અકસ્માત:રાજકોટના મેટોડા પાસે હિટ એન્ડ રનનો બનાવ, ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા નર્સ પુત્રીનું મોત, પિતા ગંભીર

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં પિતાને ગંભીર ઈજા પહોંચી - Divya Bhaskar
અકસ્માતમાં પિતાને ગંભીર ઈજા પહોંચી
  • લોધીકાના ખિરસરાની નર્સ ડ્યુટી પુર્ણ કરી પિતા સાથે ઘરે જતી વખતે અકસ્માત થયો

રાજકોટના મેટોડામાં હિટ એન્ડ રનની ઘટનામાં ખિરસરા રહેતી નર્સ યુવતીનું મોત નિપજ્યું છે. જ્યારે તેના પિતાને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. રાજકોટ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી યુવતી નાઇટ ડ્યૂટી પૂરી થતાં પિતા એક્ટીવા લઈને તેડવા આવ્યાં હતાં. ત્યારે બંને ઘરે જતા હતાં ત્યારે ટ્રકના ચાલક ઠોકરે લઇ એક્ટવાને ઉલાળી દેતા પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પિતાને ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર
મળતી માહિતી મુજબ ખિરસરામાં રહેતી સ્વીટી સંજયભાઇ મહંતો (ઉં.વ.19) રાજકોટમાં કેકેવી ચોક નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. તેની શુક્રવારે નાઇટ ડ્યુટી હોઇ આજે સવારે નોકરી પુરી થઇ હતી. પિતા સંજયભાઇ સિતારામ મહંતો (ઉં.વ.55) દિકરીને તેડવા એક્ટીવા લઇને રાજકોટ આવ્યા હતાં. અહિથી બંને પિતા-પુત્રી ખિરસરા જતા હતાં. ત્યારે સવારે 11 વાગ્યે મેટોડા જીઆઇડીસી જોગમાયા હોટેલ પાસે ટ્રકના ચાલકે એકટીવાને ઠોકરે લઈ નાસી ગયો હતો.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અકસ્માતમાં નર્સ સ્વીટીને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેના પિતા સંજયભાઇને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. તે મુળ બિહારના વતની છે, વર્ષોથી અહિં સ્થાયી થયા છે. સ્વીટી બે બહેન અને એક ભાઇમાં નાની તથા પરિવાર માટે આધારસ્તંભ હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.