તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં 24 કલાકમાં 6ના મોત, બપોર સુધીમાં 33 કેસ નોંધાયા, સ્થિતિ સામાન્ય થવા તરફ

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • રાજકોટમાં ગઇકાલે કોરોનાના નવા 127 કેસ સામે આવ્યા હતા

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથોસાથ મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાય રહ્યો છે. આજે બપોર સુધીમાં 33 કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42020 પર પહોંચી ગઇ છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 537 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે સોમવારે 173 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આથી રાજકોટમાં સ્થિતિ સામાન્ય થવા તરફ છે. રાજકોટમાં 24 કલાકમાં 6ના મોત નીપજ્યા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 7844 લોકોએ કોરોના વેક્સિન લીધી છે.

ગઇકાલે રાજકોટમાં 127 કેસ નોંધાયા હતા
રાજકોટમાં ગઇકાલે કોરોનાના નવા 127 કેસ સામે આવ્યા હતા. જેમાં શહેરના 82 જ્યારે ગ્રામ્યના 45 કેસ સમાવિષ્ટ છે. આ સાથે કુલ કેસનો આંક 56517 થયો છે. જ્યારે એક્ટિવ કેસ પણ હવે 1000 કરતા ઓછા થઈને 935 થતા સ્થિતિ સામાન્ય થવા તરફ છે અને શહેરની મોટાભાગની હોસ્પિટલમાં કોરોનાના બેડ ખાલી થયા છે. મૃતાંકમાં ઘટાડો આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે, છેલ્લા 2 દિવસથી સારવાર દરમિયાન મોતનો આંક 3 આવી રહ્યો છે. આ આંક 0 થાય તેના માટેની રાહ છે. મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં કેસ ઘટ્યા છે પણ હજુ બીજી લહેર જતી રહી છે તેવું કહી ન શકાય કારણ કે કેસ હજુ 100ની આસપાસ જ આવી રહ્યા છે.

60 દિવસમાં સરેરાશ 7700 ટેસ્ટ રોજ થયા
માર્ચ 2020થી માર્ચ 2021 સુધીમાં 677895 ટેસ્ટ થયા એટલે કે દૈનિક 1857 ટેસ્ટ થઈ રહ્યા હતા. એપ્રિલના પ્રથમ સપ્તાહથી જ કેસ અચાનક વધી જતા ટેસ્ટ પણ વધારવા પડ્યા હતા. 5000 ટેસ્ટ અને પછી 10000 ટેસ્ટ એમ મનપાએ સતત ટેસ્ટની સંખ્યા વધારતા 30 દિવસમાં 319440 સેમ્પલ લીધા જે 10600ની સરેરાશ છે અને પાછલા સમગ્ર વર્ષ કરતા 10 ગણો વધુ આંક ધરાવે છે. મે માસમાં ટેસ્ટ ઘટીને 142823 ટેસ્ટ થયા અને તેમાં 4760ની સરેરાશ આવી. 60 દિવસની ગણતરી કરતા દરરોજ 7700 ટેસ્ટની સરેરાશ આવી છે તે પણ સામાન્ય કરતા 3 ગણો વધારો દર્શાવે છે.

અન્ય સમાચારો પણ છે...