તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રાજકોટ LIVE:શહેરમાં મોતનું તાંડવ, 24 કલાકમાં 72 દર્દીના મોત, નવા 397 કેસ નોંધાયા

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • WWW.EOLAKH.GUJARAT.GOV.IN સાઇટ મોબાઇલમાં કે કોમ્પ્યુટરમાં ઓપન કરી જન્મ કે મરણના દાખલા ઓનલાઇન મેળવી શકાશે

રાજકોટમાં કોવિડ હોસ્પિટમાં મોતનો આંક વધી રહ્યો છે. 24 કલાકમાં વધુ 72 દર્દીના મોત થયા છે. જોકે, આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 65 દર્દીના મોતમાંથી 9 દર્દીના જ કોરોનાથી મોત થયાનું ડેથ ઓડિટ કમિટીમાં જાહેર કરવામાં આવ્યું હતું. આજે નવા 397 કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 34928 પર પહોંચી છે.

રાજકોટ શહેરમાં બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 6577 લોકોએ કોરોના વેક્સિન લીધી
રાજકોટમાં કોરાન કેસની સંખ્યામાં આંશિક ઘટાડો થયો છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 34652 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 3864 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે રવિવારે 684 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18વર્ષથી 44 વર્ષના કુલ 3548 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 3029 સહિત કુલ 6577 નાગરિકોએ રસી લીધી.
રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય અને હાલ વોર્ડ નંબર 1ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયાએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

સ્ટર્લિંગ હોસ્પિટલમાં મનપા કમિશનરનું ચેકિંગ
રાજકોટ શહેરમાં 150 ફૂટ રિંગ રોડ ખાતે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા જનરલ દર્દીઓની અને કોવિડ-19ના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આજે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે સ્ટર્લિંગ હોસ્પિટલની વિઝીટ કરી હતી. અહીં કુલ 208 બેડની હોસ્પિટલ છે. જેમાંથી 98 બેડમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવે છે તેમજ બાકીના બેડમાં જનરલ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન મ્યુનિ. કમિશનરે I.C.U., હોસ્પિટલ મેનેજમેન્ટ, ઇમરજન્સીમાં બહારનો રસ્તો, ફાયર સેફ્ટી વગેરેની ચકાસણી કરી હતી.

જાહેર જનતાને ઘરેબેઠા જન્મ કે મરણના પ્રમાણપત્રો ઓનલાઇન ડાઉનલોડ કરવાની સુવિધા
જન્મ અને મરણ નોંધણીની પ્રક્રિયા હાલ રાજ્ય સરકારના વેબ પોર્ટલ eOlakhમાં કરવામાં આવે છે. આ નોંધણીની પ્રક્રિયા સંપુર્ણ ઓનલાઇન છે. જેથી દરેક હોસ્પિટલ દ્વારા બનતા જન્મ કે મરણના બનાવોની નોંધ આજ પોર્ટલમાં કરવામાં આવે છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા આજ પોર્ટલમાંથી જાહેર જનતાને ઘરે બેઠા જન્મ કે મરણના પ્રમાણપત્રો ઓનલાઇન ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલ્બ્ધ કરવામાં આવી છે. જે સુવિધા 1 ઓક્ટોબર 2020થી તમામ નોંધણીમાં લાગુ પડશે. જે સેવામાં પ્રમાણપત્ર ફક્ત ડાઉનલોડ કરી શકાશે, જેમાં કોઇ સુધારા કરી શકાશે નહી. આ સુવિધાનો લાભ આજથી જ શરૂ કરવામાં આવ્યો છે.

આ સુવિધાનો લાભ લેવાની પ્રક્રિયા

1.WWW.EOLAKH.GUJARAT.GOV.IN સાઇટ મોબાઇલમાં કે કોમ્પ્યુટરમાં ઓપન કરવાની રહેશે. 2. આ સાઇટ ઓપન કરતા હોમ પેઇજ પર સિટીઝન સેન્‍ટરમાંથી ડાઉનલોડ સર્ટિફિકેટમાં ક્લિક કરવાનું રહેશે 3. ત્યારબાદ જે પ્રમાણપત્ર જોઇતું હોય તે સિલેક્ટ કરવાનું જેમ કે બર્થ અથવા ડેથ 4. સિલેક્ટ કર્યા બાદ કેવી રીતે શોધવુ જેમ કે મોબાઇલ નંબર અથવા એપ્લીકેશન નંબર આ પૈકી કોઇ એક વિગત દાખલ કરી સર્ચ કરવાનું રહેશે 5. ત્યારબાદ નીચે વિગત બતાવશે જેમાં ડાઉનલોડ કરવાનો ઓપશન આવશે જે ડાઉનલોડ કર્યેથી આપનું પ્રમાણપત્ર મોબાઇલ અથવા કોમ્પ્યુટરમાં તૈયાર હશે.

​​​​​​​રવિવારે રાજકોટ જિલ્લામાં 528 કેસ નોંધાયા હતા
રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓનાં મોતની સંખ્યામાં ઘટાડો થતો નથી. રવિવારે વધુ 65 દર્દીનાં સારવાર દરમિયાન મોત થયા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું હતું. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે 528 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં રાજકોટ શહેરમાં 401 અને જિલ્લામાં અત્યાર સુધીનો સૌથી વધુ 127 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેના પગલે અત્યાર સુધીમાં જિલ્લા અને શહેરમાં કુલ પોઝિટિવ કેસ 44440 થયા છે. શનિવારે 69 દર્દીનાં મોતમાંથી 21 દર્દીનાં મોત કોવિડથી થયા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું હતું. જોકે મોતનો આંક હજુ વધુ જ છે.

જિલ્લા પંચાયતના મહિલા સભ્યનું મોત
રાજકોટ જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા સભ્યોમાંથી વધુ એક સભ્યનું કોરોનાથી મોત થયું છે. જસદણના સાણથલી બેઠકના ભાજપના નિર્મળાબેન ધનજીભાઇ ભૂવાનું કોરોનાથી મોત થયું છે. નિર્મળાબેન 20 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા, પરંતુ અંતે તે કોરોના સામે હારી ગયા હતા. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં શિવરાજપુર બેઠકના કોંગ્રેસના સભ્ય રણજિત મેણિયાનું પણ કોરોનાથી મોત થયું છે. જસદણ તાલુકાના બે સભ્યનું કોરોનાથી મોત થયું છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો