તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:બપોર સુધીમાં 2 કેસ નોંધાયા, 3 દિવસ બાદ એકનું મોત, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 42665 પર પહોંચી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે.
  • જૂન માસની શરૂઆતમાં જ પોસ્ટકોવિડ MIS-Cના કેસમાં ઘટાડો થયો

રાજકોટમાં કોરોના વાયરસ ખાત્મા તરફ આગળ વધી રહ્યો છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42665 પર પહોંચી છે. 320 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે બુધવારે 22 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મ્યુકોરમાઈકોસિસ બાદ હવે પોસ્ટકોવિડ MIS-Cના બાળદર્દીની સંખ્યા પણ ઘટી રહી છે. રાજકોટમાં આજે બપોર સુધીમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે ત્રણ દિવસ બાદ એક કોરોના દર્દીનું મોત નીપજ્યું છે.રાજકોટ શહેરમાં બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 7245 લોકોએ કોરોના વેક્સિન લીધી છે.

કોરોના પીક પર હતો ત્યારે રોજ નવા 10થી 12 બાળક સારવાર લેતા
કોરોના સંક્રમણ માત્ર વયોવૃદ્ધ લોકોમાં જ નહિ નાના બાળકોમાં પણ જોવા મળ્યું હતું, ખાનગી હોસ્પિટલના જ્યારે કોવિડ પીક પર હતો, તે સમયે પ્રતિ દિવસ 10થી 12 બાળકો કોવિડ સારવાર લેવા માટે આવતા હતા. પરંતુ ત્યારબાદ 4થી 6 સપ્તાહ બાદ એમએસઆઈસી બાળકોમાં ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળ્યો હતો. ત્યારે મે માસમાં આ પ્રકારના કેસ માટેનો પીક પિરિયડ માનવામાં આવતો હતો. પરંતુ જૂન માસની શરૂઆતમાં જ આ પ્રકારના કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો.

કોવિડ ઇન્ફેક્શન બાદના 6 સપ્તાહ બાદ પોસ્ટકોવિડ ઇફેક્ટ જોવા મળે
પીડિયાટ્રિક જય ધીરવાણીએ જણાવ્યું હતું કે, કોવિડ ઇન્ફેક્શન બાદના 6 સપ્તાહ બાદ પોસ્ટકોવિડ ઇફેક્ટ જોવા મળતી હોય છે. ગત 15 દિવસ પૂર્વે તેમની જ હોસ્પિટલમાં 50થી 60 બાળક સારવાર લઇ રહ્યા હતા, જેમાં તે તમામ બાળકોને તાવ, હૃદય, લીવર, કિડની અને ફેફસાં ઉપર અસર આવતી હતી. અન્ય ખાનગી હોસ્પિટલના તબીબ ઋષિ સૂચકે જણાવ્યું હતું કે, હાલ તેમની હોસ્પિટલમાં 2 એમઆઈએસસી પોસ્ટકોવિડ બાળકો સારવાર લઇ રહ્યા છે, જેમાં એક બાળક 10થી 15 દિવસનું છે અને બીજું બાળક દોઢ વર્ષનું છે.

સિવિલમાં પોસ્ટકોવિડમાં સારવાર લેતા બાળકોની સંખ્યા શૂન્ય
સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના વડા ડો. પંકજ બૂચે કહ્યું હતું કે, હાલ પોસ્ટકોવિડમાં સારવાર લેતા બાળકોની સંખ્યા શૂન્ય છે. કોવિડ થયાના 4થી 6 સપ્તાહ બાદ આ પ્રકારની તકલીફ થતી હોય છે. જેમાં બાળકોને તાવ, ચાંદા, ઝાડા-ઊલટી થતા હોય છે. ગત માસમાં 20 જેટલા બાળકો પોસ્ટકોવિડમાં સારવાર લઇ રહ્યા હતા, જે અત્યારની સ્થિતિએ શૂન્ય છે.

અન્ય સમાચારો પણ છે...