પ્રાર્થના કર્યા બાદ કાળા કપડાં પહેરીને દેખાવો કર્યા હતા. તો ગઈકાલે રવિવારે સાંજે 7:30 કલાકે મીણબત્તી પ્રગટાવી કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જ્યારે આજે થાળી-ઘંટડી વગાડીને સરકારને ઢંઢોળવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ વખતે કોવિડ પ્રોટોકોલનું ધ્યાન રાખવા ઉપરાંત દર્દીની સારવારમાં કોઈ વિક્ષેપ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આમ છતાં જો સરકાર દ્વારા હકારાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે તો કાલે એક દિવસની પ્રતિક હડતાળ રાખવામાં આવશે.

દર્દીની સારવારમાં કોઈ વિક્ષેપ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું
દર્દીની સારવારમાં કોઈ વિક્ષેપ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું
અન્ય સમાચારો પણ છે...