તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Total Number Of Cases In Rajkot Has Reached 42404. If The Slot In The Vaccination Center Is Vacant, The Health Worker Will Register And Give The Vaccine.

કોરોના રાજકોટ LIVE:નવા 27 કેસ નોંધાયા, કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, જિલ્લામાં વેક્સિન નહિ લીધી હોય તો કોરોનાનો રીપોર્ટ સાથે રાખવો ફરજીયાત

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 673 દર્દી સારવાર હેઠળ

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટી રહી છે. કુલ કેસની સંખ્યા 42431 પર પહોંચી છે. આજે 19 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચા4જ આપવામાં આવ્યો હતો. હાલ રસીકરણ પુરી માત્રામાં ન થતા હવે જે આરોગ્ય કેન્દ્રમાં સ્લોટ ખાલી હશે ત્યાં જશો તો આરોગ્ય કર્મી રજીસ્ટ્રેશન કરી આપશે અને સ્લોટ બુક કરવાની મદદ કરી ત્યારે જ તમને રસી આપી દેશે. રાજકોટમાં 24 કલાકમાં 2 દર્દીના મોત નીપજ્યા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે.શહેરમાં આજે નવા 27 કેસ નોંધાયા છે.રાજકોટમાં આજે કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 8289 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1445 સહિત કુલ 9734 નાગરિકોએ રસી લીધી છે.

જિલ્લામાં વેક્સિન નહિ લીધી હોય તો કોરોનાનો રીપોર્ટ સાથે રાખવો ફરજીયાત
રાજકોટ જિલ્લામાં વધી રહેલા સંક્રમણને પગલે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા વેક્સિનેશનનું પ્રમાણ વધારવા માટે 6 મહાનગર પાલિકાઓમાં જાહેરનમું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં સ્પષ્ટપણે વેક્સિન મુકાવા માટે સૂચના આપવામાં આવી છે. અને રાજકોટ જિલ્લામાં જેણે વેક્સિન નહીં લીધી હોય તેમણે કોવીડ નેગેટિવ હોવાનો 10 દિવસથી વધુ સમયનો રિપોર્ટ ધંધાના સ્થળે ફરજીયાત પણે સાથે રાખવો પડશે. આ જાહેરનામુ શાકભાજીના ફેરીયા, લારી ગલ્લાવાળા, હોટલ રેસ્ટોરન્ટ, રીક્ષા,ટ્રક-ટેકસીના ડ્રાઇવર-કલીનર,ચા,પાન,હેરસલૂન,સૂથાર,લુહાર,પ્લમ્બર અને ઇલેકટ્રીશ્યન સહિતના તમામને આ જાહેરનામું લાગુ પડશે.

મનપાની ટીમ મોલ, ફૂડ ડિલિવરી ઓફિસમાં કામ કરતા લોકોને વેક્સિન મૂકવા અપીલ કરી
કોરોના વાયરસ સામે રક્ષણ મેળવા માસ્ક, સેનિટાઈઝ અને સોશિયલ ડિસ્ટન્સની સાથે સાથે વેક્સિન લેવી પણ આવશ્યક છે. જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ મોલ અને ઘરે-ઘરે ફૂડ ડિલિવરી આપતી એજન્સીઓના કર્મચારીઓ વેક્સિન લઈ સુરક્ષિત થાય તે માટે આજે આરોગ્ય શાખાની ટીમ દ્વારા વિવિધ મોલ અને ફૂડ ડિલિવરી એજન્સી ખાતે રૂબરૂ જઈ તેમના કર્મચારીઓ વેક્સિન મુકાવે તેવી અપીલ કરવામાં આવી હતી. શહેરમાં તમામ ડી-માર્ટ મોલ, રિલાયન્સ મોલ, બીગ બાઝાર તેમજ ઘરે ઘરે ફૂડની ડિલિવરી કરતી એજન્સી ઝોમેટો અને સ્વીગીની ઓફીસ ખાતે રૂબરૂ જઈ તેમના કેટલા કર્મચારીઓ વેક્સિન લઈ ચુક્યા છે અને બાકી રહેતા કર્મચારીઓ વેક્સિન મુકાવી પોતે અને પોતાને ત્યાં આવતા ગ્રાહકો સુરક્ષિત રહે તે માટે વેક્સિન અવશ્ય મુકાવે તેવી અપીલ કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગની ટીમ મોલમાં પહોંચી.
આરોગ્ય વિભાગની ટીમ મોલમાં પહોંચી.

રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 42413 પર પહોંચી
રાજકોટ જિલ્લામાં ગઇકાલે કોરોનાના નવા 51 કેસ નોંધાયા હતા. આથી કુલ કેસની સંખ્યા 42413 પર પહોંચી છે. જેમાં 961 દર્દી સારવાર હેઠળ છે. મંગળવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 45 દર્દી સારવાર હેઠળ છે. જોકે કોરોના વાયરસ શરીરમાંથી જતો રહ્યો હોય પણ તેણે શરીર પર જે નુકસાન કર્યુ હોય તેના કારણે હજુ પણ લોકોને વેન્ટિલેટલની જરૂર પડે છે. તેઓની સારવાર કેન્સર હોસ્પિટલમાં ચાલી રહી છે.

રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના 694 દર્દી સારવારમાં
કોરોનાના દર્દી ઘટ્યા છે પણ મ્યુકોરમાઇકોસિસના કેસ સતત વધી રહ્યાં છે. રોજ 8થી 10 દર્દી દાખલ થઇ રહ્યા છે. અત્યાર સુધીમાં 436 દર્દીની સર્જરી થઇ ચૂકી છે. જ્યારે સિવિલ અને સમરસ બંને બિલ્ડિંગ સહિત 694 દર્દી સારવાર હેઠળ છે. વેક્સિનેશનમાં હવે 45 પ્લસ બાદ 18થી 44 વર્ષના વયજૂથમાં પણ સંખ્યા ઘટી રહી છે અને રોજના 20 હજારનો ટાર્ગેટ પુરો થતો નથી. તેને કારણે સ્લોટ ખાલી રહે છે. આથી એવો નિર્ણય લેવાયો છે કે, કોઇ વ્યક્તિએ અગાઉ અપોઇન્ટમેન્ટ ન લીધી હોય અને જે તે આરોગ્ય કેન્દ્રમાં જાય ત્યાં સ્લોટ ખાલી હોય તો આરોગ્ય કર્મીઓ રજીસ્ટ્રેશન અને સ્લોટ બુક કરવાની મદદ કરી ત્યારે જ રસી આપી દેશે.

અન્ય સમાચારો પણ છે...