તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:મોતનો આંક શૂન્ય, નવા 7 કેસ નોંધાયા,આવતીકાલે 30 સેશન સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવામાં આવશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે.
  • 23 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાય રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયુ નથી.આજે બપોર સુધીમાં રાજકોટમાં કેસની સંખ્યા શૂન્ય છે. શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 42711 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 113 દર્દી સારવાર હેઠળ છે. આજે 23 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 1830 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 836 સહિત કુલ 2666 નાગરિકોએ રસી લીધી છે.

આવતીકાલે 30 સેશન સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવામાં આવશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રહેલા વેકસીનેસન અંતર્ગત આવતીકાના રોજ શહેરમાં નીચે મુજબની સેસન સાઈટ પર કોવીશીલ્ડ રસીનો પ્રથમ તેમજ બીજો ડોઝ આપવામાં આવશે.જે સેશન સાઈટ ખાતે કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમાં શ્યામનગર આરોગ્ય કેન્દ્ર , નંદનવન આરોગ્ય કેન્દ્ર, નાનામવા આરોગ્ય કેન્દ્ર, મવડી આરોગ્ય કેન્દ્ર,આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર,નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્ર, ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર, હુડકો આરોગ્ય કેન્દ્ર,અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર,સદર આરોગ્ય કેન્દ્ર,રામનાથપરા આરોગ્ય કેન્દ્ર,જંકશન આરોગ્ય કેન્દ્ર,મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર, ભગવતીપરા આરોગ્ય કેન્દ્ર,ઇન્ડિયન મેડીકલ એસોસિએશન,કબીરવન આરોગ્ય કેન્દ્ર,પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર,ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર,રામ પાર્ક આરોગ્ય કેન્દ્ર, કોઠારીયા આરોગ્ય કેન્દ્ર, માધાપર આરોગ્ય કેન્દ્ર,રેલ્વે હોસ્પિટલ,પદ્મકુંવરબા હોસ્પિટલ,પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, કામદાર રાજ્ય વિમા યોજના હોસ્પિટલ, સિટી સિવિક સેન્ટર – અમીન માર્ગ, શિવ શક્તિ સ્કુલ, ચાણક્ય સ્કુલ, શાળા નં. 84 – મવડી સેશન સાઈટ ખાતે કોવીશીલ્ડરસી આપવામાં આવશે તેમજ શાળા નં. 47 લક્ષ્મીનગર અને શાળા નં. 49 બી, બાબરીયા કોલોનીની સેશન સાઈટ ખાતે કોવેક્સીન રસી આપવામાં આવશે.

શહેરમાં સર્જિકલ માસ્ક અને સેનિટાઈઝરનું વેચાણ ઘટ્યું
કેસ ઘટતા હવે માસ્ક અને સેનિટાઈઝરનું વેચાણ પણ ઘટીને તળિયે આવી ગયું છે. એક સમયે માસ્ક માટે મેડિકલ પર લોકોની ભીડ જામતી હતી, પરંતુ બીજી લહેર જતાં માસ્કનું વેચાણ અડધું જ એટલે કે 50 ટકા પર આવી ગયું છે.કોરોનાકાળમાં છેલ્લા દોઢ વર્ષથી માસ્ક પહેરવું જીવન જરૂરી બની ગયું છે. જોકે તેમ છતાં કોઈ માસ્ક ન પહેરે તો આકરો દંડ ભરવાનો વારો આવે છે. ત્યારે કોરોનાની બીજી લહેરમાંથી બહાર આવતાં લોકો નિયમો ભૂલવા માંડ્યા છે. લોકો કોરોનાથી ડરીને નહીં, પરંતુ દંડથી બચવા માસ્ક પહેરી રહ્યાં છે. કોરોના હળવો પડતાં જ માસ્કનું વેચાણ પણ રોજ ઘટી રહ્યું છે. બીજી લહેરમાં માસ્કનું જે વેચાણ થતું હતું તે હાલ અડધું થઈ ગયું છે. જ્યારે સેનિટાઈઝર તો જાણે ભૂલાય જ ગયું છે. જે મેડિકલમાં દરરોજની 35-40 બોટલ સેનિટાઈઝર વેચાતું હતું, ત્યાં હાલ માંડ 2-4 બોટલનું વેચાણ થઈ રહ્યું છે.

અગાઉ રોજ 250 માસ્ક વેચાતા હવે માત્ર 100
રાજકોટના મેડિકલ સંચાલકનું કહેવું છે કે, એપ્રિલ મહિનામાં દરરોજના 250 જેટલા માસ્કનું વેચાણ થતું હતું. કોઈપણ બીજી દવા લેવા આવે તો પણ ગ્રાહકો સાથે માસ્ક લેતા હતા, પરંતુ હવે માત્ર 100 જેટલા માસ્ક પણ માંડ વેચાય છે. જ્યારે સેનિટાઈઝરની દિવસમાં એક-બે બોટલ જ વેચાય છે.

અન્ય સમાચારો પણ છે...