કોરોના રાજકોટ LIVE:24 કલાકમાં 2ના મોત, બપોર સુધીમાં 16 કેસ, વિદેશ ભણવા ઇચ્છુક વિદ્યાર્થીઓને વેક્સિન મૂકવા માટે મનપાએ વેબસાઇટ જાહેર કરી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • ગઇકાલે રાજકોટમાં 88 કેસ નોંધાયા હતા

રાજકોટમાં રોજની કોરોના કેસની સંખ્યા ઘટીને 100 નીચે આવી ગઈ છે. આથી શહેરમાં કોરોનાનો આંક ઘટીને માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહની સ્થિતિએ પહોંચી ગયો છે. રાજકોટમાં કુલ કેસની સંખ્યા 56849 પર પહોંચી છે. ગઇકાલે શહેરમાં નવા 88 કેસ નોંધાયા હતા. રાજકોટમાં 24 કલાકમાં 2 દર્દીના મોત નીપજ્યાં છે. જોકે આ અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. શહેરમાં આજે બપોર સુધીમાં 16 કેસ નોંધાયા છે. બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 4251 લોકોએ કોરોના વેક્સિન લીધી છે.

કોરોનામાં અંધશ્રદ્ધાએ માજા મૂકી, સૌ.યુનિ.ની 50 લોકોની ટીમ ગામડામાં સર્વે કરશે
​​​​​​​
રાજકોટ જિલ્લામાં કોરોનાકાળમાં અંધશ્રદ્ધાને લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તંત્રને ચોંકાવનારો રિપોર્ટ આપ્યો છે. મનોવિજ્ઞાન ભવનના પ્રાથમિક સર્વેમાં 36 ટકા લોકોમાં અંધશ્રદ્ધાનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે. કલંક્ટર તંત્ર દ્વારા મનોવિજ્ઞાન ભવનને જવાબદારી સોંપવામાં આવી છે. કાલથી ગામડાઓમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ જશે. લોકોને જાગૃત કરવા પ્રયાસો હાથ ધરાશે. મનોવિજ્ઞાન ભવના 50 લોકોની ટીમ સર્વે કરવા ગામડામાં જશે.

મનપાએ વેબસાઇટ જાહેર કરી
રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે વધુને વધુ લોકો વેક્સિન મેળવી સુરક્ષિત થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર લિંક મુકવામાં આવી છે, જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી ભરવાની રહેશે, માહિતી ભર્યા બાદ સરકારની ગાઈડલાઈન મુજબ વેક્સિન આપવાની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર માહિતી ભરવા માટેની લીંક- http://www.rmc.gov.in/rmcwebsite/frm_inform_student_vaccine.aspx છે. જેના પર વિદેશ ભણવા જવા વિદ્યાર્થીએ જરૂરી માહિતી અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ સરકાર તરફથી આવતી ગાઈડલાઈન વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવશે.

આજથી ગ્રામ્યમાં 18થી 44 વર્ષના લોકો માટે વેક્સિનેશન શરૂ
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરની યાદીમાં જણાવ્યા મુજબ આજે 4 જુનથી 18થી 44 વર્ષના લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી આપવા અભિયાન હાથ ધરાયું છે. દરરોજ 25 જેટલી વેક્સિનેશન સાઇટ ઓનલાઇન (http://www.cowin.gov.in) ખુલશે. જેમાં સાંજે 5થી બુકિંગ થઇ શકશે. દરેક વેક્સિન સાઇટ પરથી દરરોજ 200 લોકો કે જેમણે રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેમને એસ.એમ.એસ. દ્વારા તેમના વેક્સિનેશન માટેનું સ્થળ, સમય, સ્લોટની જાણ કરાશે. અત્યાર સુધી 10 શહેરોમાં 18થી 44ની વયજુથના સવા લાખ યુવાઓને વેક્સિન અપાય ચુકી છે.

ગુજરાત પ્રદેશ ભાજપના મહિલા મોરચાના પ્રમુખ રાજકોટમાં
ગુજરાત પ્રદેશ ભાજપના મહિલા મોરચાના પ્રમુખ ડો.દીપિકા સરડવા સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે. તેઓએ કોરોનાકાળમાં ભાજપની મહિલાઓની કામગીરીને બિરદાવાવી હતી. રાનિંગા સોની સમાજની વાડી ખાતે ભાજપના મહિલા મોરચાની બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બેઠકમાં ભાજપના શહેર મહિલા પ્રમુખ, મહિલા મોરચાની મહિલા કાર્યકરો, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મ્યુનિસપિલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સાંસદ રામ મોકરિયા, મેયર ડો. પ્રદીપ ડવ ઉપસ્થિત રહ્યાં હતા.

એક્ટિવ કેસમાં નજીવો વધારો આવતા 885 થયા
એક્ટિવ કેસમાં નજીવો વધારો આવતા 885 નોંધાયા છે. તેમજ ગુરુવાર સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 3 દર્દીનાં મોત નીપજ્યા હતા. 88 કેસમાંથી રાજકોટ શહેરના 57 કેસ છે. માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં દૈનિક 50 કેસની આસપાસ નોંધાતા હતા અને ત્યારબાદ કેસની સંખ્યા વધવા લાગી હતી. હવે ફરીથી કેસની સંખ્યા ઘટતા માર્ચ જેવી સ્થિતિએ શહેર પહોંચ્યું છે.

માર્ચમાં 3300 કેસ નોંધાયા હતા
માર્ચ માસમાં 3300 જેટલા કેસ આવ્યા હતા તેની આસપાસ જ જૂન માસમાં કેસ નોંધાય તેવી શક્યતા છે. બીજી તરફ તે પહેલા ફેબ્રુઆરીમાં 550 જેટલા જ કેસ આવ્યા હતા અને જાણે કોરોના ગાયબ થયો હોય તેવું માનીને તંત્ર અને લોકો નિષ્ફિકર થતા એપ્રિલ માસમાં ખૂબ જ ખરાબ પરિણામ ભોગવવા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...