તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:24 કલાકમાં 39 દર્દીના મોત, આજે નવા કેસ 355ને પાર, 45 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે વેક્સિનેશન 3 દિવસ માટે બંધ રહેશે

રાજકોટ2 મહિનો પહેલા
ફાઇલ તસવીર.
  • ગઇકાલે 413 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાય રહ્યો છે. ત્યારે શહેરમાં આજે નવા કેસ 355ને પાર પહોંચ્યા છે. તો કુલ કેસની સંખ્યા 38869 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 2624દર્દી સારવાર હેઠળ છે. આજે 409 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.રાજકોટમાં 24 કલાકમાં 39 દર્દીના મોત નીપજ્યા છે. જોકે આ અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 38 દર્દીના મોત નીપજ્યા હતા પરંતુ ડેથ ઓડિટ કમિટી દ્વારા 8 દર્દીના કોવિડમાં મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું. શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 4704 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 5229 સહિત કુલ 9933 નાગરિકોએ રસી લીધી છે. આવતીકાલ તા.14થી 17 મેં સુધી 3 દિવસ માટે મનપા દ્વારા 45 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે વેક્સિનેશન બંધ રહેશે

રાજકોટ સિવિલમાં કોવિડથી મૃત્યુ પામેલા પ્રૌઢાના વાલીવા૨સ મળતા નથી
સિવિલ હોસ્પિટલમાં ૨મીલાબેન અશ્વીનભાઈ લખતરીયા કોરોનાની સા૨વા૨ માટે 8 મેના રોજ દાખલ થયા હતાં. તેમનું ગતરાત્રિના મોત નીપજ્યું હતું. દર્દીની કેસ ફાઈલમાં એડ્રેસ નાના મવા રોડ પ૨ એસ્ટ્રોન સોસાયટી લખાવેલું છે. પરંતુ તે એડ્રેસ ખોટું હોવાથી તેમના વાલી વા૨સ મળતાં નથી. આથી જો કોઈ આ પ્રૌઢાને ઓળખતું હોય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફીસ૨ ડો.ચાવડાનો સંપર્ક ક૨વા જણાવ્યું છે.

સિવિલ બહાર સામાજિક સંસ્થાની સેવા બંધ કરાવાઇ
કોરોના મહામારી દરમિયાન અનેક સામાજિક સંસ્થાઓએ ચૌધરી હાઇસ્કૂલમાં પોતાની સેવા શરૂ કરી હતી. મુસ્લિમ સમાજ દ્વારા પણ એનર્જી ડ્રીંક અને ચા-પાણી, નાસ્તાની સેવા આપવામાં આવી રહી હતી. આ કારણોસર સિવિલમાં ચાલતી કેન્ટીનના ધંધાને માર પડી રહ્યો હતો. આજે અધિક કલેક્ટર દ્વારા ખોટા કેસમાં ફીટ કરી દેશું કહીને મંડપ કાઢી નાખવા સૂચના આપવામાં આવી હતી. સામાજિક સંસ્થાની સેવા બંધ થતા અનેક દર્દીઓ અને તેના સગાસંબંધીઓને મુશ્કેલી પડી રહી છે.

વીરપુરમાં કોવિડ સેન્ટર શરૂ.
વીરપુરમાં કોવિડ સેન્ટર શરૂ.

યાત્રાધામ વિરપુરમાં કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દીઓની સારવાર
રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરનું નામ આવે એટલે ભૂખ્યાજનોની ભૂખ ભાંગતી પૂજ્ય જલારામ બાપાની સેવા તુરંત જ સામે આવે. તેવી જ રીતે વીરપુરના યુવાનો પણ પૂજ્ય જલારામ બાપાની સેવાના સૂત્રની સાથે પ્રેરણા લઈને સેવા યજ્ઞ શરૂ કર્યો છે અને તે પણ કોરોનાના દર્દીઓની સેવા વીરપુરના 25 જેટલા યુવકોનું ગ્રુપ કોરોનાના દર્દીઓની વહારે આવ્યું છે, વીરપુરની સરકારી હોસ્પિટલમાં યુવા કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાના સહયોગથી શરૂ થયેલા કોવિડ કેર સેન્ટરમાં તમામ જાતની સેવા પુરી પાડી રહ્યાં છે, આ યુવકો કોરોનાના દર્દીઓ માટે બે ટાઈમ જમવાનું, સવારે ચા-નાસ્તો, તેમજ દિવસ દરમિયાન નારિયેળ પાણી અને ફ્રૂટની સેવા આપી રહ્યાં છે, સાથે સાથે જો કોઈ કોરોનાના દર્દીને ઇમરજન્સી વીરપુરથી હોસ્પિટલ કે જિલ્લા કક્ષાએ લઈ જવાના થાય અને એમ્બ્યુલન્સની સુવિધા ન મળે તો પોતાની ખાનગી કારમાં કોરોનાના દર્દીને લઈને ઓક્સિજનની સુવિધા સાથે જિલ્લા કક્ષાએ લઈ જાય છે.

રાજકોટ એસટી ડિવિઝનના 200 રૂટ રદ કરી દેવાયા
કોરોનાની બીજી લહેરમાં રાજકોટ એસટી બસ ડિવિઝનમાં મોટી સંખ્યામાં મુસાફરો અને કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે. ત્યારે વધતા જતા સંક્રમણને કાબૂમાં લેવા માટે રાજકોટ એસટી ડિવિઝનના લોકલ અને લાંબા રૂટના 200 રૂટ રદ કરવામાં આવ્યા છે. જે બસના રૂટ રદ કરાયા છે તેમાં રાજકોટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી અને સુરેન્દ્રનગર ડેપોના લોકલ રૂટ રદ કરવામાં આવ્યા છે.

રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના વધુ 500 કેસ આવે તેવી શક્યતા
રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના કેસ વધી રહ્યાં છે અને હાલમાં 200 દર્દી દાખલ છે. જોકે હજુ પણ આ સંખ્યા વધીને 500 થઈ જશે તેવી શક્યતા વચ્ચે સિવિલના તંત્રએ 250 બેડની ક્ષમતા વધારીને 500 બેડ કરી છે. તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાંથી ઉપરાંત હવે બરોડામાંથી પણ દર્દીઓ મ્યુકરમાઈકોસિસની સારવાર માટે રાજકોટ આવી રહ્યાં છે આ કારણે દર્દીઓની સંખ્યા વધી રહી છે.

અડધો દિવસ દુકાન ખોલવાની માગ સાથે વેપારીઓ એકત્ર થયા.
અડધો દિવસ દુકાન ખોલવાની માગ સાથે વેપારીઓ એકત્ર થયા.

સ્ટેશનરી અને દરજી એસો.ની અડધો દિવસ દુકાન ખોલવા માગ કરી
રાજકોટમાં આંશિક લોકડાઉનથી વેપારીઓ ત્રાસી ગયા છે. વિવિધ વેપારી એસોસિએશન દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે. ઓછામાં ઓછી અડધો દિવસ દુકાન ખોલવાની મંજૂરી આપવા માગ કરાઇ છે. માસ્ક સહિતના તમામ નિયમોનું પાલન કરવાની ખાતરી પણ આપી છે. સ્ટેશનરી અને દરજી એસોસિએશનના વેપારીઓ આજે એકઠા થયા હતા અને અડધો દિવસ દુકાન ખોલવાની કલેક્ટરને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...