તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રાજકોટ LIVE:24 કલાકમાં 62 દર્દીના મોત, આજે નવા 390ને પાર, જન્મ-મરણના દાખલા મેળવવા આજે પણ લાંબી લાઇન

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર, - Divya Bhaskar
ફાઇલ તસવીર,
  • આજે 597 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો
  • આજે સાંજ સુધીમાં 10 હજારથી વધુ લોકોનું વેક્સિનેશન કરાયું
  • ગામડાંમાં રેકોર્ડબ્રેક 170 પોઝિટિવ

રાજકોટમાં કોરોના કેસમાં ગઇકાલે ફરી ઉછાળો આવ્યો હતો. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 3532 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 3532 દર્દી સારવાર હેઠળ છે. આજે 597 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 62 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં 62 દર્દીના મોતથઈ આરોગ્ય વિભાગમાં પણ ચિંતાનો માહોલ છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. આજે 391 કેસ નોંધાયા છે.

સર્વર ડાઉન થતાં સતત બીજા દિવસે જન્મ-મરણ નોંધણી દાખલા માટે લાઈન લાગી
રાજકોટ શહેરમાં કોરોના મહામારીના કારણે મોતની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. પરિણામે જન્મ-મરણ વિભાગમાં પણ કામગીરીનો લોડ વધી ગયો છે. જ્યારે સરકાર દ્વારા ઓનલાઈન જન્મ તારીખના દાખલા કાઢવાનો નિયમ અમલમાં મૂક્યા બાદ ગઈકાલે મનપાની જન્મ-મરણ નોંધણી વિભાગમાં અરજદારોની લાઈનો લાગી હતી. જે આજે પણ યથાવત રહી હતી. આજે ઓફિસ ખુલ્યા બાદ તુરંત સર્વર ડાઉન થઈ જતાં બે કલાક કામગીરી બંધ રહેતા આજે પણ અરજદારોની લાઈન લાગતાં ડે.મેયર ડો.દર્શિતાબેન શાહે તાત્કાલિક જન્મ-મરણ વિભાગમાં તેમજ હોસ્પિટલ ખાતે સ્ટાફ વધારવાની સૂચના આપી હતી.

રાજકોટ શહેરમાં આજે​ 10 હજારથી વધુ​​​​​ ​લોકોએ કોરોના વેક્સિન લીધી
રાજકોટ શહેરમાં આજે કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 5202 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 4806 સહિત કુલ 10 હજારથી વધુ નાગરિકોએ રસી લીધી છે.

સૌરાષ્ટ્ર યુનિ.ની કોવિડ હોસ્પિટલમાં દર્દી જલ્દી સાજા થાય થાય તે માટે અનોખી પદ્ધતિ
- દર્દીઓને દિવસમાં બે વાર 10-10 મિનીટ પ્રાર્થના અને શ્લોક મોબાઇલમાં સંભળાવવામાં આવે છે.
- ઓક્સિજનમાંથી સાજા થયેલા દર્દીઓ સાથે અત્યારના ઓક્સિજન પર રહેલા દર્દીઓ સાથે રોજ વાતચીત કરાવવામાં આવે છે. જેથી તેમને હિંમત અને મનોબળ પુરૂ પાડવામાં આવે છે.
- દર્દીઓને તેમના ધર્મગુરૂઓ સાથે દિવસમાં એકવાર વાત કરાવવામાં આવે છે અને તેમના આશીર્વાદ અપાવવામાં આવે છે
- દર્દીઓના સગા-વ્હાલાઓ સાથે દિવસમાં બેથી ત્રણ વાર વીડિયો કોલથી વાત કરાવવામાં આવે છે અને દર્દીનું હેલ્થ સ્ટેટસ તેઓને આપવામાં આવે છે.

રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 45690 પર પહોંચી
રાજકોટમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે. મંગળવારે નવા 726 કેસ આવ્યા હતા જેમાં શહેરના 593, જ્યારે ગ્રામ્ય વિસ્તારના 133 હતા. રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 45690 થઈ છે. જેમાં એક્ટિવ કેસ 4687 છે. રાજકોટ શહેરમાં કેસની સંખ્યા ઘણી કાબૂમાં આવી રહી છે અને હોસ્પિટલમાં પણ હવે કતારો ઘટી રહી છે તેવામાં અચાનક ગ્રામ્ય વિસ્તારમાં કેસની સંખ્યામાં ઉછાળો આવ્યો છે પણ જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લા પંચાયત આ મામલે સાવ ઉદાસીન હોવાથી 15 લાખથી વધુની વસ્તી હોવા છતાં 2500થી 3500 ટેસ્ટ થઈ રહ્યા છે. આ કારણે એવા ઘણા કેસ છે જે હજુ સામે પણ આવ્યા નથી.

ઓક્સિજન મેળવવા એજન્સીઓએ પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત
રાજકોટમાં હોસ્પિટલના નામે કોઈ અજાણ્યા શખ્સો ઓક્સિજનના સિલિન્ડર રિફિલ કરાવી ગયાનો બનાવ નોંધાતા જિલ્લા કલેક્ટરે ઓક્સિજન માટે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું હતું. હવે સેવાકીય સંસ્થાઓ કે જે દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર પૂરા પાડે છે તેમને પણ જથ્થો લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો