તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:24 કલાકમાં 1નું મોત, બપોર સુધીમાં 6 કેસ નોંધાયા, 624 દર્દી સારવાર હેઠળ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • જિલ્લાના 54 પીએચસી અને 12 સીએચસી ખાતે 200 ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પણ ખરીદી કરવામાં આવશે

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાય રહ્યો છે. શહેરમાં આજે બપોર સુધીમાં 6 કેસ નોંધાયા છે. જયારે કુલ કેસની સંખ્યા 42599 પર પહોંચી છે. 624 દર્દી અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગઇકાલે ગુરૂવારે 49 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં 24 કલાકમાં એક દર્દીનું મોત થયું છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે.રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 2735 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1524 સહિત કુલ 4259 નાગરિકોએ રસી લીધી હતી.

BAPS સ્વામિનારાયણ મંદિર
BAPS સ્વામિનારાયણ મંદિર

આજથી ફરી BAPS સ્વામિનારાયણ મંદિરના દ્વાર ખુલ્યા
રાજકોટમાં આજથી ફરી BAPS સ્વામિનારાયણ મંદિરના દ્વાર હરિભક્તો માટે ખોલવામાં આવ્યા છે. કોરોનાના તમામ નિયમોના પાલન સાથે આજથી રાજકોટનું BAPS સ્વામિનારાયણ મંદિર ખૂલ્યું છે. ઘણા સમય પછી BAPS મંદિરના દ્વારા ખુલતા હરિભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. છેલ્લા લાંબા સમયથી BAPS સ્વામિનારાયણ મંદિર કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારે હવે આજથી મંદિર ખુલતા દર્શન માટેનો સમય સવારે 8થી 10 અને સાંજે 4થી 6 સુધી રાખવામાં આવ્યો છે. મંદિરમાં પ્રવેશતા હરિભક્તોએ કોરોનાની તમામ ગાઇડલાઇનનું પાલન કરવું ફરજિયાત રહેશે. મંદિરમાં બેસીને માળાજાપ, કીર્તન નહીં કરી શકાય, ભાવિકોને સરકારના તમામ SOP પાલન કરવા મંદિર પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે.

ત્રીજી લહેર પહેલા જિલ્લા પંચાયતના સદસ્ય ગ્રાન્ટમાંથી મેડિકલના સાધનો ખરીદશે
કોરોનાની ત્રીજી લહેર પૂર્વે જ જિલ્લા પંચાયત સજ્જ થઇ ગયું છે, જેમાં પંચાયતના તમામ સદસ્યો તેમની ગ્રાન્ટ મેડિકલના સાધનોની ખરીદી માટે વાપરશે. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગામડે ગામડે 5-5 ઓક્સિજનના સિલિન્ડર આપવામાં આવશે. સાથો-સાથ ઓક્સિમીટર અને થર્મલ ગન પણ રાખવામાં આવશે, જેથી લોકોને હેરાન ન થવું પડે અને એકજ સ્થળે લોકોની સંપૂર્ણ આરોગ્ય તપાસ થઇ શકે. સામે જિલ્લાના 54 પીએચસી અને 12 સીએચસી ખાતે 200 ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પણ ખરીદી કરવામાં આવશે.

રાજકોટમાં રોજ 7 હજાર રસી લે છે
હવે દરરોજ 7000 લોકો રસી લેવા આવી રહ્યા છે અને આ ગતિએ પૂરું વેક્સિનેશન થવામાં 50 દિવસ વીતી જશે. જે 6.52 લાખ રસીકરણ થયું છે તેમાં 18થી 44 વર્ષના યુવાનોની સંખ્યા 3.89 લાખ છે. સંખ્યાની દૃષ્ટિએ આ વય જૂથ આગળ છે પણ જાગૃતિ 45 પ્લસમાં વધારે છે કારણ કે, રાજકોટ શહેરની રસી લઈ શકે તેવી કુલ વસ્તીમાં 45 કરતા વધુ વયનું પ્રમાણ 37 ટકા અને 18થી 44નું પ્રમાણ 62 ટકા છે પણ વેક્સિનેશન થયું તેમાં 45 પ્લસનું પ્રમાણ 40 ટકા છે.

અન્ય સમાચારો પણ છે...