તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રાજકોટ LIVE:24 કલાકમાં 86 નવા કેસ અને 6 દર્દીના મોત, સ્વ.અભય ભાઈની પુત્રીને અને ભત્રીજા સહિત ભારદ્વાજ પરિવારના 3 લોકો પોઝિટિવ

રાજકોટ2 મહિનો પહેલા
કોરોના ટેસ્ટિંગની ફાઇલ તસવીર.
  • મનપાના પૂર્વ વિપક્ષ નેતા પણ કોરોના સંક્રમિત
  • બુધવારે 80 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો

રાજકોટમાં આજે 86 કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 18116 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 624 દર્દી સારવાર હેઠળ છે. ગુરૂવારે 80 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં રાજકોટમાં 150 દર્દીના કોરોનાથી મોત નીપજ્યાનું મનપાએ સત્તાવાર જણાવ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં કોરોનાથી 6 દર્દીના મોત નીપજ્યા છે. જોકે, આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. કોરોના કેસની સાથોસાથ આજે રાજકોટમાં મોતમાં પણ વિસ્ફોટ થયો છે. આથી આરોગ્ય વિભાગ દોડતું થયું છે. રાજકોટ મનપાના પૂર્વ વિરોધપક્ષ નેતા વશરામ સાગઠિયા કોરોના સંક્રમિત થતા તેઓ હાલ હોમ આઇસોલેટ થયા છે. હાલ રાજ્યસભાના સાંસદ સ્વ. અભય ભારદ્વાજના પુત્રી અમૃતા તથા નીતિનભાઇના પત્નિ વંદનાબેન અને મોટા પુત્ર નિયંતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેઓ હોમ આઇસોલેટ થયા છે જયારે નીતિનભાઇ ભારદ્વાજ અને તેમના નાના પુત્ર મનનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં આજે 1 લાખથી વધુ લોકોને વેક્સિન અપાઇ
રાજકોટમાં 11 તાલુકાઓના 12 ઘટક હેલ્થ સેન્ટર ખાતે આજે જિલ્લા તેમજ શહેરનું મળીને કુલ 1,39,994 લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં શહેરમાં 45 થી 59 વર્ષની ઉંમરના 9,811 કોમોર્બિડ લોકોને તેમજ 60 વર્ષ કે તેથી મોટી ઉંમરના 53,193 લોકોને રસીકરણ કરાયું છે. જયારે રાજકોટ જિલ્લામાં 45 થી 59 વર્ષની ઉંમરના 12,955 અને 60 વર્ષ કે તેથી મોટી ઉંમરના 64,035 લાભાર્થીઓને વેક્સિનેશન કરવામાં આવ્યું હોવાનું વિભાગીય નિયામક ડો. રુપાલીબેન મહેતાએ જણાવ્યું છે.

ગુરૂવારે રાજકોટ જિલ્લામાં 164 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના અલગ અલગ જગ્યાએ નવા લક્ષણો સામે આવી રહ્યા છે. જેમાં ખંજવાળ અને પેટનો દુખાવો સહિત સામેલ છે. રાજકોટમાં પણ હવે નવા પ્રકારના લક્ષણો ધરાવતા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે અને ઘણા કિસ્સામાં દર્દીને છેક સુધી લક્ષણોની ખબર જ રહેતી નથી. જે દાખલ થાય છે તેમાં મોટાભાગે 40થી શરૂ કરી 60 વર્ષની વયના દર્દીઓ હોય છે. તંત્રના જણાવ્યા મુજબ રાજકોટમાં ગુરૂવારે કોરોનાના નવા 164 કેસ સામે આવ્યા હતા. જેમાં શહેરના 130 જ્યારે ગ્રામ્ય વિસ્તારના 34 દર્દીનો સમાવેશ થાય છે. એક્ટિવ કેસ 695 થયા છે.

નબળાઈ જોવા મળી, 6 દિવસ સુધી ખોરાક ન લઈ શકાયો
તાવ, શરદી, ઉધરસ જેવા કોઈ પણ લક્ષણો જોવા ન મળ્યા. એક દિવસ ખૂબ જ સખત નબળાઈ અનુભવાઈ. નબળાઈ વધુ હોવાથી ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આજ દિન સુધી હજુ તાવ, માથું દુખવું કે ઉધરસના એક પણ લક્ષણ જોવા નથી મળ્યા, પરંતુ કોરોના પોઝિટિવ આવ્યાના બીજા દિવસે મેં ખોરાક લીધો તો પેટ જકડાઈ ગયું અને પેટનો દુખાવો અસહ્ય થયો. ત્યારબાદ મેં માત્ર લિક્વિડ ફૂડનો જ આગ્રહ રાખ્યો. 6 દિવસ બાદ હું ખોરાક લઈ શક્યો. મારા અનુભવ પરથી હું એવું કહું છું કે, જો કોઇને નબળાઈ અનુભવાય તો તેને અવગણવાને બદલે તુરંત જ ટેસ્ટ કરાવવો જોઇએ. વુહાન પેટર્ન મુજબ તાવ, શરદી, ઉધરસ જોવા મળતા હતા. યુકે સ્ટ્રેનમાં આ બધા લક્ષણો ગાયબ હતા. તેમ નવી સ્ટ્રેનનો ભોગ બનેલ કોરોનાના દર્દી જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો