તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં કોરોના કેસની સંખ્યાની સાથોસાથ મોતની સંખ્યામાં પણ જેટ ગતિએ વધારો નોંધાઇ રહ્યો છે. હોસ્પિટલોમાં દર એક કલાકે એક દર્દીનું મોત નીપજી રહ્યું છે. શહેરમાં 24 કલાકમાં 24 દર્દીના મોત નીપજતા આરોગ્ય વિભાગ ચિંતામાં મૂકાયું છે. જોકે આ મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. શહેરમાં આજે બપોર સુધીમાં 180 કેસ નોંધાયા છે. તેમજ કુલ કેસની સંખ્યા 20787 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 1632 દર્દી સારવાર હેઠળ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાલથી લેનાર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. મેડિકલ અને પેરામેડિકલની કાલથી શરૂ થવાની હતી. પરંતુ કોરોનાના કેસ વધતા યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. રાજકોટમાં વધતા કોરોના કેસને લઇ મનપાના કર્મચારીઓ અને અધિકારીઓની રજા મનપા કમિશનર ઉદિત અગ્રવાલે આદેશ કર્યો છે.આ ઉપરાંત ભાજપના ઉદય કાનગડ બાદ પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા પણ કોરોના સંક્રમિત થયા છે.
સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ દુકાનને સીલ કરાઇ
રાજકોટમાં વધતા કેસના પગલે મનપાએ વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધર્યુ છે. જેમાં રૈયા ચોકડી પર આવેલી મોમાઇ ચા અને ક્રિષ્ના ડિલક્સ પાનને મનપાએ સીલ કરી દીધી છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ દુકાનને સીલ કરવામાં આવી છે.
સમરસ હોસ્ટેલમાં 500 ઓક્સિજન બેડ ઊભા કરવામાં આવશે- કલેક્ટર
હાલ કોરોનાના વધતા કેસને પગલે જિલ્લા કલેકટર રેમ્યા મોહને નિવેદન આપતા જણાવ્યું છે કે, ઓક્સિજન બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે, સમરસ હોસ્ટેલમાં 500 ઓક્સિજન બેડ ઊભા કરવામાં આવી રહ્યાં છે, હાલ 250 બેડની વ્યવસ્થા કરી લેવામાં આવી છે, કેન્સર હોસ્પિટલ ખાતે 200 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવશે, નોન-કોવિડ દર્દીઓને રેલવેમાં સારવાર આપવામાં આવશે, રેલવેમાં ઓપરેશન થીએટર સહિતની સુવિધાઓ તૈયાર રાખવામાં આવી છે, ઓક્સિજનના વપરાશમાં વધારો જોવા મળી રહ્યો છે, ઓક્સિજનની ઘટ પડવા દેવામાં નહિ આવે, ભાવનગરથી 20 વેન્ટિલેટર રાજકોટને આપવામાં આવ્યા છે.
રાજકોટમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા 230 દર્દીઓની ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર સેન્ટરમાં સારવાર
રાજકોટ શહેર તથા જિલ્લામાં ઓક્સિજનની જરૂરિયાતવાળા કુલ 230 દર્દીની ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર સેન્ટર અને કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના અને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કેન્સર હોસ્પિટલ ખાતે ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર યુનિટ ચલાવવામાં આવી રહ્યું છે. અહીં ઓક્સિજનની જરૂરિયાતવાળા 177 દર્દીઓ અને ઓક્સિજનની જરૂરિયાત ન હોય તેવા 15 દર્દીઓની સમાવેશ ક્ષમતા છે. આ યુનિટ ખાતે પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતેથી ભલામણ કરાયેલા દર્દીઓને કોરોનાની સારવાર આપવામાં આવે છે. અહીં હાલ 180 દર્દીઓને કોરોનાની સારવાર અપાઇ રહી છે, તેમ ડો. ઇલ્યાસ જુણેજાએ જણાવ્યું હતું.
સમરસ હોસ્ટેલમાં 124 ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ
જ્યારે સમરસ હોસ્ટેલ ખાતે કોરોનાની સારવાર માટે બે સરકારી એકમો કાર્યરત કરાયા છે. ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર યુનિટ અને કોવિડ કેર સેન્ટર સમરસ હોસ્ટેલ ખાતે હાલ બે માળ પર મળીને કુલ 124 ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ છે, જે પૈકી પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતેથી ભલામણ કરાયેલા 50 દર્દીઓને કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે. બે દિવસમાં સમરસ હોસ્ટેલ ખાતે વધારાના બે માળ પર અન્ય 112 દર્દીઓ માટે ઓક્સિજનસભર બેડની સુવિધા પ્રાપ્ત થઇ શકશે. આથી અહીં કુલ 236 ઓક્સિજનવાળા બેડ ઉપલબ્ધ થઇ શકશે તેમ ડો. મેહુલ પરમારે જણાવ્યું હતું.
