તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:કોરોનાના નવા 23 કેસ, 1નું સારવારમાં મોત, કુલ પોઝિટિવ 57442, એક્ટિવ કેસ 784

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • રાજકોટ શહેરમાં અલગ અલગ હોસ્પિટલમાં 677 દર્દી સારવાર હેઠળ

રાજકોટમાં કોરોનાના કેસમાં ફરી ઘટાડો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં એક આંક સુધી પહોંચી ગયો છે જ્યારે શહેરમાં 19 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસ 23 થયા છે. કુલ પોઝિટિવની સંખ્યા 57442 થઈ છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 784 થઈ છે જેમાં મોટાભાગના હોમ આઈસોલેટ છે તેમજ તે સંખ્યામાં પણ ક્રમશ: ઘટાડો આવી રહ્યો છે. બુધવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

રાજકોટમાં કોરોનાના કેસ ઘટતા ત્રીજી લહેરની તૈયારી ચાલી રહી છે અને તેના માટે ઇન્ફાસ્ટ્રક્ચરમાં સુધારો વધારો ઉપરાંત રસીકરણમાં પણ ધ્યાન આપવું જરૂરી બન્યું છે. જોકે રાજકોટ શહેરમાં હવે દૈનિક વેક્સિનેશન ઘટી ગયું છે. બુધવારે 4595 રસીના ડોઝ અપાયા હતા જે આંક બે દિવસ પહેલા 7000 જેટલો હતો. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં કોરોના કેસ ઘટ્યા છે પણ મ્યુકરમાઈકોસિસથી હજુ પણ બેડ ભરેલા છે. 500થી વધુ સર્જરી થઈ ચૂકી છે પણ હજુ ઘણા દર્દીઓ દાખલ છે અને જેમ જેમ ઈન્જેક્શનના કોર્સ પૂરા થઈ રહ્યા છે તેમ તેમ ડિસ્ચાર્જ કરાઈ રહ્યા છે પણ તેની સંખ્યા ઓછી છે અને તેટલા જ નવા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે.

ત્રીજી લહેરને લઇને વહીવટી તંત્રની તૈયારી શરૂ
રાજકોટમાં મૃત્યુઆંક ઘટી રહ્યો છે પણ જ્યાં સુધી દરરોજ 0 મોત ન નોંધાય ત્યાં સુધી સારવારમાં રહેલા દર્દીઓની સ્થિતિ સારી છે તે કહી શકાય નહીં. મંગળવારની સ્થિતિએ 24 કલાકમાં 1 દર્દીનું સાવારમાં મોત નીપજ્યું હતું. તેમજ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ક્રમશઃ ઘટીને 843 થયા છે. રાજકોટ સિવિલમાં ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે ઓક્સિજન પ્લાન્ટના ઇન્સ્ટોલેશન ચાલુ થયા છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના જણાવ્યાનુસાર સિવિલમાં નવા ઓક્સિજન પ્લાન્ટ આવી રહ્યા છે. આજે બે પ્લાન્ટ આવી જશે. જેની ક્ષમતા 500 લિટર પ્રતિ મિનીટની હશે.

મનપાના કેટલા કર્મીએ રસી લીધી તે કોઇને ખબર જ નથી
રાજકોટની ફૂડ શાખા, આરોગ્ય શાખા સહિતના કર્મચારીઓએ શાકભાજીના વિક્રેતાઓ, ડ્રાઇવર, લારી ગલ્લાધારકોની પાસે જઈને રસી લીધી છે કે નહિ તે પૂછી રહ્યા છે. જો રસી લીધી હોય તો પુરાવા રૂપે વેક્સિન સર્ટિફિકેટ અથવા તો મેસેજ પણ માગી રહ્યા છે. જેથી કોઈ બાકી હોય તો રસી આપી મહત્તમ કવરેજ કરી શકાય. આ ડ્રાઈવના ભાગરૂપે ફૂડ શાખાએ 14 ડેરી અને 51 ખાદ્ય પદાર્થના વિક્રેતાઓ જેવા કે ફાસ્ટફૂડ અને રેસ્ટોરન્ટમાં જઈને તપાસ કરી હતી અને 28 વિક્રેતા એવા નીકળ્યા હતા જેમણે રસી લીધી ન હતી. આથી તેમને રસી લેવા માટે સમજાવાઈ રહ્યા છે તેમજ લોકોને પણ માહિતી અપાઈ રહી છે કે કોણ કોણ રસી વિના વેપાર કરી રહ્યું છે.

કેટલા કર્મીએ રસી લીધી તે કોઈને ખબર જ નથી
સુપરસ્પ્રેડરે રસી લીધી કે નહિ તે તપાસ કરીને મનપા આવનારા સમયમાં કોઇપણ ચૂક ન રહે અને બધાએ વેક્સિન લીધી હોય તો ચેપ ફેલાય નહિ તેની તૈયારી કરી રહ્યું છે અને આ જ રીતે કામગીરી થાય તો જે લોકો રસી નથી લઈ રહ્યા તે પણ રસી લેતા ત્રીજી લહેરમાં જોખમ ઘટશે. જે રીતે વેપારીઓ સુપરસ્પ્રેડર છે તેવી જ રીતે મનપાના પણ ઘણા કર્મચારીઓ એવી પોસ્ટ પર છે જેમા તેમને સતત લોકો વચ્ચે રહેવાનું હોય છે અને જવાનું હોય છે તેથી તેઓ પણ સુપરસ્પ્રેડર બની શકે છે. કારણ કે, કેટલા કર્મીએ રસી લીધી તે કોઈને ખબર જ નથી.