તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:24 કલાકમાં 3 દર્દીના મોત, બપોર સુધીમાં 5 કેસ નોંધાયા, કાલથી કાલાવડ રોડ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે.
  • કુલ વસ્તીમાં 45 કરતા વધુ વયનું પ્રમાણ 37 ટકા અને 18થી 44નું પ્રમાણ 62 ટકા

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે. 24 કલાકમાં 3 દર્દીઓના મૃત્ય થયા છે. શહેરમાં બપોર સુધીમાં 5 કેસ નોંધાયા છે. જયારે પોઝિટિવ કેસની સંખ્યા 42580 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 655 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 16 દર્દી કોરાનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં મે માસમાં સૌથી વધુ રસીકરણ થયું હતું. જ્યારે જૂન મહિનામાં વેક્સિનેશનનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે.રાજકોટમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 2318 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1427 સહિત કુલ 3745 નાગરિકોએ રસી લીધી છે. આવતીકાલથી કાલાવડ રોડ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. જેમાં દંડવત પ્રણામ, માળા જાપ કે કીર્તન ગાન કરી શકાશે નહિ.

21 જૂનથી પ્રદ્યુમન પાર્ક ઝુ ખુલશે
રાજકોટમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. ધીરે ધીરે બધું જ્યારે અનલૉક થઈ રહ્યું છે ત્યારે હવે રાજકોટમાં ઝુ પણ ખોલવામાં આવશે. આગામી 21 જૂનથી રાજકોટવાસીઓ માટે પ્રદ્યુમ્ન પાર્ક ઝુ પણ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુલાકાતીઓને તમામ સાવચેતી સાથે જ અંદર પ્રવેશ આપવામાં આવશે.

મનપા દ્વારા વિદેશ નોકરી અર્થે જતા લોકોનું વેક્સિનેશન શરુ કરાયું
રાજકોટમાં મનપા દ્વારા ફોરેન જોબ માટે જવા માંગતા હોય તેમજ NRI વ્યક્તિઓ હોય તેમના માટે પણ વેક્સીનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેઓએ કોવીશીલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય અને તેમને ફોરેન જવાનો સમય થઇ ગયો હોય તેમણે કોવીશીલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ કોવીશીલ્ડ વેકસીનનો બીજો ડોઝ લઇ શકશે, આવા લોકો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સીન લેવા માટે રામનાથ પરા આરોગ્ય કેન્દ્ર ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો સમય સવારે 09:00 થી 12:00 વાગ્યા સુધીનો રહેશે.

20 કોલેજમાં વેક્સિનેશન કેમ્પ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મનપાના સંયુક્ત ઉપક્રમે આજે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની 20 કોલેજમાં આજે કેમ્પ યોજાયો છે. જેમાં 18થી 44 વર્ષની વય ગ્રુપના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાર્થીઓ અને સ્ટાફને વેક્સિન અપાય રહી છે. રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિની હાજરીમાં કેમ્પની શરૂઆત કરાય છે.

રાજકોટમાં રોજ 7 હજાર રસી લે છે
હવે દરરોજ 7000 લોકો રસી લેવા આવી રહ્યા છે અને આ ગતિએ પૂરું વેક્સિનેશન થવામાં 50 દિવસ વીતી જશે. જે 6.52 લાખ રસીકરણ થયું છે તેમાં 18થી 44 વર્ષના યુવાનોની સંખ્યા 3.89 લાખ છે. સંખ્યાની દૃષ્ટિએ આ વય જૂથ આગળ છે પણ જાગૃતિ 45 પ્લસમાં વધારે છે કારણ કે, રાજકોટ શહેરની રસી લઈ શકે તેવી કુલ વસ્તીમાં 45 કરતા વધુ વયનું પ્રમાણ 37 ટકા અને 18થી 44નું પ્રમાણ 62 ટકા છે પણ વેક્સિનેશન થયું તેમાં 45 પ્લસનું પ્રમાણ 40 ટકા છે.

રસીના કુલ 7.96 લાખ ડોઝ વપરાયા, 1.43 લાખને બીજો ડોઝ
રાજકોટમાં રસીના 7.96 લાખ ડોઝ વપરાયા છે જેમાં પહેલો ડોઝ લેનારની સંખ્યા 652983 છે અને તેમાંથી બીજો ડોઝ લેનારની સંખ્યા 143320 છે. રાજકોટમાં 7.45 લાખ ડોઝ કોવિશિલ્ડના જ્યારે 50652 ડોઝ કોવેક્સિનના વપરાયા છે.