કોરોના રાજકોટ LIVE:મૃત્યુઆંક ઘટ્યો,24 કલાકમાં 5ના મોત, બપોર સુધીમાં 28 કેસ નોંધાયા, 9 હજારથી વધુ લોકોએ વેક્સિન લીધી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચૌધરી હાઇસ્કુલ હેલ્પ ડેસ્ક દ્વારા મ્યુકોરમાઇકોસીસના 49 દર્દીઓ સમરસમાં શીફટ કરાયા

રાજકોટમાં કોરોનાના મૃત્યુઆંકમાં લાંબા સમયબાદ ઘટાડો નોંધાયો છે. રાજકોટમાં 24 કલાકમાં 5 દર્દીઓના મોત થયા છે. જોકે મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 13 દર્દીના મોત થયા હતા જે પૈકી 1 દર્દીનું કોરોનાથી મોત થયાનો ડેથ ઓડિટ રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે.શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોઝિટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. જ્યાં આજે બપોર સુધીમાં 28 કેસ નોંધાયા છે.રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 7965 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1226 સહિત કુલ 9191 નાગરિકોએ રસી લીધી હતી. હાલ શહેરમાં ચાલી રહેલી વેક્સિનેશનની કામગીરી અંતર્ગત ગઈકાલે સાંજે 5 વાગ્યાથી ખુલનારી સેશન સાઈટ પરથી આગામી તા. 31/05/2021 સુધીનું વેક્સિનનું રજીસ્ટ્રેશન કરી શકાશે.SGVP ગુરુકુલ રીબડા ( રાજકોટ ) ખાતે ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજય બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી 21 દિવસ ના યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવેલ હતું. કોરોના મહામારીમાં ભગવાન સૌનું રક્ષા કરે અને દિવંગત આત્માઓનું પણ શ્રેય કરે તેવી ભાવનાથી 7 મેં ના રોજ સવા લક્ષ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર હોમાત્મક શ્રી હરિયાગનો પ્રારંભ થયો હતો અને ગઈકાલે તેની પૂર્ણાહુતી કરવામાં આવી હતી

કોરોનાની ત્રીજી લહેરને લઈને મનપાની તૈયારીઓ શરૂ
કોરોનાની ત્રીજી લહેરને લઈને મહાનગરપાલિકા દ્વારા ખાનગી હોસ્પિટલમાં સર્વે કરવામાં આવશે. જેમાં કઈ હોસ્પિટલમાં કેટલા બેડ,કઈ કઈ સુવિધાઓ સહિતની બાબતોની માહિતી એકત્રિત કરવામાં આવશે આ ઉપરાંત મહાનગરપાલિકાના અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ અને રણછોડદાસબાપુ કોમ્યુનિટી ખાતે 1-1 હજાર બેડની બાળકો માટે હોસ્પિટલ તૈયાર. કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા ત્રીજી લહેરને લઈને મેડિકલ સ્ટાફ,મેડિસિન અને જરૂરી તમામ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.

બાલાજી વેફર્સ પરિવારના મેઘજીભાઈ વિરાણીનું નિધન
બાલાજી વેફર્સ પરિવારના મેઘજીભાઇ વિરાણીનું નિધન થયું છે. એકાદ મહિના પૂર્વે તેઓને કોરોના થયો હતો. તેમાંથી સાજા થયા બાદ ફેફસાની બીમારી લાગુ પડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં આજે બપોરે સારવાર દરમ્યાન અવસાન થયું હતું. તેઓ બાલાજી વેફર્સના ભીખાભાઇ, ચંદુભાઇ તથા કનુભાઇના મોટા ભાઇ વ્યવસાયિક રીતે જવેલરી ક્ષેત્રમાં હતા. સંતાનમાં એક પુત્ર તથા બે પુત્રી છે. 2010માં કોંગ્રેસમાંથી વોર્ડ નં.10માંથી કોર્પોરેશનની ચૂંટણી પણ લડ્યા હતા.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ 4 દુકાન સીલ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે ચેકિંગ દરમિયાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ-સામાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા 4 વ્યવસાયિક એકમો ચાર દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે.

ચૌધરી હાઇસ્કુલ હેલ્પ ડેસ્ક દ્વારા મ્યુકોરમાઇકોસીસના 49 દર્દીઓ સમરસમાં શીફટ કરાયા
રાજકોટના કોવિડ કંટ્રોલ રૂમ ખાતેથી પ્રોએકિટવ કોલિંગ સેંટરથી પીડીયુ ખાતે દાખલ દર્દીના સગાને દરરોજ સવાર અને બપોર પછી એમ બે વાર દર્દીની હાલની સ્થિતિ વિશે અવગત કરાવવામાં આવે છે. કંટ્રોલ રૂમ ખાતે દર્દીઓના સગા-વ્હાલાઓની તમામ મુંઝવણનું યથોચિત સમાધાન કરવામાં આવે છે. જેમાં કોવિડ કંટ્રોલ રૂમમાં કુલ 166 કોલ આવ્યા હતા. આ ઉપરાંત ચૌધરી હાઇસ્કુલ હેલ્પ ડેસ્ક દ્વારા શિફટ કરવામાં આવેલ દર્દીની સંખ્યા 64 હતી. જેમાં પીડીયુમાંથી કેન્સર કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના 15 દર્દીઓને તથા મ્યકોરમાઇકોસીસના 49 દર્દીઓને સમરસમાં શીફટ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...