તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:બપોર સુધીમાં 2 કેસ નોંધાયા, શહેરના લક્ષ્મીનગર બ્રિજ બનાવતા 40 મજૂરને કોરોના થઇ ગયો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ગઇકાલે 7 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો

રાજકોટ કોરોનાની ગતિ સાવ મંદ પડી ગઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી રોજ 10 નીચે કેસ નોંધાય રહ્યાં છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 42730 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 81 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 7 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. શહેરના લક્ષ્મીનગર બ્રિજ બનાવતા 40 મજૂરો અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત થયા છે. રાજકોટ શહેરમાં બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 4490 લોકોએ કોરોના વેક્સિન લીધી છે. આજે બપોર સુધીમાં 2 કેસ નોંધાયા છે.

લક્ષ્મીનગર બ્રિજ બનાવતા 40 મજૂરોને કોરોના થઇ ગયો
શહેરની મધ્યમાં આવેલા લક્ષ્મીનગર નાલાની જગ્યાએ રેલવે તંત્ર દ્વારા અંડરબ્રીજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે કામ કોરોના સહિતના કામોથી વિલંબમાં હોય ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને વોર્ડ નં.8ના કોર્પોરેટર અશ્વીનભાઇ પાંભર, બીપીનભાઇ બેરાએ મુલાકાત લીધી હતી. જેમાં 40 મજૂરોને કોરોના થઇ જવાથી કામ ખોરંભે પડ્યાનું ખુલ્યું હતું. હવે ઓગષ્ટના બદલે આ બ્રિજનું કામ ઓક્ટોબરમાં પૂર્ણ થશે, એટલે કે ચોમાસા બાદ લોકોની સમસ્યાનો અંત આવશે તેવું રેલવે તંત્રએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને જણાવ્યું હતું.

જસદણના પેટા આરોગ્ય કેન્દ્રોમાં અભિયાન અંતર્ગત પૂર્ણ થયું 62.85 ટકા રસીકરણ
રાજ્યભરના નાગરિકોને કોરોના સામે રક્ષણ આપવા માટે શરૂ કરાયેલા રસીકરણ મહાઅભિયાન અંતર્ગત રાજકોટના જસદણના પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે 1 જુલાઈ-2021 સુધીમાં 45 વર્ષથી વધુના નાગરિકોનું 62.85 ટકા રસીકરણ નોંધાયું છે. રસીકરણ કામગીરીમાં જસદણ પ્રાંત અધિકારી પ્રિયંકકુમાર ગલચર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નીલેશ શાહ, જિલ્લા આર. સી. એચ. અધિકારી ડો. મીતેશ ભંડેરી, જિલ્લા એપિડેમિક અધિકારી ડો. નીલેશ રાઠોડ, જસદણ તાલુકા વિકાસ અધિકારી પારસ વાંદા, આરોગ્ય અધિકારી ડો. ધવલ ગોસાઈ, સંબંધિત ગામોના સરપંચો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સરાહનીય કામગીરી કરી હતી. 46,550 નાગરિકો પૈકી કુલ 29,256 નાગરિકોને રસી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...