નિર્ણય:સ્ટ્રીટલાઈટના પોલમાં નંબર લખાશે, રૂ. 21 લાખનો ખર્ચ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદ વખતે સ્થળ શોધવા સરળતા રહે તે માટે નિર્ણય

મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ રોશની વિભાગ માટે 21 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કર્યો છે જેમાંથી શહેરના દરેક સ્ટ્રીટલાઈટ પોલ પર નંબર લખવામાં આવશે! વીજકંપનીઓ જ્યારથી શરૂ થઇ ત્યારથી જ દરેક થાંભલા પર નંબર લખે છે જેથી કોઇ સમસ્યા સર્જાય કે ફરિયાદ હોય તો ત્યાં ઝડપથી પહોંચી શકાય પણ રાજકોટ મહાનગરપાલિકાને સ્ટ્રીટલાઈટમાં આવું નેટવર્ક ઊભું કરવાની તસદી જ લીધી ન હતી. આ દરમિયાન સ્ટ્રીટલાઈટને લગતી ફરિયાદો વધવા લાગી અને હાલ ડ્રેનેજ બાદ સૌથી વધુ ફરિયાદ સ્ટ્રીટલાઈટની આવે છે.

જ્યારે કોઇ ફરિયાદ આવે ત્યારે સ્થળ મળતું નથી તેવું વારંવાર નોંધાય છે ત્યારે હવે દરેક થાંભલાને નંબર લગાવવા નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને કારણે રાજકોટ શહેરમાં ખરેખર કેટલા સ્ટ્રીટલાઈટના પોલ છે તે સંખ્યા નક્કી થશે અને વિસ્તાર મુજબ નેટવર્કનો પણ ખ્યાલ આવશે આ ઉપરાંત જ્યારે કોઇ શહેરીજનને ફરિયાદ કરવી હશે ત્યારે ફક્ત થાંભલા પર લખેલો નંબર આપશે તો તુરંત જ સ્ટાફ ત્યાં પહોંચી કાર્યવાહી કરી શકશે. જોકે આ નંબર લગાવવાની કામગીરી માટે અધધ 21 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે.

અન્ય સમાચારો પણ છે...