મંગળવારે રાજકોટ જિલ્લામાં 385 કેસ નોંધાયા
રાજકોટમાં તંત્રએ જાહેર કર્યા મુજબ શહેરમાં મંગળવારે 321 અને ગ્રામ્ય વિસ્તારમાં 64 સહિત કુલ 385 કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીમાં આવેલા કેસ કરતા ઘણા વધારે છે અને નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર છ જ દિવસમાં કોરોનાના કેસમાં 6 ટકાનો વધારો નોંધાયો છે અને દરરોજ 1 ટકાના દરે દર્દીઓની સંખ્યા વધી રહી છે. હાલની સ્થિતિએ કુલ કેસની સંખ્યા 28468 થઈ છે. જેમાંથી એક્ટિવ કેસ 1927 છે. આટકોટ પોલીસ સ્ટેશનમાં નીચે આવતાં 25 ગામના લોકો આવતા હોય સાવચેતી રાખવા માટે આટકોટ પોલીસ દ્વારા માસ્ક સાથે પ્રવેશ દ્વાર પર સેનિટાઈઝર મશીન મૂકવામાં આવ્યું છે. તેમજ આવનાર દરેકને ટેમ્પરેચર માપે, ઓક્સિજન મીટર પણ મૂકવામાં આવ્યું છે.
રાજકોટમાં હાલ 20 ટકા જેટલા લોકો કોરોનાથી સંક્રમિત- રાજકોટ IMAના પ્રમુખ
રાજકોટમાં આ સ્થિતિ અંગે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના પ્રમુખ ડો.પ્રફુલ કમાણીએ તબીબોએ કરેલા અધ્યયન અને અંદાજ મુજબ જણાવ્યું છે કે, ‘રાજકોટમાં હાલ 20 ટકા જેટલા લોકો કોરોનાથી સંક્રમિત છે અને અજાણ્યે ચેપ ફેલાવી રહ્યાં છે. 20માંથી 5 ટકા લક્ષણો ધરાવે છે જ્યારે 15 ટકા લક્ષણો વગર છે એટલે તેઓ બેફિકર થઈ ફરતા વધુ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. હાલની સ્થિતિએ તંત્ર દોડી રહ્યું છે પણ થોડા ફેરફાર કરવા જરૂરી છે જેમ કે કોરોનાની સારવાર માટે હાલ બેડ ખૂબ ઓછા છે તેથી માઈલ્ડ ટુ મોડરેટ દર્દીઓ માટે દરેક હોસ્પિટલમાં સારવાર શક્ય બનાવવી હાલની મોટી જરૂરિયાત છે.
રાજકોટ રિજિયોનલ સેન્ટરમાં 6 ILR સ્મોલ ફ્રિઝરની ફાળવણી
કોરોના રસીના સંગ્રહ માટે તેને નિયત તાપમાને ખાસ ફ્રિઝરમાં સ્ટોર કરવામા આવે છે. પ્રવર્તમાન સ્ટોરેજ ક્ષમતા વધારતા નવા 34 ફ્રિઝર વિવિધ જિલ્લા-કોર્પોરેશનમાં ફાળવવામાં આવ્યા હોવાનું વિભાગીય નિયામક ડો. રૂપાલીબેન મહેતાએ જણાવ્યું છે. જેમાં રાજકોટ, ભુજ તેમજ રાજકોટ રિજિયોનલ સેન્ટરમાં પ્રત્યેક સ્થળે બે મળીને 90 લીટર ક્ષમતાના કુલ 6 ILR (આઇસ લાઇન ફ્રિઝર) સ્મોલ ફ્રિઝર ફાળવવામાં આવ્યા છે. જ્યારે રાજકોટમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, મોરબીમાં 3, પોરબંદરમાં 2, જામનગરમાં 3, જામનગર કોર્પોરેશનમાં 3, દેવભૂમિ દ્વારકા સેન્ટરને 3, ભુજ સેન્ટરને 5 સહિત 225 લિટરની ક્ષમતાના કુલ 23 આઈ.એલ.આર. (આઇસ લાઇન) ફ્રિઝર મશીનની ફાળવણી કરવામાં આવી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.