તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:નવા 3 કેસ નોંધાયા, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 42778 પર પહોંચી

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
આજે વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે. - Divya Bhaskar
આજે વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે.
  • કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા લોકોની સંખ્યા વધીને 1.25 લાખ

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને નહીંવત થઈ ગઈ છે. ગઈકાલે શહેરમાં એકમાત્ર કેસ નોંધાયો હતો. આજે નવા 3 કેસ નોંધાયા છે. કુલ પોઝિટિવ આંક 42778 પર પહોંચ્યો છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 46 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 6 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. ફરી મમતા દિવસના નામે આજે વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું છે.

બીજા ડોઝની લેનારાઓની સંખ્યા વધતી જશે
રાજકોટ શહેરમાં કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા લોકોની સંખ્યા વધીને 1.25 લાખ થઈ ગઈ છે. આટલી મોટી સંખ્યામાં રસી દેવા માટે તંત્ર પાસે પુરતો સ્ટોક છે જ નહિ અને માંડ 4500 ડોઝનો જથ્થો બીજા ડોઝ લેનારાઓ માટે રાખવામાં આવ્યો છે. જેમ જેમ દિવસ જશે તેમ તેમ બીજા ડોઝની લેનારાઓની સંખ્યા વધતી જશે, પણ તંત્ર પાસે કોઇ આયોજન જ નથી. તેવામાં વધુ એકવખત મમતા દિવસના બહાને આજે બુધવારે વેક્સિનેશન બંધ રખાયું છે.

દૈનિક 8 હજાર ડોઝ જ આપવામાં આવે તેવો આદેશ
રાજકોટ શહેરમાં દૈનિક 8 હજાર ડોઝ જ આપવામાં આવે અને તે મર્યાદામાં જ રસીકરણ કરવા આદેશ છે. જોકે, 10 ડોઝની એક વાયલમાંથી રાજકોટ મનપાના વેક્સિનેટર 11 ડોઝ સુધીની રસી કાઢી શકે છે તે માટે 8200થી 8400 સુધી રસીકરણ થઈ શકે છે. આ જ કારણથી 8000 ડોઝ હોવા છતાં મંગળવારે 8250નું રસીકરણ થયું છે. બુધવારે રાજ્ય સરકાર તરફથી જથ્થો આવશે ત્યારે ગુરુવારના રસીકરણની તૈયારી કરાશે.

અન્ય સમાચારો પણ છે...